• Gujarati News
  • National
  • Reached Directly Into The Brain Instead Of The Nose, Mouth, Eyes; Doctors Diagnosed Cancerous Tumor And Operated On 10 Cm Fungus

ઈન્દોરમાં વ્હાઇટ ફંગસનો અનોખો કેસ:નાક, મોઢું, આંખને બદલે સીધો બ્રેનમાં જ પહોંચ્યું; ડોકટર્સે કેન્સરની ગાંઠ સમજીને ઓપરેશન કર્યું તો 10 સેમીનું ફંગસ નીકળ્યું

ઈન્દોર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
એક મહિના પહેલાં થયેલા સીટી સ્કેનમાં એક સેમીની નાનકડી ગાંઠ જોવા મળતી હતી, પરંતુ ઓપરેશન પછી બાયોપ્સી કરાઈ તો ખ્યાલ આવ્યો કે એ વ્હાઈટ ફંગસ છે, જે 10થી 11 સેમી જેટલી લાંબી હતી (ફાઈલ ફોટો). - Divya Bhaskar
એક મહિના પહેલાં થયેલા સીટી સ્કેનમાં એક સેમીની નાનકડી ગાંઠ જોવા મળતી હતી, પરંતુ ઓપરેશન પછી બાયોપ્સી કરાઈ તો ખ્યાલ આવ્યો કે એ વ્હાઈટ ફંગસ છે, જે 10થી 11 સેમી જેટલી લાંબી હતી (ફાઈલ ફોટો).

બ્લેક ફંગસ (મ્યૂકોરમાઇકોસિસ)ના વધતા કેસની વચ્ચે મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક મહિલાના બ્રેનમાં 10-11 સેમીનું સફેદ ફંગસ મળી આવ્યું છે. ડોકટર્સનું કહેવું છે કે આ ફંગસ અત્યારસુધીનું સૌથી મોટું ફંગસ છે. ખાસ વાત એ છે કે બ્લેક-વ્હાઈટ ફંગસના અત્યારસુધીના જેટલા કેસ સામે આવ્યા છે એમાં સામાન્ય રીતે ફંગસ નાક, સાઈનસ, આંખોમાં થઈને બ્રેન સુધી પહોંચે છે, પરંતુ આ મામલામાં ફંગસ સીધો જ મગજ સુધી પહોંચી ગયું.

ધાર નિવાસી લકવા પીડિતા કલાબાઈ નામની મહિલાને એક મહિના પહેલાં તાવ આવ્યો હતો, ત્યારે પરિવારના લોકો ઈન્દોરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા. જ્યાં દર્દીને માથામાં દુખાવો અને નબળાઈની ફરિયાદ હતી, તો બ્રેનનું સીટી સ્કેન કરાવવામાં આવ્યું, પરંતુ કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવવાને કારણે ઓપરેશન ટાળવું પડ્યું અને પરિવારના લોકો કલાબાઈને પાછા ધાર લઈ આવ્યાં.

અહીં ફરી કલાબાઈનો RT-PCR કરવામાં આવ્યો. આ વખતે કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ મુશ્કેલી વધી તો પરિવારના લોકો ન્યૂરોસર્જન ડૉ. દીપક કુલકર્ણીની પાસે પહોંચી ગયા.

આઈસોલેશનમાં વધી ગઈ હતી દર્દીની પરેશાની
ડૉ. કુલકર્ણીએ જણાવ્યું કે કલાબાઈ જ્યારે આઈસોલેશનમાં હતી તો નબળાઈ વધી ગઈ. બોલવામાં અને ચાલવા-ફરવામાં મુશ્કેલી આવી. એક મહિના પહેલાં થયેલા સીટી સ્કેનમાં એક સેમી નાનકડી ગાંઠ જોવા મળી હતી, જેને લિઝન કહેવાય છે.

પરંતુ બીજી વખત MRI કરાવવામાં આવ્યો તો રિપોર્ટ જોઈને એવું લાગ્યું કે આ કેન્સરનું ટ્યૂમર હોય શકે છે. અમે ઓપરેશન કરવાનો નિર્ણય કર્યો. ઓપરેશન પછી જ્યારે બાયોપ્સી કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે આ કેન્સરનું ટ્યૂમર નથી, પરંતુ વ્હાઈટ ફંગસ છે, જેનો આકાર લગભગ 10-11 સેમી છે.