તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Record breaking Cold In South Korea Freezes Han River: What Do You Do With Useless Coconut Peel? Mexico Sees Holiday Bump In Tourism Amid Pandemic Surge

વિશ્વભરના સમાચારો તસવીરોમાં:એક વર્ષથી જ્વાળામુખીની રાખમાં દટાયેલું સ્થળ: દક્ષિણ કોરિયામાં રેકોર્ડબ્રેક ઠંડીથી હાન નદી થીજી; મેક્સિકન લોકો કોરોનાથી નિશ્ચિંત

7 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ કોઈ પેઈન્ટિંગ નથી. વાસ્તવમાં, એક વર્ષ અગાઉ 12 જાન્યુઆરી, 2020ના રોજ તાલ જ્વાળામુખી સક્રિય થયો હતો. ચોતરફ રાખના ગોટેગોટા ઉડ્યા હતા. આ ઘટનાથી આસપાસ વસતા હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. પરંતુ આજે એક વર્ષ પછી પણ અહીં ચોતરફ જ્વાળામુખીની રાખના ઢગ જોવા મળે છે. જેની નીચે નષ્ટ થયેલા ઘરોનો કાટમાળ જોવા મળે છે. હજુ પણ અહીં અગાઉ વસતા લોકો કામચલાઉ ટેન્ટમાં અન્ય સ્થળે રહે છે. - Divya Bhaskar
આ કોઈ પેઈન્ટિંગ નથી. વાસ્તવમાં, એક વર્ષ અગાઉ 12 જાન્યુઆરી, 2020ના રોજ તાલ જ્વાળામુખી સક્રિય થયો હતો. ચોતરફ રાખના ગોટેગોટા ઉડ્યા હતા. આ ઘટનાથી આસપાસ વસતા હજારો લોકોને સ્થળાંતર કરવું પડ્યું હતું. પરંતુ આજે એક વર્ષ પછી પણ અહીં ચોતરફ જ્વાળામુખીની રાખના ઢગ જોવા મળે છે. જેની નીચે નષ્ટ થયેલા ઘરોનો કાટમાળ જોવા મળે છે. હજુ પણ અહીં અગાઉ વસતા લોકો કામચલાઉ ટેન્ટમાં અન્ય સ્થળે રહે છે.

તાલઃ ફિલિપાઈન્સમાં જ્વાળામુખીની રાખ નીચે દબાયેલું પ્રવાસન સ્થળ

એક વર્ષ અગાઉ જ્યારે તાલ જ્વાળામુખીમાં વિસ્ફોટ થયો ત્યારે અનેક ગાયો, ઘોડા અને અન્ય પ્રાણીઓનાં મોત થયા હતા. આ આઈલેન્ડને ઘોસ્ટ ટાઉન કહેવાય છે.

ભૂતિયા નગર જેવા બની ગયેલા આ સ્થળે જ્વાળામુખીના કારણે અવારનવાર ધરતીકંપના આંચકા આવતા રહે છે. અહીં 5000 જેટલા લોકો તો ટૂર ગાઈડ તરીકે કામ કરતા હતા પરંતુ જ્વાળામુખી સક્રિય થયા પછી એ તમામ અન્ય સ્થળે જતા રહ્યા. અહીં ચોતરફ અત્યારે રાખોડી કલરની જાણે ચાદર પથરાયેલી હોય એવું દૃશ્ય જોવા મળે છે.

અહીં આવેલી એક સ્કૂલ પણ જ્વાળામુખીના વિસ્ફોટ બાદ નષ્ટ થઈ હતી.

દક્ષિણ કોરિયામાં રેકોર્ડબ્રેક ઠંડી, હાન નદી થીજી

દ.કોરિયામાં આ વર્ષે રેકોર્ડબ્રેક ઠંડી પડી રહી છે. સિયોલનું ન્યૂનતમ તાપમાન -20 ડિગ્રીએ પહોંચી ગયું છે. ગત 30 વર્ષની સરેરાશ જોવાય તો હાન નદી આ વખતે 4 દિવસ પહેલાં થીજી ગઈ છે.

