સ્વતંત્રતા દિવસ પૂર્વે સાવધાની:દિલ્હી-પંજાબમાંથી RDX મળી આવતા એલર્ટ, છત્તીસગઢમાં IED બ્લાસ્ટમાં 3 જવાન ઈજાગ્રસ્ત થયા

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગણતંત્ર દિવસ અગાઉ મકર સંક્રાંતિના દિવસે દેશની રાજધાની તથા પંજાબમાંથી વિસ્ફોટકો મળી આવ્યા છે, તો બીજીબાજુ છત્તીસગઢમાં ઈમ્પ્રોવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઈસ (IED) બ્લાસ્ટ થયો છે. છત્તીસગઢના કાંકેર જિલ્લાના કોરસોંડા કેપ નજીક ગોળીબારી બાદ IED વિસ્ફોટ થયો હતો. જેમાં 3 જવાન ઈજાગ્રસ્ત થયા હતા. પંજાબમાં પાકિસ્તાન સરહદથી ફક્ત 2.5 કિમી અંતરે અમૃતસર સ્થિત ઘરિંદા વિસ્તારમાંથી STFને 5 કિલો વિસ્ફોટર મળી આવ્યા હતા, જે પૈકી 2.7 કિલો RDX હતું.

અમૃતસરના STFના AIG રશપાલ સિંહે જણાવ્યું કે ભારત-પાકિસ્તાન સીમા વાઘા-અટારી નજીક એક ગામમાંથી આ વિસ્ફોટકો મળી આવ્યા છે. રશપાલ સિંહે જણાવ્યું કે માહિતી મળતા જ અમે તપાસ કરી હતી, જે ડ્રગ્સ નહીં પણ વિસ્ફોટકો હતા. જ્યાંથી આ વિસ્ફોટક મળી આવ્યા છે ત્યાંથી એક લાખ રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી છે. આ વિસ્ફોટક પાકિસ્તાનથી આવેલા હતા.

દિલ્હીના ગાજીપુર વિસ્તારમાંથી IED મળી આવ્યું

રાજધાની દિલ્હીમાં પણ IED મળી આવ્યું હતું. તે દિલ્હીના ગાજીપુર વિસ્તારમાંથી મળી આવ્યું હતું. NSGના ડાયરેક્ટર જનરલ એમએમ ગણપતિએ જણાવ્યું કે શરૂઆતી તપાસમાં માહિતી મળી છે કે ગાજીપુરમાંથી મળી આવેલું IEDના નિર્માણમાં એમોનિયમ નાઈટ્રેટ અને RDX જેવા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મળી માહિતી પ્રમાણે ફૂલ બજારના ગેટ પાસે પાર્કિંગમાં એક બેગમાંથી આ વિસ્ફોટક મળી આવ્યા હતા. પોલીસ અધિકારી, સ્પેશિયલ સેલની ટીમ, ડોગ સ્ક્વાઈડ, કેટ્સ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી.