મમ્મીએ ફ્રી ફાયર ગેમ રમવાની મનાઈ કરી તો 13 વર્ષનો બાળક નારાજ થઈ ગયો અને ઘરમાંથી ભાગી ગયો. બેગમાં કપડાં ભરીને સાયકલ લઈને નીકળી ગયો. મમ્મીનો મોબાઈલ પણ સાથે લઈ ગયો. 55 કિમી સાયકલ ચલાવીને ઉજ્જૈનથી ઈન્દોર પહોંચી ગયો. જ્યારે પોલીસ તેના સુધી પહોંચી તો બોલ્યો- હું મુંબઈ જઈ રહ્યો છું, મારે ગેમ ડેવલપર બનવું છે. મમ્મીએ ગેમ ડિલીટ કરાવી દીધી હતી.
CSP વિનોદ મીણાએ જણાવ્યું કે મંગળવારે 8માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી કૈલાશ અમ્પાયર કોલોનીમાંથી ગુમ થઈ ગયો હતો. તે ઘરેથી સાયકલથી મેઈન રોડ સુધી જવા માટે નીકળ્યો, જ્યાં સ્કૂલ બસ આવવાની હતી. પાછળ-પાછળ મા ચાલીને પહોંચી. મા જ્યારે મેઈન રોડ પર પહોંચી ત્યારે પુત્ર ત્યાં ન દેખાયો. તેને ઘરે આવીને જોયું તો ત્યાં પણ તે ન મળ્યો. તેનો મોબાઈલ પણ ઘરમાં ન હતો. આજુબાજુ તપાસ કરી, કોઈ ભાળ ન મળી તો પોલીસને જાણ કરી. પોલીસે ચાર રસ્તા પરના CCTV ફુટેજ જોયા, જેમાં તે સાયકલ પર બેસીને ઈન્દોર જતો જોવા મળ્યો. પોલીસે બાળકની માના મોબાઈલ લોકેશન મેળવી ટીમ રવાના કરી. પોલીસ ઈન્દોરના મરીમાતા ચોક પાસેથી તેને શોધી લાવ્યા.
બેગમાં કપડાં રાખીને ઘરમાંથી નીકળ્યો
બાળકે પોલીસને જણાવ્યું માએ મોબાઈલ પર ગેમ રમવાને લઈને ખીજાઈ હતી. ગેમ પણ ડિલીટ કરાવી દીધી હતી. ગુસ્સે થઈને સ્કૂલ બેગમાં કપડાં અને માનો મોબાઈલ રાખી સાયકલ પર બેસીને નીકળી ગયો. ઈન્દોરથી મુંબઈ જઈશ, ગેમ ડેવલપર બનવું છે. આ વાત પર પોલીસે તેને નાની ઉંમર છે તેમ જણાવી સમજાવ્યું કે જે કંઈ બનવું છે તે 18 વર્ષ પછી બનજે. પોલીસવાળાઓએ તેની સાયકલ જીપમાં રાખી અને બાળકને ગાડીમાં બેસાડીને ઉજ્જૈન લાવ્યા. જે પછી બાળકને પેરેન્ટ્સને સોંપી દીધો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.