ભારતની એક પ્રાથમિક સ્કૂલમાં છોકરીઓને અભ્યાસમાં પ્રોત્સાહન આપવા અને તેમને ટેક્નોલોજી સાથે જોડવાના પ્રયત્નોને કારણે મહારાષ્ટ્રના એક ગ્રામીણ શિક્ષકને ગ્લોબલ ટીચર પ્રાઈઝનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. 32 વર્ષના વિજેતા રંજિત સિંહ દિસાલેને એ માટે 10 લાખ ડોલર (7 કરોડ 38 લાખ)નું ઈનામ આપવામાં આવ્યું છે. દિસાલેએ હવે આ રકમની અડધી રકમનું દાન કરી દેવાનો વિચાર કર્યો છે. લંડનના વારકે ફાઉન્ડેશને અસાધારણ શિક્ષકને તેમના બેસ્ટ યોગદાન માટે 2014થી પુરસ્કાર આપવાની શરૂઆત કરી છે.
પોતાના સહયોગી શિક્ષકોને આપશે પુરસ્કારની અડધી રકમ
દિસાલેએ જાહેરાત કરી છે કે તેઓ પુરસ્કારની અડઘી રકમ પોતાના સહયોગી શિક્ષકોને તેમના બેસ્ટ સપોર્ટ માટે આપશે. તેમણે કહ્યું છે કે કોવિડ-19 મહામારીએ શિક્ષણ અને સંબંધિત ગ્રુપોને ઘણી મુશ્કેલીમાં લાવી દીધા છે, પરંતુ આ મુશ્કેલ સમયમાં શિક્ષકોએ નક્કી કરી લેવું જોઈએ કે તેઓ તેમનું શ્રેષ્ઠ યોગદાન આપશે અને દરેક વિદ્યાર્થીને સારું શિક્ષણ મળવું જોઈએ.
સન્માન મળ્યા પછી શું કહ્યું રંજિતે
તેમણે કહ્યું, શિક્ષણ હંમેશાં પરિવર્તન લાવનાર હોય છે, જે ચોક અને પડકારોને ભેગા કરીને વિદ્યાર્થીઓનું જીવન બદલી શકે છે. તેઓ હંમેશાં આપવા અને શેર કરવામાં વિશ્વાસ રાખે છે અને તેથી મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે મને મળેલા પુરસ્કારની અડધી રકમ હું મારા સહયોગી શિક્ષકોમાં તેમના બેસ્ટ સપોર્ટ માટે વહેંચીશ. મારું માનવું છે કે સાથે મળીને અમે દુનિયા બદલી શકીએ છીએ, કેમ કે બધાનું શેરિંગ સતત વધી રહ્યું છે.
પુરસ્કારના સંસ્થાપકે જણાવ્યું, કેમ રંજિતને આપવામાં આવ્યું આ સન્માન
પુરસ્કારના સંસ્થાપક અને પરમાર્થવાદી સન્ની વારકેએ જણાવ્યું હતું કે પુરસ્કારની રકમ પણ સહયોગી શિક્ષકોમાં વહેંચીને તમે દુનિયાને આપવાનું મહત્ત્વ સમજાવ્યું છે. આ પહેલના ભાગીદાર યુનેસ્કોમાં સહાયક શિક્ષા નિર્દેશક સ્ટેફાનિયા ગિયાનિનીએ જણાવ્યું હતું કે રંજિત સિંહ જેવા શિક્ષકો જળવાયુ પરિવર્તન રોકશે અને શાંતિપૂર્ણ તથા ન્યાયપૂર્ણ સમાજ બનાવશે. રંજિત સિંહ જેવા શિક્ષકો અસમાનતા દૂર કરશે અને આર્થિક વૃદ્ધિ તરફ સમાજને લઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.