• Gujarati News
  • National
  • Ravindra Jadeja Became A Fan Of 3 year old Childs Fabulous Batting, Called The Child To Meet Jamnagar

હોશંગાબાદ:3 વર્ષના ટેણિયાની તોફાની બેટિંગનો ફેન થયો રવિન્દ્ર જાડેજા, બાળકને જામનગર મળવા બોલાવ્યો

2 વર્ષ પહેલા

વીડિયો ડેસ્કઃ હોશંગાબાદના 3 વર્ષના બાળકનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં પૃથ્વીરાજ ચૌહાણ નામનો આ ટેણિયો તોફાની બેટિંગ કરી રહ્યો છે. આ વીડિયો ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ જોયો અને તેમણે પૃથ્વીરાજને મળવા માટે આમંત્રણ મોકલી દીધું છે. જોકે, અત્યારે કોરોનાને લીધે પૃથ્વીરાજ રવિન્દ્ર જાડેજાને મળવા જઈ શકશે નહીં. પણ, કોરોના મહામારી પછી પૃથ્વીરાજને તેના પિતા રવિન્દ્ર જાડેજા સાથે મળવા જામનગર લઈ જશે. મહત્ત્વનું છે કે, આટલી નાની ઉંમરમાં પૃથ્વીરાજ દરરોજ 5 કલાક પ્રેક્ટિસ કરે છે. પૃથ્વીને ક્રિકેટ એટલી પસંદ છે કે, તે કોઈ બીજા રમકડાંએ રમતો નથી. જ્યારે પણ બજાર જાય છે ત્યારે બેટ અને બોલ જ ખરીદે છે. પૃથ્વીરાજના પિતા નિલેશ ચૌહાણ તેમના છોકરાને ક્રિકેટર બનાવવાનું સપનું જોઈ રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...