કંપનીની જેમ ગેંગ ચલાવી રહ્યો છે લૉરેન્સ બિશ્નોઈ:કેનેડા-ઓસ્ટ્રિયાથી ખંડણી માટેના ફોન; મર્ડરનો ઓર્ડર દુબઈથી, ઈન્વેસ્ટમેન્ટ બ્રિટન સુધી

જલંધર21 દિવસ પહેલાલેખક: નરિન્દ્ર શર્મા

પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંડીગઢ અને દિલ્હીમાં ખંડણી, હત્યા, ડ્રગ અને હથિયારોનું નેટવર્ક ચલાવનાર કુખ્યાત લૉરેન્સ બિશ્નોઈ બિશ્નોઈ ગેંગ દેશની સૌથી સુરક્ષિત ગણાતી તિહાડ જેલમાંથી ચલાવે છે. અહીંથી પોતાની ટોળકીને સંપત નેહરાને માહિતી આપી લૉરેન્સ ટાર્ગેટનું નામ જણાવે છે. ઓસ્ટ્રિયામાં બેઠેલો તેનો ભાઈ અનમોલ અને કેનેડામાં બેઠેલો સાથે સતિન્દ્ર સિંહ, ગોલ્ડી બરાડ ખંડણી માટે ફોન કરે છે.

રુપિયા ન મળતા દુબઈમાં બેઠેલો સચિન થાપન ઉર્ફે બિશ્નોઈ શૂટર મોકલીને હત્યા અને ફાયરિંગ કરાવે છે. તે માટે હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં ટોળકીના 70 શૂટર છે. ખંડણીમાંથી રૂપિયાનો થોડોક ભાગ ચિતૌડગઢમાં અફીણના વેપાર, રાજસ્થાન અને ચંડીગઢના શરાબના વ્યવસાયમાં જ્યારે એક ભાગ હવાલાની મદદથી બ્રિટન મોકલવામાં આવે છે. બ્રિટનમાં લૉરેન્સનો સાથી મોન્ટી આ પૈસાનું રોકાણ કરે છે. મોન્ટી ઈટાલીના ડ્રગ માફિયાઓ સાથે પણ જોડાયેલો છે.

રાજસ્થાન, હરિયાણા તેમજ પંજાબના શૂટર્સની કુંડળી

  • હરિયાણાનો નિવાસી રોહિત ખોડ હરિયાણા તેમજ દિલ્હીમાં વસૂલી કરાવે છે.
  • રાજસ્થાનના બીકાનેરમાં રોહિત ગોદારા, ગંગાનગરમાં આશિષ બિશ્નોઇ અને જેક, ુ તેમજ તેનો સાથી ખંડણીના નેટવર્કમાં સંડોવાયેલા છે.
  • પંજાબના અબોહરનો રહેવાસી સચિન દુબઇમાં છે. તે મર્ડર માટે ગેંગ ઓપરેટ કરે છે. શૂટર્સને મર્ડરના ઓર્ડર આપે છે.

ખંડણીનો પૈસો અફીણ અને દારૂના ધંધામાં લગાડે છે

  • ગેંગને ખંડણીથી મોટા પાયે પૈસા મળે છે. તેની વસૂલી હરિયાણા, પંજાબ, ચંડીગઢ, રાજસ્થાન અને દિલ્હીમાં થાય છે.
  • વસૂલી કરવા માટે બિઝનેસમેન, મ્યૂઝિક-ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી જોડાયેલા લોકો અને કબડ્ડી ખેલાડીઓને પણ નિશાન બનાવાય છે.
  • લૉરેન્સે 7 વર્ષમાં ડ્રગ્સનું ઇન્ટરનેશનલ નેટવર્ક પણ બનાવ્યું છે. મેક્સિકોમાં ડ્રગ તસ્કરોનું પણ નેટવર્ક ધરાવે છે.

12 વર્ષ પહેલા થઇ હતી પહેલી FIR
અબોહરના પોલીસ સ્ટેશન બહાવવાલામાં દૂતરવાલી રહેવાસી લૉરેન્સ બિશ્નોઇ પર 2010માં ચૂંટણી દરમિયાન ફાયરિંગના આરોપમાં પહેલી FIR દાખલ કરાઇ હતી. ત્યારે તે 19 વર્ષનો હતો.

અન્ય સમાચારો પણ છે...