• Gujarati News
  • National
  • Recovering Patients Crossed 1.5 Crore, A Record 2.70 Lakh People Recovered In A Single Day; 3.79 Lakh New Cases Were Registered And 3646 Deaths

કોરોના દેશમાં:ભારત બાયોટેકે કોવેક્સિનના ભાવ ઘટાડ્યા, રાજ્યોને 600ની જગ્યાએ 400 રૂપિયામાં મળશે વેક્સિન

નવી દિલ્હી6 મહિનો પહેલા
  • દેશમાં છેલ્લા 24 કલાકમાં 3.79 લાખ નવા કેસ નોંધાયા
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14,120 કેસ નોંધાયા અને 174 લોકોનાં મોત થયાં
  • એક દિવસ પહેલાં કોવિશીલ્ડના ભાવ પણ ઘટ્યા હતા.

ભારત બાયોટેકે કોરોનાની પોતાની વેક્સિન કોવેક્સિનના ભાવ ઘટાડ્યા છે. હવે રાજ્યોને આ વેક્સિન મેળવવા માટે 600ની જગ્યાએ 400 રૂપિયા ચુકવવા પડશે. કંપનીએ ગુરૂવારે સોશિયલ મીડિયા પર આ અંગેની જાણકારી આપી. આ પહેલાં બુધવારે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના કોવિશીલ્ડે પણ ભાવ ઘટાડ્યા હતા.

દેશમાં વેક્સિનના અલગ-અલગ રેટ પર ઘણો જ વિવાદ થઈ રહ્યો હતો. કોવિશીલ્ડની તુલનાએ કોવેક્સિનના ભાવ ઘણાં જ વધારે રાખવામાં આવ્યા હતા. કોવેક્સિનએ કેન્દ્ર સરકાર માટ ેવેક્સિનના રેટ 150 રૂપિયા, રાજ્યો માટે 600 રૂપિયા અને પ્રાઈવેટ હોસ્પિટલ માટે 1200 રૂપિયા રાખ્યા હતા. ત્યારે હવે રાજ્યોના ભાવ ઘટાડવામાં આવ્યા છે.

સ્વસ્થ થનારાઓની સંખ્યા દોઢ કરોડને પાર
દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે એક સારા સમાચાર છે. સંક્રમણથી સાજા થનારા લોકોની સંખ્યા દોઢ કરોડને પાર થઈ ગઈ છે. અત્યારસુધી 1 કરોડ 50 લાખ 78 હજારથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકના આંકડા જોઈએ તો રેકોર્ડ 2.70 લાખ લોકો સાજા થયા છે. અત્યારસુધી આ આંકડો એક દિવસમાં સાજા થયેલા દર્દીઓનો સૌથી મોટો આંક છે. આ પહેલાં મંગળવારે 2.62 લાખ લોકો રિકવર થયા હતા. એકંદરે રિકવરી રેટમાં પણ 1.8%નો વધારો થયો છે, જે હવે 82.08% થઈ ગયો છે.

ચિંતાના સમાચાર: એક જ દિવસમાં 3.79 લાખ દર્દીઓ મળ્યા, 3646નાં મોત
ચિંતાની વાત છે કે બુધવારે 3 લાખ 79 હજાર 164 નવા દર્દીની પુષ્ટિ કરવામાં આવી છે. એક દિવસમાં અત્યારસુધીમાં નવા દર્દીઓની સંખ્યા આ સૌથી વધુ છે. આ પહેલાં 27 એપ્રિલના રોજ સૌથી વધુ 3.62 લાખ દર્દીઓની ઓળખ કરાઈ હતી. આ સિવાય 24 કલાકમાં 3,646 લોકોનાં મોત થયાં છે. આ સતત બીજો દિવસ હતો, જ્યારે ત્રણ હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. આ પહેલાં મંગળવારે 3,286 લોકોનાં મોત નોંધાયાં હતાં.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.79 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 3,646

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 2.70 લાખ

અત્યારસુધીમાં કુલ કેસ: 1.83 કરોડ

અત્યારસુધી સાજા થયા: 1.50 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 2.04 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 30.77 લાખ

કોરોનાં અપડેટ્સ

  • અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચના જસ્ટિસ વિરેન્દ્રકુમાર શ્રીવાસ્તવ (59)નું બુધવારે અવસાન થયું હતું. તેઓ કોરોના સંક્રમણ સામે લડી રહ્યા હતા. પશ્ચિમ બંગાળના પૂર્વ ટીએમસી ધારાસભ્ય ગૌરી શંકર દત્તાનું કોરોનાથી નિધન થયું છે. હાલના દિવસોમાં જ તેમણે મમતા બેનર્જીને છોડીને ભાજપમાં જોડાયા હતા.
  • જ્યારે સિતારવાદક પદ્મભૂષણ પંડિત દેબુ ચૌધરીનું ઓક્સિજનનો સ્તર ઘટી જતાં પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. તેમને દિલ્હીની સીઆર પાર્ક પોલીસે ઓક્સિજન ઉપલબ્ધ કરાવ્યું હતું.
  • કોરોનાને કારણે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે તેમના તમામ વચગાળાના ઓર્ડરને જૂન સુધી લંબાવી દીધા છે.
  • રેલવે મંત્રાલયે દેશભરમાં 4 હજાર આઇસોલેશન કોચ તહેનાત કર્યા છે. આમાં એવા દર્દીઓને રખવામાં આવશે, જેઓ ગંભીર નથી.
  • ઉત્તરપ્રદેશમાં કોરોનાના સંક્રમણથી ભાજપના અન્ય ધારાસભ્યએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બરેલીની નવાબગંજ બેઠકના ધારાસભ્ય કેસરસિંહ ગંગવારનું બુધવારે નિધન થયું છે.
  • બિહારમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજ્યમાં કલમ 144 લાગુ કરવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન સાંજે 4 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે.
ફોટો ચેન્નઇનો છે. અહીં એક વૃદ્ધ મહિલા વેક્સિનેશન કરાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં વેક્સિન મુકાવનારાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
ફોટો ચેન્નઇનો છે. અહીં એક વૃદ્ધ મહિલા વેક્સિનેશન કરાવી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં વેક્સિન મુકાવનારાઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
બુધવારે, 63,309 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 61,181 લોકો સ્વસ્થ થયા અને 1,035 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 44 લાખ 73 હજાર લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 37.30 લાખ લોકો સ્વસ્થ થયા છે, જ્યારે 67 હજાર 214 લોકોનાં મોત નીપજ્યાં છે. 6 લાખ 73 હજાર 481 દર્દીની હાલ સારવાર કરવામાં આવી રહી છે.

2. ઉત્તરપ્રદેશ
અહીં બુધવારે 29,751 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 35,903 લોકો સાજા થયા અને 265 લોકો મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યારસુધીમાં 11 લાખ 82 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાં 8 લાખ 70 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 11,943 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. 3 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

3. દિલ્હી
દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે 25,986 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. 20,458 લોકો સ્વસ્થ થયા અને 368 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 10 લાખ 72 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 9 લાખ 39 હજાર લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 14,616 દર્દી મૃત્યુ પામ્યા છે. 99,752ની સારવાર ચાલી રહી છે.

4. છત્તીસગઢ
અહીં બુધવારે 15,563 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. 15,506 લોકો સ્વસ્થ થયા અને 279 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 6 લાખ 97 હજાર લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 5 લાખ 70 હજારો લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,061 દર્દી મૃત્યુ પામ્યા છે. 1 લાખ 18 હજારની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
બુધવારે રાજ્યમાં 14,120 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 8,595 લોકો સાજા થયા અને 174 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધી 5 લાખ 38 હજાર 845 લોકો મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 3 લાખ 98 હજાર 824 લોકો સાજા થયા છે, જ્યારે 6,830 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 1,33,191 દર્દી સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
​​​​​​​બુધવારે રાજ્યમાં 12,758 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 14,156 લોકો સ્વસ્થ થયા અને 105 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધી 5 લાખ 38 હજાર 165 લોકોને સંક્રમણ લાગ્યું છે. તેમાંથી 4 લાખ 39 હજાર 968 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 5,424 લોકો મૃત્યુ પામ્યા છે. અહીં 92,773 દર્દી સારવાર લઈ રહ્યા છે.