ઉત્તર પ્રદેશના મેરઠમાં એક વિદ્યાર્થિનીની બદમાશો સાથે અથડામણ થઈ હતી. બાઈક પર આવેલા બે બદમાશો વિદ્યાર્થિની દાદીના કાનની બુટ્ટી લૂંટીને નાસી રહ્યા હતા. વિદ્યાર્થીની રિયાએ બદમાશોને બાઈક પરથી ખેંચીને રોડ પર ફેંકી દીધા હતા. આ પછી તેણે બન્ને બદમાશો સાથે મારામારી કરી હતી. જોકે, તેઓ કાનની બુટ્ટી લઈને નાસી જવામાં સફળ રહ્યા હતા.
જોકે, ઘટનાના 6 કલાકમાં જ બન્ને બદમાશો પોલીસ એન્કાઉન્ટરમાં ઝડપાઈ ગયા હતા. બન્નેને પગમાં ગોળી વાગી હતી.
દાદી અને પૌત્રીએ બૂમાબૂમ કરી, પણ કોઈ મદદે ના આવ્યું
આ ઘટના મેરઠના લાલકુર્તી પોલીસ સ્ટેશન વિસ્તારના મૈદા વિસ્તારની છે. અહીં વરુણ અગ્રવાલ તેના પરિવાર સાથે રહે છે. શનિવારે મોદી નગરમાં રહેતા પાલી વરુણનાં માતા સંતોષદેવી (80) તેમની પૌત્રી રિયા સાથે બજારમાં જઈ રહ્યાં હતાં. ત્યારે પાછળથી આવેલા બે બાઈક સવાર બદમાશોએ દાદીના કાનની બુટ્ટી ખેંચી લીધી હતી.
આ પછી પૌત્રી રિયાએ ચપળતા બતાવતાં બદમાશોને બાઈક પરથી ખેંચીને નીચે ઉતારી દીધા હતા. બન્ને બદમાશો બાઈક સાથે રોડ પર પડ્યા હતા. દાદી અને પૌત્રી બદમાશો સાથે લડતાં રહ્યાં, પરંતુ તે વિસ્તારમાં મદદ કરવા માટે કોઈ ઘરની બહાર નહોતું આવ્યું. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
બૂચરી રોડ પર બદમાશો અને પોલીસનો આમનો-સામનો થયો હતો
આ ઘટના શનિવારે સાંજે 4.55 કલાકે બની હતી. 6 વાગ્યા સુધીમાં રિયાનો બદમાશોનો સામનો કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યો હતો. વીડિયોની નોંધ લેતાં પોલીસે 6 કલાકમાં બન્ને બદમાશોને પકડી લીધા હતા. મોડી રાત્રે લગભગ 12 વાગે બૂચરી રોડ પર લાલકુર્તી પોલીસની બદમાશો સાથે અથડામણ થઈ હતી. પોલીસને જોઈને બદમાશોએ ગોળીબાર કર્યો અને ભાગવાનો પ્રયત્નો કર્યો હતો. ક્રોસ ફાયરિંગમાં પોલીસ ગોળીબારના કારણે બન્ને બદમાશો સચિન અને શિવમ સોની ઘાયલ થયા હતા.
બન્ને બદમાશોને પગમાં ગોળી વાગી હતી
એન્કાઉન્ટરની માહિતી મળતાં જ સીઓ કેન્ટ રૂપાલી રાય સહિત તમામ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. SP સિટી પીયૂષ કુમારે જણાવ્યું હતું કે, કાનની બુટ્ટીની લૂંટ કરનાર બન્ને બદમાશોની ઓળખ સચિન અને શિવમ સોની તરીકે થઈ છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એન્કાઉન્ટરમાં બન્ને બદમાશોને પગમાં ગોળી વાગી હતી. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
બદમાશો કાનની બુટ્ટી છીનવીને ફરાર થઈ ગયા હતા
વિદ્યાર્થિની રિયા અગ્રવાલે જણાવ્યું હતું કે તે શનિવારે સાંજે 5 વાગે દાદી સાથે મોદી નગરથી ઘરે પરત ફરી રહી હતી. રસ્તામાં પાછળથી બે બાઈક સવારો આવ્યા હતા. એક જણ બાઇક પર બેઠો હતો. બીજો એક તેની નજીક ગયો હતો, અને કાનની બુટ્ટી છીનવીને ભાગવા લાગ્યો હતો. આ દરમિયાન તેની ઝપાઝપી થઈ હતી. જે બાદ બદમાશો કાનની બુટ્ટી લઈને ભાગી ગયા હતા.
12 વર્ષ પહેલાં પિતાનું અવસાન થયું હતું
રિયાની દાદી સંતોષ દેવીએ કહ્યું હતું કે ઘરમાં કોઈ પુરુષ નથી. રિયા બધી જવાબદારી સંભાળે છે. તેના પિતાનું 12 વર્ષ પહેલાં અવસાન થયું છે. આવી સ્થિતિમાં પણ રિયા ખૂબ જ હિંમતવાન છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.