• Gujarati News
  • National
  • Called Girls In Ratlam, Then Dropped TP; Explaining That There Was No Wrong Motive Behind The Killing

સાચો જવાબ ન આપી શકી તો ટીચરે તમાચા માર્યાં, VIDEO:રતલામમાં બાળકીઓને બોલાવી, પછી ટીપી નાંખી; ખુલાસો આપતાં કહ્યું- મારવા પાછળ ખોટી ભાવના ન હતી

જાવરા15 દિવસ પહેલા

મધ્યપ્રદેશના રતલામમાં પ્રાઈમરી સ્કૂલની વિદ્યાર્થિનીઓને ટીચરે ક્રૂરતાપૂર્વકી ટીપી નાંખી. ટીચરે વિદ્યાર્થિનીઓને ગણતરી કરવા બોલાવી, જ્યારે તે 35થી આગળનો આંકડો ન બોલી શકી તો ધડાધડ થપ્પડો ઝીંકી દીધી. પીડિત બંને વિદ્યાર્થિનીની ઉંમર 8 અને 9 વર્ષ છે. શિક્ષકની ક્રૂરતાનો વીડિયો સામે આવ્યો છે. ક્લાસમાં 12થી 15 વિદ્યાર્થિનીઓ જોવા મળે છે. વીડિયો વાયરલ થયા બાદ અધિકારી, ટીચર પર કાર્યવાહી કરવાની વાત કરી રહ્યાં છે. તો ટીચરનું કહેવું છે કે મેં જાણી જોઈને કે કોઈ બદલાની ભાવનાથી માર નથી માર્યો.

કન્યા વિદ્યાલયના શિક્ષકે માર માર્યો
સામે આવેલા વીડિયોમાંથી એક વીડિયો 57 અને બીજો 32 સેકન્ડનો છે. પિપલોદાના BEO શક્તિસિંહ પરિહાર અને BRC વિનોદ શર્માએ તપાસ શરૂ કરી દીધી છે. પ્રારંભિક તપાસમાં ખ્યાલ આવ્યો કે માર મારનાર ટીચર જાવરા નજીક આવેલા મામટખેડાની પ્રાથમિક વિદ્યાલયનો જેકે મોગરા છે. SDM હિમાંશુ પ્રજાપતિએ જણાવ્યું, વીડિયો ક્યારનો છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. તપાસ રિપોર્ટ આવ્યા પછી ટીચર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

35થી આગળ ગણતાં ન આવડ્યું એટલે મારીઃ વિદ્યાર્થિની
વિદ્યાર્થિની મહિમા અને શિવાંશીએ તપાસ કરવા આવેલા BEOને જણાવ્યું કે 35થી આગળ ગણતાં ન આવડ્યું એટલે ટીચરે મારી. મહિમાના પિતા રામેશ્વર માલવીયએ જણાવ્યું કે અમને પછીથી ખબર પડી કે સરે આ રીતે મારી છે. ભણે નહીં તો ડરાવવું બરોબર છે, પરંતુ આ રીતે મારવી ખોટી વાત છે. અમે પણ આ અંગે ફરિયાદ કરીશું.

સોમવારે આપશે તપાસ રિપોર્ટ
પિપલૌદા BEO શક્તિસિંહ ડોડિયાએ કહ્યું કે બાળકીઓ અને સ્ટાફના નિવેદન લઈને રિપોર્ટ તૈયાર કરી રહ્યાં છીએ. સોમવારે વરિષ્ઠ અધિકારીઓ અને SDMને રિપોર્ટ મોકલીશું, જે બાદ આગળની કાર્યવાહી થશે.

અન્ય સમાચારો પણ છે...