તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લદ્દાખમાં તણાવ:સેનાને પીછેહટ કરાવવા માટે ચાલી રહેલી વાતચીત વચ્ચે LAC પર ઝડપથી રડાર લગાવી રહ્યું છે ચીન

11 દિવસ પહેલા
ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં મે મહિનાથી તણાવ જોવા મળી રહ્યો છે (ફાઈલ ફોટો)

6 મહિનાથી વધુ સમયમાં સરહત પર ચાલી રહેલા વિવાદના ઉકલે માટે ભારત અને ચીન વાતચીત કરી રહ્યું છે. આ વચ્ચે સમાચાર આવ્યાં છે કે ચીન 3,488 કિલોમીટર લાંબા લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ઝડપથી રડાર લગાડવામાં વ્યસ્ત છે. ભારત અને ચીન વચ્ચે પૂર્વી લદ્દાખમાં મે મહિનાથી તણાવ જોવા મળી રહ્યો છે. બંને દેશ આ વિવાદને ઉકેલવા માટે મિલિટ્રી અને ડિપ્લોમેટ લેવલ પર મીટિંગ કરી રહ્યું છે.

બંને દેશની સેના વચ્ચે કોર કમાન્ડર લેવલ પર કુલ આઠ વખત વાતચીત થઈ ગઈ છે. નવમા તબક્કાની વાતચીત પણ ટૂંક સમયમાં જ થવાની છે. બંને દેશો વચ્ચે આ વાતચીત ફોરવર્ડ એરિયાથી પોતાના સૈનિકોને હટાવવાની અને શાંતિ કાયમ રાખવાને લઈને થઈ રહી છે.

સરહદ પર ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરી રહ્યું છે ચીન
ચીનના આક્રમક વલણને પગલે બુનિયાદી માળખું તૈયાર કરવા ઉપરાંત લદ્દાખથી સિક્કિમ સુધી રડાર લગાવવાનું શરૂ કરી દીધું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ યેચેંગમાં એક ઈમારત અને એક વોચ ટાવર બનાવ્યા હોવાની સુચના મળી છે. અહીં રડારની સંખ્યા પણ ત્રણથી વધીને ચાર થઈ ગઈ છે.

સિક્કિમ અને ભૂતાનની પાસે લગાવ્યા રડાર
સિક્કિમની પાસે પાલી અને ફારી ક્યારેંગ લામાં પણ રડાર લગાડવામાં આવ્યા છે. રડારવાળી જગ્યા ક્યારંગ લાથી બે કિલોમીટર પશ્ચિમમાં છે. અહીં ચાર રડાર લગાડવામાં આવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, ભૂતાનની પાસે યેમદ્રોક ત્સોમાં બુનિયાદી માળખું તૈયાર કરવામાં આવી રહ્યું છે. ત્સોનાના ઉત્તર-પૂર્વમાં લગભગ છ કિલોમીટરના અંતરે કુઓના ઈલેક્ટ્રોનિક વોરફેર સ્ટેશન છે. આ સાઈટમાં ત્રણ રેડોમ્સ, ત્રણ રડાર અને પાંચ સપોર્ટ બિલ્ડિંગ બનાવવામાં આવી છે. ત્સોના ડીઝ હેલી બેઝના 2.6 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં પેટ્રોલિંગની સુવિધામાં બુનિયાદી માળખું તૈયાર કરાયું છે.

ભારતની બાજ નજર
સૂત્રોએ જણાવ્યું કે એક રેડોમ સાઈટ કેચેન ત્સોથી છ કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં છે. ક્યોમો ડીઝ રડાર સાઈટ પર એક બે માળની ઈમારત, એક કંટ્રોલ રૂમ અને એક નાનકડી બિલ્ડિંગ છે. આ તમામ એક દીવાલથી ઘેરાયેલી છે. અહીં JY-24 રડાર લગાડવામાં આવ્યા છે.

આ ઉપરાંત ચીન નિયંત્રણ રેખાની સાથે આક્રમક રીતે બુનિયાદી માળખું તૈયાર કરી રહ્યાં છે. વિવાદિત કારકોરમ વેલી અને રેચિન લાની પાસે પણ ચીન નિર્માણ કરી રહ્યું છે. જો કે ભારત ચીન તરફથી સરહદ પર ચાલી રહેલી એક્ટિવિટી પર બાજ નજર રાખી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો