ઝગમગ અયોધ્યા:દિવાળી પર રામનગરી 2 કરોડ બલ્બ, 6 લાખ દીવાથી ઝળહળી ઊઠશે, તોરણદ્વાર પણ લાગ્યાં

અયોધ્યાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
તસવીર રામ કી પૈડીની છે. અયોધ્યાનાં તમામ 24 ઘાટ પર લોકો દીવા પ્રગટાવશે. - Divya Bhaskar
તસવીર રામ કી પૈડીની છે. અયોધ્યાનાં તમામ 24 ઘાટ પર લોકો દીવા પ્રગટાવશે.

રામનગરી અયોધ્યામાં દીપોત્સવની તૈયારીઓ જોરશોરથી શરૂ થઇ ગઇ છે. અયોધ્યામાં પ્રવેશના માર્ગોને તોરણદ્વાર અને ખૂબસૂરત રોશનીથી સજાવાઇ રહ્યા છે. અયોધ્યા નગર નિગમ 10 હજાર મી. (10 કિ.મી.)ની લંબાઇ જેટલી લાંબી એલઇડી સિરઝ લગાવાઇ રહી છે.

રામ કી પૈડીથી લઇને આખા નગરમાં 2 કરોડથી વધુ નાના-મોટા બલ્બ પણ રોશની ફેલાવશે. રામનગરીના મુખ્ય પ્રવેશદ્વારથી એક કિ.મી. સુધીમાં રોશનીથી ઝળહળતા 24 દ્વાર લગાવાઇ રહ્યા છે. તદુપરાંત, તમામ 24 ઘાટ પર 10 હજાર વોલન્ટિયર 6 લાખથી વધુ દીવા પ્રગટાવશે. આ આખા કાર્યક્રમનું ડ્રોનથી મેપિંગ કરાશે.

જોકે, મોટાભાગના કાર્યક્રમો વર્ચ્યુઅલ હશે. દિવાળીની બપોરે 3 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી ચાલનારા બધા કાર્યક્રમોમાં એકરૂપતા દેખાય તે માટે મુખ્ય કાર્યક્રમ સ્થળોના બેકગ્રાઉન્ડ એકસરખા રંગના હશે. તિલકોત્સવ, રાજતિલક, સરયૂ આરતી દરમિયાન બ્રાહ્મણો મંત્રોચ્ચાર કરશે ત્યારે આખી અયોધ્યા નગરીમાં માત્ર તે ધુન જ સંભળાશે.

અન્ય સમાચારો પણ છે...