દક્ષિણ કોરિયામાં રેકોર્ડબ્રેક કાતિલ ઠંડીએ સપાટો બોલાવ્યો છે. જાણીતી હાન નદીનું પાણી માઈનસ 20 ડિગ્રીએ થીજી ગયા પછી બરફના ચોસલા થઈ ગયા છે. નિષ્ણાતોના મતે આ ગત વર્ષે કોરોનાવાયરસના લીધે લોકડાઉનની સ્થિતિમાં પ્રદૂષણ ખૂબ ઘટ્યું અને તેનાથી ઠંડીમાં વધારો થયો છે.

દક્ષિણ કોરિયાના એક પાર્કમાં સ્નોમેન. આ વર્ષે રેકોર્ડબ્રેક ઠંડી અને ભાર હિમવર્ષાથી તાપમાન માઈનસ 20 ડિગ્રી સુધી નીચે પહોંચ્યું. હવામાન વિભાગે અહીં જેજુ આઈલેન્ડ અને હોનામ પ્રદેશ માટે હજુ ભારે હિમવર્ષા થવા અંગે ચેતવણી આપી છે.

દક્ષિણ કોરિયાની રાજધાની સિઉલમાં જાણીતા પર્યટન સ્થળોમાંનું એક ગ્યોંગબોક પેલેસ ઉપર પણ બરફની સફેદ ચાદર પથરાઈ છે.

નારિયેળની નકામી છાલમાંથી સુંદર આર્ટવર્ક

મહારાષ્ટ્રના અલીબાગના વતની વિજયાનંદ શેમ્બેકર નારિયેળની નકામી છાલમાંથી એટલા સુંદર આર્ટવર્ક તૈયાર કરે છે કે જોનારા જોતા જ રહી જાય છે. 59 વર્ષીય વિજયાનંદની આર્ટ ગેલેરી આશીર્વાદ કલાદલનમાં એકથી એક ચઢિયાતા આર્ટવર્ક છે. તેમને નકામી વસ્તુઓનો શોખ છે. આ કારણે તેમને અનેકવાર લોકોની વાતો સાંભળવી પડી હતી. એકવાર તો આ જુસ્સાને જોતા તેમને તેમના ઘરવાળાઓને પાગલ ગણાવી દીધા હતા. જોકે તેમની કળાની કદર ત્યારે થઈ જ્યારે તેમના દ્વારા બનાવાયેલા આર્ટવર્કની પ્રશંસા થવા લાગી.

વિજયાનંદ કહે છે કે મને લોકોના સવાલ અને કારણ વિના તણાવ સહન કરવાની ટેવ છે. મેં 2008માં આ આર્ટવર્ક બનાવવાની શરૂઆત કરી હતી. આ મારા બાળપણનો શોખ છે અને તેને પૂરો કરી મને આંતરિક રૂપે સંતોષ મળે છે. હું નકામા નારિયેળ, છાલ, પાંદડા અને ડાળીઓનો ઉપયોગ કરીને આર્ટવર્ક તૈયાર કરું છું. હું અત્યાર સુધી નારિયેળથી ટ્રેક્ટર, કાર, ઓટો રિક્ષા, સાઈકલ, બાઈક પણ બનાવી ચૂક્યો છું અને ઘરના શણગાર માટે લેમ્પ પણ. આ આર્ટવર્ક હું વેચતો નથી કેમ કે મારા માટે અમૂલ્ય છે.

