તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • An 18 year old Girl Was Having A Drunken Party When A Friend Raped Her On The Pretext Of Visiting Pushkar.

દોસ્તીમાં દગો:પુષ્કર ફરવાના બહાને જયપુરની વિદ્યાર્થીની પર દોસ્તે કર્યો રેપ, દારૂની પાર્ટી કરી રહી હતી 18 વર્ષની છોકરી; બહેનપણીની સાથે મળીને બનાવ્યો વીડિયો

જયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવકોએ વિદ્યાર્થીનીની બહેનપણીના મોબાઈલ ફોનથી વાધાજનક વીડિયો બનાવીને પીડિતાને બ્લેકમેલ પણ કરી હતી

દોસ્તની સાથે પુષ્કર શહેરમાં ફરવા ગયેલી જયપુરની 18 વર્ષની એક વિદ્યાર્થીનીની સાથે પાર્ટી કરી રહેલા યુવકોએ તેની પર રેપ કર્યો. યુવકોએ વિદ્યાર્થીનીની બહેનપણીના મોબાઈલ ફોનથી વાધાજનક વીડિયો બનાવીને પીડિતાને બ્લેકમેલ પણ કરી. આ ઘટના 23 જૂનની રાતની હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટના પછી પીડિતાએ જયપુર પહોંચીને મુરલીપુરા પોલીસ સ્ટેશનમાં એક યુવતી સહિત બે યુવકોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દુષ્કર્મ અને IT એક્ટ અંતર્ગત કેસ નોંધીને પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ મામલાની તપાસ કરી રહ્યાં છે.

રિપોર્ટમાં પીડિતાએ જણાવ્યું કે તે 23 જૂને પોતાની બહેનપણી અને એક દોસ્તની સાથે ફરવા માટે પુષ્કર શહેરમાં ગઈ હતી. ત્યાં એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા. ત્યારે રાતના 1 વાગ્યે ધ્રુવ નામનો એક છોકરો પણ આવી ગયો. તે પછી પીડિતા તેની બહેનપણી અને બંને યુવકોએ મળીને દારૂની પાર્ટી કરી. દારૂની પાર્ટીમાં પીડિતાને નશો થવા લાગ્યો. પછીથી તેણે દારૂ પીવાનું બંધ કરી દીધું. જોકે તેમ છતાં તેને મિત્રોએ જબરજસ્તીથી દારૂ પીવડાવ્યો. તે પછી મોડીરાતે જ્યારે યુવતી ભાનમાં આવી તો તેના શરીર પર કપડા ન હતા.

અશ્વીલ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ
પીડિતાનો આરોપ છે કે રૂમમાં હાજર તેની બહેનપણીના મોબાઈલ ફોનથી ધ્રુવ વાધાજનક વીડિયો બનાવી રહ્યો હતો. બહેનપણી અને બીજો દોસ્ત ત્યાં જ હાજર હતા. પીડિતાએ આ અંગે વાધો વ્યક્ત કરતા, તેની બહેનપણીએ તેનો હાથ પકડી લીધો હતો. તે પછી ધ્રુવે ફરીથી અશ્લીલ હરકત કરવાનું શરૂ કર્યું. ઝધડો વધવા પર ધ્રુવે પીડિતાને ધક્કો મારીને પાડી દીધી. તે પછીથી તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું.

ત્યારે ધ્રુવે પીડિતાને તેનો જુનો અશ્લીલ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપીને સુવા માટે દબાણ કર્યું. આ દરમિયાન રૂમમાં બબાલ વધતા ગેસ્ટ હાઉસના સંચાલકે ચારે યુવક-યુવતીને બહાર કાઢ્યા. તે પછી તેઓ જયપુર આવી ગયા. બાદમાં 25 જૂનની રાતે પીડિતાએ મુરલીપુરા પોલીસ સ્ટેશનમાં પહોંચીને કેસ નોંધાવ્યો.