તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Reaction Of CM Pinarai Of Kerala On Home Minister Shah's Announcement To Implement CAA; Said Law Will Not Be Implemented In The State

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેરળ BJP Vs CPI:ગૃહમંત્રી શાહની CAA લાગૂ કરવાની જાહેરાત અંગે કેરળના CM પિનરાઈનો પલટવાર; કહ્યું-રાજ્યમાં કાયદો લાગૂ નહીં થવા દઉં

22 દિવસ પહેલા
કેરળમાં હાલ CPI(M)ની સરકાર છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પહેલા પણ CAAને રાજ્યમાં લાગૂ કરવાની ના પાડી ચૂક્યાં છે. - Divya Bhaskar
કેરળમાં હાલ CPI(M)ની સરકાર છે. મુખ્યમંત્રી પિનરાઈ વિજયને પહેલા પણ CAAને રાજ્યમાં લાગૂ કરવાની ના પાડી ચૂક્યાં છે.

ગૃહમંત્રી અમિત શાહ પર કેરળના સીએમ પિનરાઈ વિજયને પલટવાર કર્યો છે. વિજયને કહ્યું કે,અમુક લોકોએ નાગરિકતા કાયદા વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી કહી રહ્યાં છે કે વેક્સિનેશન ખતમ થયા પછી CAAને જમીન પર ઉતારવાનું કામ શરૂ કરી દેવાશે. અમે પહેલા પણ આ અંગે અમારું વલણ સ્પષ્ટ કરી દીધું હતું અને એકવાર ફરી કહી રહ્યાં છે કે કેરળમાં આને લાગૂ નહીં કરે. બે દિવસ પહેલા એટલે કે ગુરુવારે જ ગૃહમંત્રી અમિત શાહે પશ્વિમ બંગાળમાં એક સભાને સંબોધિત કરતા CAA લાગૂ કરવાની જાહેરાત કરી દીધી હતી.

શાહે કહ્યું હતું કે, વેક્સિનેશન પછી લાગૂ કરીશું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે પશ્વિમ બંગાળમાં એક રેલીને સંબોધિત કરતા કહ્યું હતું કે, કોરોનાના વેક્સિનેશન પછી દેશમાં નાગરિકતા કાયદાને જમીન પર ઉતારવામાં આવશે. શાહે કહ્યું કે, કેન્દ્રની મોદી સરકાર પાડોશી દેશોના ધાર્મિક લઘુમતીઓનું ધ્યાન રાખતા નાગરિકતા કાયદો લાવી હતી. હું જણાવવા માગું છું કે જેવી જ કોવિડ વેક્સિનેશનની પ્રક્રિયા સમાપ્ત થશે, CAAના હેઠળ નાગરિકતા આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

અમિત શાહે કહ્યું કે, મમતા બેનર્જીએ સતત CAAનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે કે તે આને ક્યારે પશ્વિમ બંગાળમાં લાગૂ નહીં થવા દે પણ હું વિશ્વાસ અપાવું છું કે, શરણાર્થીઓને નાગરિકતા મળશે. મતુઆ સમુદાયને સંબોધિત કરતા શાહે આવું કહ્યું. મતુઆ સમુદાય એ હિન્દુ શરણાર્થી છે, જે બાંગ્લાદેશથી આવીને અહીંયા વસ્યા છે.

કેરળમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે
દેશમાં કેરળ સહિત 5 રાજ્યોમાં આ વર્ષે ચૂંટણી યોજાવાની છે. એવામાં લગભગ દરેક રાજ્યમાં ભાજપ મજબૂતાઈથી વિપક્ષને ટક્કર આપી રહ્યો છે. કેરળમાં હાલ CPI(M)ની સરકાર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અહીંથી સાંસદ છે. એવામાં ભાજપે કેરળમાં પણ કોંગ્રેસ અને CPIને મજબૂત ટક્કર આપવાનો પ્લાન બનાવ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

વધુ વાંચો