આસ્થા:ચારધામ યાત્રા માટે આ વખતે રેકોર્ડ સાડા 10 લાખ રજિસ્ટ્રેશન

દેહરાદૂન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ 3.35 લાખ શ્રદ્ધાળુ કેદારનાથ જશે

બે વર્ષ બાદ શરૂ થયેલી ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં રેકોર્ડ 10 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. યાત્રા શરૂ થયાને હજુ અઠવાડિયું પણ નથી થયું. સૌથી વધુ 3.35 લાખ શ્રદ્ધાળુ માત્ર કેદારનાથ ધામના છે. આ તો રજિસ્ટ્રેશનના માત્ર એ આંકડા છે કે જેમાં યાત્રાળુઓએ ઓનલાઇન કે કાઉન્ટર પર જઇને નોંધણી કરાવી હોય.

હજારો યાત્રાળુઓ એવા છે કે જેઓ સીધા ધામો પર પહોંચી રહ્યા છે. આ વખતે પાછલા તમામ રેકોર્ડ તૂટી ગયા છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે ઓલ વેધર રોડ પૂરો બની ચૂક્યો છે, જેથી યાત્રાળુઓનો સમય બચી રહ્યો છે. બીજું એ કે બે વર્ષથી શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા નથી કરી શક્યા. તેથી હવે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે.

હૃષિકેશમાં બસો ન મળવાથી શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા માટે નીકળી શકતા નથી. આ વખતે ચારધામ યાત્રામાં રેકોર્ડ 3 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...