મહિન્દ્રા ફાઇનાન્સને આઉટસોર્સ રિકવરી એજન્ટ હાયર કરવાની મનાઈ:ઝારખંડની ઘટના પર RBI એક્શનમાં, ગર્ભવતી મહિલાને ટ્રેક્ટર નીચે કચડી હતી

3 દિવસ પહેલા

RBIએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ પર આઉટસોર્સિંગ રિકવરી એજન્ટ્સ હાયર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. કંપનીના એક એજન્ટે ટ્રેક્ટરની લોનની વસૂલી માટે ઝારખંડના હઝારીબાગમાં એક ગર્ભવતી મહિલાને કથિત રીતે ટ્રેક્ટર નીચે કચડીને મારી નાખી. આ ઘટના પછી રિઝર્વ બેંકે કંપનીને લઈને કડક નિર્દેશ જાહેર કર્યા છે.

હઝારીબાગ પોલીસ મુજબ રિકવરી માટે પીડિતાના ઘરે જતાં પહેલાં ફાયનાન્સ કંપનીના અધિકારીઓએ સ્થાનિક પોલીસને જાણ કરી ન હતી. પોલીસે મહિન્દ્રા ફાયનાન્સ કંપનીના 4 લોકો પર હત્યાનો કેસ દાખલ કર્યો છે. ઘટનાને લઈને રોષે ભરાયેલા લોકોએ ફાયનાન્સ કંપનીની ઓફિસની બહાર પ્રદર્શન પણ કર્યું હતું.

કિસાન મિથિલેશ પ્રસાદ મહેતાએ મહિન્દ્રા ફાયનાન્સથી 2018માં ટ્રેક્ટર ફાયનાન્સ કરાવ્યું હતું.
કિસાન મિથિલેશ પ્રસાદ મહેતાએ મહિન્દ્રા ફાયનાન્સથી 2018માં ટ્રેક્ટર ફાયનાન્સ કરાવ્યું હતું.

દિવ્યાંગ કિસાનના 1.20 લાખના 6 હપ્તા બાકી હતા
ઝારખંડના હઝારીબાગ જિલ્લા મુખ્યાલયથી લગભગ 100 કિમી દૂર સિઝુઆ ગામમાં રહેતા દિવ્યાંગ ખેડૂત મિથિલેશ પ્રસાદ મહેતાએ મહિન્દ્રા ફાયનાન્સથી 2018માં ટ્રેક્ટર ફાયનાન્સ કરાવ્યું હતું. લગભગ સાડા પાંચ લાખના ટ્રેક્ટરના હપ્તા તેઓ સતત ચુકવતા હતા. 1 લાખ 20 હજાર રૂપિયાના 6 હપ્તા ભરવાના બાકી હતા. પૈસાની અછતને કારણે આ હપ્તા ચુકવવામાં મોડું થઈ ગયું. ફાયનાન્સ કંપનીએ જણાવ્યું કે લોન વધીને 1 લાખ 30 હજાર થઈ ગઈ.

12 હજાર રૂપિયા વધારાના માગી રહ્યા હતા કર્મચારી
મિથિલેશ પ્રસાદ મહેતાનો આરોપ હતો કે ફાયનાન્સ કંપનીના કર્મચારી બાકી નીકળતી રકમ ઉપરાંત 12 હજાર વધારાના માગી રહ્યાં હતા. આ રકમ આપવાનો ઈનકાર કર્યો તો તેઓ ટ્રેક્ટર પરાણે લઈ જવા લાગ્યા. બરિયઠ ગામની પાસે પરિવારના લોકો ટ્રેક્ટરની સામે ઊભા રહી ગયા અને લોનની રકમ 1.20 લાખ રૂપિયા ભરવાની વાત કરી. કર્મચારી 12 હજાર રૂપિયા વધુ આપવાની વાતને લઈને જીદે ચડ્યા.

ઈનકાર કરતા ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ ટ્રેક્ટર પર ચઢી ગયા અને બૂમો પાડવા લાગ્યા કે સામેથી હટી જાવ નહીંતર ટ્રેક્ટર માથે ચઢાવી દઈશું. જ્યારે પરિવારના લોકો ન હટ્યા તો રિકવરી એજન્ટે ડ્રાઈવરને ટ્રેક્ટર આગળ ચલાવવાના આદેશ આપ્યા. ડ્રાઈવરે ખેડૂતની ગર્ભવતી દીકરીને ટ્રેક્ટર નીચે કચડી નાખી. જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું. જે બાદ આરોપી ટ્રેક્ટર લઈને ભાગી ગયા.

3 મહિનાની ગર્ભવતી મોનિકા
3 મહિનાની ગર્ભવતી મોનિકા

ગત વર્ષે લગ્ન થયાં હતા, ચાર દિવસ પહેલાં જ પિયર આવી હતી
મોનિકાના પતિ કુલદીપે જણાવ્યું કે તેના લગ્ન 1 વર્ષ પહેલાં જ થયા હતા. મોનિકા પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરવા માગતી હતી. તેની આ ઈચ્છાને પૂરી કરવા માટે તે આસામ કામ કરવા ગયો હતો. તે ત્રણ મહિનાની ગર્ભવતી હતી. ચાર દિવસ પહેલાં જ તેને પિયર મૂકવા આવ્યો હતો. તેને જો આ વાતની જાણકારી હોત કે આસામથી પરત ફર્યા પહેલા તેની પત્નીનો મૃતદેહ ઘર આવી જશે તો તે ક્યારેય આસામ ન જ જાત. પત્નીનો મૃતદેહ જોઈને તે પોતાને સંભાળી ન શક્યો.

કંપનીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.
કંપનીએ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું.

મહિન્દ્રા ફાયનાન્સના MDએ દુઃખ વ્યક્ત કર્યું
મહિન્દ્રા ફાયનાન્સ કંપનીના MD ડૉ. અનીશ શાહે ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે દુઃખની આ ઘડીમાં તેઓ પીડિત પરિવારની સાથે છે. આ ઘટનાને લઈને દરેક મુદ્દે યોગ્ય તપાસ કરાશે. થર્ડ પાર્ટીની મદદથી લોન રિકવરી પર પણ વિચાર કરવામાં આવશે. કંપની તપાસમાં દરેક પ્રકારની મદદ કરશે.

અન્ય સમાચારો પણ છે...