તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ravishankar Prasad Said We Gave Many Opportunities To The Company, Yet The Guideline Was Not Followed; They Are No Longer Entitled To Legal Protection

ટ્વિટર મામલે સરકારનો જવાબ:રવિશંકર પ્રસાદે કહ્યું- અમે કંપનીને અનેક તક આપી, છતાં પણ ગાઈડલાઇનનું પાલન કરવામાં ન આવ્યું; હવે તેઓ કાનૂની રક્ષણ માટે હકદાર નથી

નવી દિલ્હી2 મહિનો પહેલા
  • ટ્વિટર નવા IT નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું

નવા IT નિયમોનું પાલન નહીં કરવાના કારણે ટ્વિટરે બુધવારે દેશમાં ઇન્ટરમીડિયરી પ્લેટફોર્મનો દરજ્જો ગુમાવી દીધો છે. એટલે કે હવે ટ્વિટર પોતાના પ્લેટફોર્મ પર કરવામાં આવેલી પોસ્ટ માટે જવાબદાર હશે. આ નિર્ણય બાદ કેન્દ્ર સરકારે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કેન્દ્રિય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે આ વાત અંગે સવાલ ઉઠી રહ્યા હતા કે શું ટ્વિટર કાયદાકીય રક્ષણનું હકદાર છે? કો કે આ મુદ્દે સીધી વાત તે છે કે ટ્વિટર 26 મે થી અમલી બનેલી ગાઈડલાઇનનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યું છે. ત્યાર બાદ પણ તેને ઘણી તકો મળી હતી, છતાં પણ તેણે જાણીજોઇને ગાઈડલાઇનનું પાલન ન કરવાનો રસ્તો પસંદ કર્યો.

રવિશંકરના જવાબની 6 મહત્વની વાતો

  • ભારતની સંસ્કૃતિ પોતાની વિશાળ ભૌગોલિક સ્થિતિની જેમ બદલાતી રહે છે. સોશિયલ મીડિયા પર એક નાની એવી તણખો પણ વિકરાળ આગનું કારણ બની શકે છે.. ખાસકારીને ફેક ન્યૂઝનું જોખમ વછૂ છે. તેના પર કાબૂ મેળવવા અને તેણે અટકાવવા માટે નવા IT નિયમોમાંનું એક હતું. જેનું પાલન ટ્વિટરે કર્યું નહીં.
  • તે આશ્ચર્યજનક છે કે ટ્વિટર જે પોતાને ફ્રી સ્પીચના વાહક તરીકે દર્શાવે છે. તે ગાઈડલાઇનનું પાલન કરવાની વાત પર જાણીજોઇને અવગણના કરે છે.
  • ચોંકાવનારી વાત તે છે કે ટ્વિટર દેશના કાયદાની ફરજિયાર પ્રક્રિયાને લાગુ કરવાનો ઇનકાર કરીને યુઝર્સની ફરિયાદોને દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે. ટ્વિટર ત્યારે મેનુપલેટેડ મીડિયા ટેગ જેવા ફ્લેગ કરવાની નીતિ પસંદ કરે છે.
  • ઉત્તરપ્રદેશમાં જે થયું, તે નકલી સમાચારો સામે લડવામાં ટ્વિટરની મનમરજીનું ઉદાહરણ છે. ટ્વિટર પોતાના ફેક્ટ્સ ચેક મેકેનીઝ્મ બાબતે કઈ વધુ ઉત્સાહી રહે છે. UP જેવા અંકે મામલામાં કાર્યવાહી કરવામાં ટ્વિટર નિષ્ફળ રહ્યું છે, જે ખોટી સૂચના સામે લાદવામાં તેની નિષ્ફળતાના પણ સંકેત આપે છે.
  • ભારતીય કંપનીઓ પછી ભલે તે ફાર્મા હોય કે IT અથવા અન્ય જે અમેરિકા કે આની વિદેશી દેશો સાથે બિઝનેસ કરવા જાય છે, તે ખુલ્લા માંથી સ્થાનિક કાયદાનું પાલન કરે છે. પછી ટ્વિટર જેવા પ્લેટફોર્મ પર ગેરવર્તન અને દૂરઉપયોગ થતો અટકાવવા માટે બનાવવામાં આવેલા કાયદાનું પાલન કરવામાં પછી પાણી કેમ કરી રહ્યા છે?
  • કાયદો અને શાસન ભારતીય સમાજનો આધાર સ્તંભ છે. અભિવ્યક્તિની આઝાદીની બંધારણીય ગેરંટી માટે ભારતની પ્રતિબદ્ધતાને G-7 સમિટમાં ફરીથી પુનરાવર્તન કરાયું છે. જો કે કોઈ વિદેશી સંસ્થા એવું માને છે કે ભારતમાં ફ્રી સ્પીચના વાહક તરીકે પોતાને રજૂ કરીને કાયદાનું પાલન કરવાથી બચી જશે, તો એવા પ્રયત્ન ખોટા છે.

ટ્વિટરને નિયમોનું પાલન ન કરવાનું પડ્યું ભારે
નવા IT નિયમોનું પાલન નહીં કરવાનું ટ્વિટરને ભારે પડ્યું છે. સરકારની તરફથી જાહેર કરવામાં આવેલા IT નિયમોને ટ્વિટરે હજી સુધી લાગુ કર્યા નથી, ત્યાર બાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. એટલે કે ટ્વિટર પર પણ હવે IPC હેઠળ કેસ દાખલ કરી શકાશે અને પોલીસ પૂછપરછ પણ કરી શકાશે.

3 પોઇન્ટમાં સમજો પ્રોટેકશન હટાવવાનો અર્થ

1. કેન્દ્ર સરકાર તરફથી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કલમ 79 હેઠળ સુરક્ષા ઉપલબ્ધ કરવવામાં આવી રહી છે. આ પ્રોટેકશન ટ્વિટરને પણ મળ્યું હતું. તેમાં કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ માટેસોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવો તે કંપનીની જવાબદારી નહોતી અને કોઈ પણ સંજોગોમાં કંપનીને પાર્ટી બનાવી શકાતી ન હતી.

2. નવા IT નિયમ હેઠળ સરકારે કહ્યું હતું કે સોશિયલ મીડિયા કંપની એક મહીનાની અંદર મુખ્ય અધિકારી (CCO)ની નિમણૂક કરે, જે યુઝર્સ ની ફરિયાદોનું નિવારણ કરશે. નિમણૂંક ન કરવા પર સરકારે કલમ 79 હેઠળ પ્રોટેકશન દૂર કરવાની પણ ચેતવણી આપી હતી. ત્યાર બાદ 15 જૂને ટ્વિટર સામે પ્રથમ FIR થઈ છે.

3. સરકારના નિર્ણય પછી ટ્વિટર હવે એકમાત્ર એવું યુએસનું પ્લેટફોર્મ છે કે જ્યાંથી આઇટી એક્ટની કલમ 79 હેઠળ આ કાનૂની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે, જ્યારે ગૂગલ, ફેસબુક, યુટ્યુબ, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ જેવા અન્ય પ્લેટફોર્મ પર હજી પણ આ સુરક્ષા છે.