• Gujarati News
  • National
  • RBI Governor Shaktikant Das Can Give Diwali Gift To Common Man! Important Press Conference Today

RBI:મોંઘવારીની માર વચ્ચે EMIમાં પણ રાહત નહીં, રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યો નહીં

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર યથાવત્
  • RBIએ કહ્યું- આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે ગતિ પકડી રહી છે

રિઝર્વ બેંકની નાણાકીય નીતિ સમિતિ (MPC)ની 3 દિવસીય બેઠક આજે એટલે કે 8 ઓક્ટોબરે સમાપ્ત થઈ છે. RBIએ રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% યથાવત્ રાખ્યો છે. આ સતત 9મી વખત છે, જ્યારે દરો યથાવત્ રાખવામાં આવ્યા છે. અગાઉ મે 2020માં રેપો રેટ ઘટાડવામાં આવ્યો હતો. RBI- રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય નીતિ સમિતિ (MPC-Monetary Policy Committee)ની બેઠકમાં લેવાયેલા વ્યાજદરોના નિર્ણયોની જાહેરાત કરી હતી.

રેપો રેટનો આ સ્તર એપ્રિલ 2001 બાદથી સૌથી નીચો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે તમામ MPS સભ્યો વ્યાજદર યથાવત્ રાખવાની તરફેણમાં છે. આ સિવાય તેમણે કહ્યું હતું કે અર્થતંત્રમાં રિકવરી સ્પષ્ટ સંકેતો દેખાઇ રહ્યા છે.

વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી
રિઝર્વ બેન્ક ગવર્નર શક્તિકાંત દાસની આગેવાનીમાં નાણાકીય નીતિ સમિતિ (MPC) દ્વારા પોલિસી દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સતત વ્યાજદરમાં કોઈ ઘટાડો થયો નથી. રેપો રેટ 4% અને રિવર્સ રેપો રેટ 3.35% પર સ્થિર છે. આ નિર્ણયથી હજુ વધુ સસ્તી હોમ લોનની આશાઓ પડી ભાંગી પડી છે. ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે અનાજનું રેકોર્ડ ઉત્પાદન પરિણામે, આગામી મહિનાઓમાં ખાદ્ય ફુગાવો ઓછો રહેવાની ધારણા છે.

આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે ગતિ પકડી રહી છે : RBI
ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વૃદ્ધિ માટે ટકાઉ ધોરણે પુનરુત્થાન માટે પોતાનું નરમ વલણ ચાલુ રાખશે. તેમણે કહ્યું કે કોવિડ-19 ની શરૂઆત બાદથી કેન્દ્રીય બેંકે 100 થી વધુ પગલાં લીધા છે. ફુગાવો અપેક્ષા કરતા વધુ અનુકૂળ છે અને આર્થિક પ્રવૃત્તિ ધીમે ધીમે ગતિ પકડી રહી છે. દાસે વધુમાં કહ્યું કે ભારતીય રિઝર્વ બેંકે 2021-22 માટે જીડીપી વૃદ્ધિ દરનો અંદાજ 9.5 ટકા જાળવી રાખ્યો છે.

EMIમાં ઘટાડો થવાની આશા સામે ઝટકો
લોકોને આશા હતી કે તહેવારની મોસમમાં રિઝર્વ બેન્ક પોતાના રેપો રેટમાં બદલાવ કરશે અને તેમાં થોડો ઘટાડો કરશે, જેથી વધતી મોંઘવારીએ વચ્ચે લોકો પર EMIનો બોજો થોડો ઓછો થાય. પરંતુ નિષ્ણાતોને અપેક્ષા હતી જ કે રેપો રેટ પહેલાથી જ સૌથી નીચા દરે છે, તેમજ બેન્કો પણ સૌથી ઓછા દરે લોન આપી રહી છે. આવી સ્થિતિમાં રિઝર્વ બેંક પોતાનો રેપો રેટ યથાવત જ રહેશે. રિઝર્વ બેંકના રેપો રેટમાં ફેરફાર ન કરવાને કારણે લોકોને EMIમાં ઘટાડો થવાની આશા સામે ઝટકો મળ્યો છે. રેપો રેટ એ વ્યાજ દર હોય છે જેના પર વ્યાપારી બેંકો આરબીઆઈ પાસેથી રોકડ એકત્ર કરે છે.

RBIની મુખ્ય વાતો

  • આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે તમામ સભ્યો વ્યાજ દર યથાવત રાખવાની તરફેણમાં છે.
  • રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં દેશના વાસ્તવિક જીડીપીમાં 9.5 ટકાની વૃદ્ધિનો અંદાજ મૂક્યો છે.
  • આ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં જીડીપીનો વૃદ્ધિ દર 7.9 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 6.8 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 6.1 ટકા.
  • નાણાકીય વર્ષ 2022-23ના પ્રથમ ક્વાર્ટરમાં દેશનો વાસ્તવિક જીડીપી 17.1 ટકા રહી શકે છે.
  • નાણાકીય વર્ષ 2021-2022 માં સીપીઆઈ ફુગાવો 5.3 ટકા રહેવાની શક્યતા છે. છેલ્લી બેઠકમાં તે 5.7 ટકા રહેવાનો અંદાજ લાગવાયો હતો.
  • મોંઘવારીનો દર બીજા ક્વાર્ટરમાં 5.1 ટકા રહી ચકે છે, ત્રીજા ક્વાર્ટરમાં 4.5 અને ચોથા ક્વાર્ટરમાં 5.8 ટકા રહી શકે છે.
  • નાણાકીય વર્ષ 2022-2023ના પ્રથમ ક્વાર્ટરમાં CPI ફુગાવો 5.2 ટકા રહેવાની શક્યતા છે.
  • રેપો રેટ 4% પર સ્થિર અને 3.35% પર રિવર્સ રેપો રેટ યથાવત.
  • આ સાથે બેંક દરમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે 4.25 ટકા પર જ છે.
અન્ય સમાચારો પણ છે...