તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rawat Called The Air Force An Assistant, The Air Chief Disagreed; Controversy At The Global Counter Terrorism Council Seminar

મતભેદ:રાવતે એરફોર્સને સહાયક ગણાવી, એર ચીફ અસહમત; ગ્લોબલ કાઉન્ટર-ટેરરિઝમ કાઉન્સિલના સેમિનારમાં વિવાદ

નવી દિલ્હી24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત અને એર ફોર્સના વડા એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા વચ્ચે મતભેદ સામે આવ્યા છે. આ મતભેદ ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડના નિર્માણ મુદ્દે છે. જનરલ રાવતે કહ્યું કે એર ફોર્સે અન્ય સશસ્ત્ર દળો માટે સહાયક શાખાની ભૂમિકા ભજવવી જોઇએ.

તેના જવાબમાં એર ચીફ માર્શલ ભદૌરિયાએ કહ્યું કે એરફોર્સ ઇન્ટિગ્રેટેડ થિયેટર કમાન્ડ બનાવવાનું સમર્થન કરે છે પણ તે યોગ્ય રીતે બનાવવો જોઇએ. યુદ્ધોમાં એર ફોર્સની મોટી ભૂમિકા રહી છે. એર ફોર્સને સહાયક શાખા ન માનવી જોઇએ. ભદૌરિયા રાવતની અન્ય એક ટિપ્પણી સાથે પણ અસહમત જણાયા, જેમાં તેમણે કહ્યું હતું કે એર ફોર્સે આર્મીને એન્જીનિયર્સ તથા આર્ટિલરી યુનિટ જેવી મદદ કરવી જોઇએ.

ગ્લોબલ કાઉન્ટર-ટેરરિઝમ કાઉન્સિલના સેમિનારમાં બંને સૈન્ય અધિકારી વચ્ચે વિવાદ સામે આવ્યો. સેમિનારમાં રાવત અને ભદૌરિયાએ બે જુદા-જુદા સત્રને સંબોધ્યા હતા. રાવતે કહ્યું હતું કે એર ફોર્સે આર્મીને મદદ આપવી જોઇએ. એ ન ભૂલવું જોઇએ કે એર ફોર્સ સશસ્ત્ર દળો માટે સહાયક શાખા છે. તે તોપખાના તથા એન્જીનિયર સેનાની જેમ આર્મીનું સહાયક એકમ છે. એર ફોર્સે તે સંબંધી મૂળ ચાર્ટર સમજવાની જરૂર છે.

વિવાદ કેમ: 4 થિયેટર કમાન્ડ બનાવવા તૈયારી; આર્મી, નેવીના અધિકારીઓ નેતૃત્વ કરશે
સીડીએસ 4 થિયેટર કમાન્ડ બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. તેમાંથી 3નું નેતૃત્ત્વ આર્મી અને એકનું નેવીના અધિકારી કરશે. પશ્ચિમી અને પૂર્વીય સરહદો પર 2 કમાન્ડમાં હવાઇ સલાહકાર નિયુક્ત કરાશે. તેઓ હવાઇ સંચાલન અંગે થિયેટર કમાન્ડરને સલાહ આપશે. ગયા મહિને સંરક્ષણ મંત્રી અને તેમના મંત્રાલયના અધિકારીઓ સમક્ષ તેના પ્રસ્તાવનું પ્રેઝન્ટેશન કરાયું હતું. ત્યારે અધિકારીઓએ આ અંગે કેટલાક સવાલ ઊઠાવ્યા હતા, જેના નિરાકરણ માટે 3 ઉપપ્રમુખ અને સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓની એક સમિતિ રચાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...