તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Seeing A 25 year old Nurse Alone In A Night Shift, The Doctor's Teeth Deteriorated, And He Was Forcibly Taken To The Chamber.

નશામાં ડોક્ટરે નર્સ પર રેપ કર્યો:નાઈટ શિફ્ટમાં 25 વર્ષની નર્સને એકલી જોઈને ડોક્ટરની દાનત બગડી, જબરજસ્તીથી ચેમ્બરમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું

નવી દિલ્હી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ આરોપીને પકડવા પહોંચે તે પહેલા જ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો

રાજસ્થાનના જયપુરમાં સુભાષ નગર શોપિંગ સેન્ટર સ્થિત મૈક્સિમા હોસ્પિટલમાં કામ કરનારી 25 વર્ષની નર્સ પર દુષ્કર્મનો કરવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. ઘટના 6 જૂન રાતના 12 વાગ્યા પછીની હોવાનું કહેવાઈ રહ્યું છે. વહેલી સવારે 4.30 વાગ્યા સુધીમાં પીડિતા પરિવારના સભ્યો અને હોસ્પિટલ મેનેજમેન્ટ સુધી મામલો પહોંચ્યો છે. તે પછી પીડિતાએ 7 જૂને મોડી રાતે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો છે. ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસ આરોપીને પકડવા પહોંચે તે પહેલા જ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, ઝોટવાડ વિસ્તારમાં રહેતી 25 વર્ષની પીડિતા શાસ્ત્રીનગર સ્થિત સુભાષ નગર શોપિંગ સેન્ટરમાં આવેલી મૈક્સિમા હોસ્પિટલમાં લગભગ દોઢ મહિનાથી જોબ કરી રહી હતી. તે હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. આ જ હોસ્પિટલમાં દુષ્કર્મનો આરોપી મુરારી પણ છેલ્લ દોઢ વર્ષથી જોબ કરતો હતો. પીડિતાએ તેના નિવેદન અને એફઆઈઆરમાં જણાવ્યું છે કે મુરારી પણ હોસ્પિટલમાં ડોક્ટર છે. જ્યારે હોસ્પિટલનું કહેવું છે કે મુરારી નર્સિંગ સુપરવાઈઝર હતો. હોસ્પિટલમાં સ્ટાફની ડ્યુટી ગોઠવવી અને મોટાભાગનું મેનેજમેન્ટ કામ મુરારી જ કરતો હતો. હવે સવાલ એ છે કે નર્સ કહી રહી છે કે ડોક્ટરે રેપ કર્યો. જ્યારે હોસ્પિટલે આ વાતનો ઈન્કાર કર્યો છે. શું નર્સ સુપરવાઈઝરને જાણતી ન હતી.

પીડિતાનો આરોપ- રાતે 12 વાગ્યે એકલી જોઈને કર્યું દુષ્કર્મ
પીડિતાનો આરોપ છે કે 6 જૂને રાતે 12 વાગ્યે તે ડીલ્કસ વોર્ડમાં ડ્યુટી પર હતી. ત્યારે મોડી રાતે મુરારી આવ્યો. એમ કહેવાઈ રહ્યું છે કે ત્યારે તે દારૂના નશામાં હતો. પીડિતાને એકલી જોઈને નશામાં રહેલા મુરારીની નિયત બગડી. પીડિતાનો આરોપ છે કે મુરારીએ તેને બહાનુ કાઢીને વોર્ડની બહાર બોલાવી. પછી તેને પ્રથમ માળ પર સ્થિત એક ડોક્ટરની ચેમ્બરમાં લાવવામાં આવ્યો. જ્યાં તેણે જબરજસ્તીથી નર્સ યુવતીની સાથે દુષ્કર્મ કર્યું. આ પહેલા પણ ડ્યુટી દરમિયાન આરોપી મુરારીએ પીડિતાને હારન કરી ચૂક્યો હતો. વિરોધ કરવા પર પીડિત નર્સની સાથે મારપીટ પણ કરી હતી.

રાતે દોઢ વાગ્યા પછી સ્ટાફને આ વાતનો ખ્યાલ આવ્યો, સવારે 4 વાગ્યે પરિવારના સભ્યોને માહિતી આપી
પ્રાપ્ત માહિતી મુજબ મોડી રાતે લગભગ દોઢ-બે વાગ્યે હોસ્પિટલનો જ એક કર્મચારી પ્રથમ માળે આવેલી ડોક્ટરની ચેમ્બરમાં પહોંચ્યો. ત્યારે તેણે પીડિતા અને આરોપી મુરારીને વાધાજનક સ્થિતિમાં જોયા.

પછીથી પીડિતાને પોતાની સાથે બીજા રૂમમાં લઈ ગયો. તે પછી સવારે 4 વાગ્યે પીડિતાએ પરિવારના સભ્યોને આ સમગ્ર ઘટનાની જાણ કરી. ઘટના પછી પીડિતા બપોરે શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી. ત્યાં સમગ્ર ઘટનાની વિગત સાથે કેસ નોંધવામાં આવ્યો. પોલીસ ટીમ આરોપી ડોક્ટરની પુછપરછ માટે હોસ્પિટલમાં પહોંચી. જોકે તે ત્યાંથી પકડાયો ન હતો. પોલીસે પીડિતાનું નિવેદન નોંધીને તેનુ મેડિકલ કરાવ્યું છે.

રાતે 12 વાગ્યે પાંચમાં માળે પીધો હતો દારૂ
પ્રાપ્ત માહિતી મુજબ ઘટનાની રાતે જ મુરારીએ સહકર્મચારી સાથે હોસ્પિટલના પાંચમાં માળે દારૂ પીધો હતો. તે પછી તે નીચે ગયો. કેટલોક સ્ટાફ ઘરે ચાલ્યો ગયો અને બાકીનો ડ્યુટી પર આવી ગયો. તે પછી મુરારીએ દુષ્કર્મ આચર્યું.