મેક્સિકન લોકો કોરોનાથી નિશ્ચિંત

મેક્સિકોના ક્વિન્ટાના રૂ સ્ટેટમાં પ્લાયા ડેલ કારમેન ખાતે આવેલા મામિતાસ બીચ પર હાલ સહેલાણીઓની ભીડ જોવા મળી રહી છે. કોરોના સંક્રમણ વધી રહ્યું હોવા છતાં અહીં લોકો માસ્ક વિના નિશ્ચિંતપણે ફરતા જોવા મળે છે. એક રિસોર્ટમાં એક ફિગરેટિવ શિલ્પ પાસે ફોટો પડાવી રહેલા સહેલાણીઓ.

મેક્સિકોમાં કોવિડ19 મહામારીના કેસોમાં વધારો થઈ રહ્યો છે પરંતુ અહીં લોકોને કોરોનાનો કોઈ ડર નથી. વિવિધ બીચ પર આરામથી લોકો કોઈ સોશિયલ ડિસ્ટન્સ કે માસ્ક વિના ફરતા જોવા મળે છે.

હવે ટ્રાફિકમાં નહીં ફસાવું પડે, સીધા ધાબા પરથી કારમાં ઊડો

જનરલ મોટર્સ દ્વારા ભવિષ્યની એક સેલ્ફ ડ્રાઈવિંગ અને ફ્લાઈંગ કાર રજૂ કરાઈ-ફ્લાઈંગ કેડિલાક.

આ ભાવિ કારની ખૂબી એ છે કે શહેરોમાં તે ઊડી શકે છે અને ધાબા પરથી ઉડી શકશે અને લેન્ડ કરી શકશે. આ ફ્લાઈંગ કાર સીધી જ ઉપર ઊડી શકે છે અને લેન્ડ પણ કરી શકે છે. તેને કોઈ રનવેની જરૂર રહેતી નથી.

કોરોનાના પ્રતાપે કાર્ગોને નુકસાન

કોવિડ-19 મહામારીના પ્રતાપે મેનસ્ટન ખાતે કાર્ગો ટ્રક્સની લાંબી કતાર જોવા મળે છે. વાસ્તવમાં, યુકેથી આવતી ટ્રક્સને રોકી દેવામાં આવી છે. ફ્રેન્ચ સત્તાધીશોના કહેવા પ્રમાણે કોરોના વાયરસના લીધે લાગેલા પ્રતિબંધમાંથી મુક્તિ પછી જ આ ટ્રક્સને આગળ જવા દેવામાં આવશે. પરંતુ એ માટે સૌપ્રથમ કોરોના ટેસ્ટ નેગેટિવ હોવો ફરજિયાત બની રહેશે.

કોરોનાના લીધે ગંગાસાગર મેળામાં યાત્રાળુ ઘટ્યા

મકર સંક્રાતિ પર્વ નિમિતે પશ્ચિમ બંગાળમાં ‘ગંગાસાગર મેળા’નું આયોજન થતું હોય છે. ગંગા નદીમાં ડૂબકી લગાવી રહેલા યાત્રાળુઓ તસવીરમાં જોવા મળે છે. આ સ્થળે સામાન્ય રીતે યાત્રાળુઓની ભીડ જામતી હોય છે પરંતુ કોરોના મહામારીના પ્રતાપે આ વર્ષે ખૂબ ઓછી સંખ્યામાં યાત્રાળુઓ અહીં આવી રહ્યા છે.

સ્કોટલેન્ડમાં 13મી સદીનો કિલ્લો પણ થીજી ગયો

તસવીર સ્કોટલેન્ડના લોચિનડોર્બ કિલ્લાની છે. અહીં તાપમાન માઈનસ 6 ડિગ્રીથી નીચે જતું રહેતાં 13મી સદીનો કિલ્લો પણ થીજી જતાં કંઇક આવું સુંદર દૃશ્ય સર્જાયું હતું. ફોટોગ્રાફર જેમ્સ ફોસ્ટરે આ તસવીર ક્લિક કરી હતી. તેણે કહ્યું કે આ ખરેખર અદભુત નજારો હતો.