રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ગુરુવારે લગ્નના બંધનમાં બંધાયાં. બોલિવૂડના ઈતિહાસમાં (1955થી 2022) હીરો-હિરોઈને લગ્ન કર્યા હોય એવું આ 25મું દંપતી છે. 39 વર્ષીય રણબીર અને 29 વર્ષીય આલિયાની ઉંમરમાં 10 વર્ષનું અંતર છે.
આ પહેલાં પણ આવાં પાંચ દંપતીની ઉંમરમાં દસ વર્ષ કે તેથી વધુ ઉંમરનો તફાવત જોવા મળ્યો છે. તેમાંથી એક છે સૈફ અલી-અમૃતા સિંહ, જેમના છૂટછેડા થયા. આ ઉપરાંત રાજેશ ખન્ના-ડિમ્પલ કાપડિયા અને ધર્મેન્દ્ર-હેમામાલિની, જે અલગ રહ્યાં, જ્યારે દિલીપકુમાર-સાયરાબાનો અને સૈફ અલી-કરીના કપૂરનાં લગ્ન સફળ રહ્યાં.
25 હીરો-હીરોઈન દંપતીમાંથી ફક્ત 3ના છૂટાછેડા
લગ્નમંડપમાં જ આલિયા-રણબીરનું લિપલોક! લગ્ન પછીની પ્રથમ તસવીરો જોવા માટે અહીં ક્લિક કરો
સંશોધનઃ ઉંમરમાં 0-3 વર્ષનું અંતર સૌથી ઉત્તમ: જે દંપતીની ઉંમરમાં 0થી 3 વર્ષ સુધીનું અંતર હોય છે તે વધુ સુખી અને સંતુષ્ટ હોય છે. ઉંમરમાં ચાર-પાંચ વર્ષનું અંતર ધરાવતા દંપતીનું જીવન સ્થિર હોય છે, જ્યારે ઉંમરમાં 8-10 વર્ષ કે તેથી વધુનું અંતર હોય તો ઝઘડા-તણાવ વધે છે (જનરલ ઓફ પોપ્યુલેશન ઈકોનોમિક્સનું સંશોધન).
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.