તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Business
  • Malvinder's Wife Files Complaint After Shivender, Alleging Fraud Of Rs 204 Crore In The Name Of Bail

રેનબેક્સી બ્રધર્સની પત્નીઓ સાથે છેતરપિંડી:જામીન અપાવવાના નામે 204 કરોડની ઠગાઈનો આરોપ, શિવેંદર પછી મલવિંદરની પત્નીએ ફરિયાદ નોંધાવી

નવી દિલ્હી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સુકેશના બે ગુંડાઓ તિહાડ જેલની બહાર શિવેંદરની પત્ની પાસેથી પૈસા લેતા હતા
  • શિવેંદર અને મલવિંદર સિંહે 1996માં ફોર્ટિસ હેલ્થકેરની શરૂઆત કરી હતી

રેનબેક્સીના પૂર્વ પ્રમોટર્સ મલવિંદર સિંહ અને શિવેંદર સિંહને જામીન અપાવવા અને જેલમાં સુરક્ષાના નામ પર તેમની પત્ની સાથે ઠગાઈ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. એક દલાલે તેમની સાથે 204 કરોડ રૂપિયાની ઠગાઈ કરી છે. બંને પૂર્વ પ્રમોટર્સની પત્નીઓએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.

આ મામલામાં શિવેંદર સિંહની પત્ની અદિતિ સિંહે પહેલા ફરિયાદ નોંધાવી હતી. હવે મલવિંદરની પત્ની જપના સિંહની ફરિયાદ પર પોલીસે FIR નોંધી છે. દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ રોહિણી જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર સિંહની વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત ષડયંત્રનો કેસ નોંધ્યો છે.

શિવેંદરની પત્ની સાથે પણ 200 કરોડની ઠગાઈ કરવાનો આરોપ
મલવિંદરની પત્નીએ તેની ફરિયાદમાં કહ્યું છે કે તેની સાથે પણ લગભગ ચાર કરોડ રૂપિયાની ઠગાઈ જામીનના નામે કરવામાં આવી છે. આ પહેલા શિવેંદરની પત્નીએ જામીનના નામે 200 કરોડની ઠગાઈ થવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલામાં આરોપી સુકેશની પુછપરછ કરવામાં આવી રહી છે.

સુકેશના ગુંડાઓ શિવેંદરની પત્ની પાસેથી પૈસા લેતા હતા
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી સુકેશે પોતાની ઓળખ સિનિયર બ્યુરોક્રેટ તરીકે આપી હતી અને કહ્યું હતું કે તેમની વિરુદ્ધના બનાવટ કરવાના કેસને પતાવી દેશે. આ રીતે લાલચ આપીને તેમની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા. સુકેશના બે ગુડાઓ તિહાડ જેલની બહાર શિવેંદરની પત્ની પાસેથી પૈસા લેતા હતા. પત્નીને જ્યારે લાગ્યું કે તે પૈસા લઈ રહ્યાં છે પરંતુ કામ કરતા નથી, ત્યારે તેમણે આ અંગેની ફરિયાદ સ્પેશિયલ સેલમાં કરી.

રેનબેક્સીના વેચાણ દરમિયાન ફેક્ટ્સ છુપાવવાનો આરોપ
મલવિંદર સિંહ અને શિવેંદર સિંહે 2008માં રેનબેક્સીને દાઈચી સાંક્યોને વેચી હતી. પછીથી સન ફાર્માસ્યુટિકલ્સે દાઈચી પાસેથી 3.2 અબજ ડોલરમાં રેનબેક્સીને ખરીદી લીધી હતી. જાપાનની દવા નિર્માતાનો આરોપ છે કે સિંહ બંધુઓએ રેનબેક્સીના વેચાણ સમયે કેટલીક ફેક્ટ છુપાવી હતી.

100 સૌથી અમીર ભારતીયોના લિસ્ટમાં બંને ભાઈઓ સામેલ હતા
વર્ષ 2016માં બંને ભાઈઓએ ફોર્બ્સના 100 સૌથી અમીર ભારતીયોના લિસ્ટમાં 92માં નંબર પર સ્થાન મેળવ્યું હતું. તે સમયે બંનેની સંપત્તિ 8,864 કરોડ રૂપિયા હતી. શિવેંદર અને મલવિંદર સિંહે 1996માં ફોર્ટિસ હેલ્થકેરની શરૂઆત કરી હતી. ફેબ્રુઆરી 2018 સુધી મલવિંદર ફોર્ટિસના એક્ઝિક્યુટિવ ચેરમેન અને શિવેંદર નોન-એક્ઝીક્યૂટિવ વાઈસ ચેરમેન હતા.

અન્ય સમાચારો પણ છે...