105 વર્ષનાં પરદાદીનો નવો નેશનલ રેકોર્ડ:'ઉડનપરી'ની જેમ દોડ્યાં હરિયાણાનાં રામબાઈ, 45.40 સેકન્ડમાં પૂરી કરી 100 મીટરની રેસ

ચરખી દાદરી12 દિવસ પહેલા

હરિયાણાના ચરખી દાદરીના કાદમા ગામનાં રામબાઈએ 105 વર્ષની ઉંમરે દોડીને નવો રેકોર્ડ બનાવ્યો છે. બેંગલુરુમાં ગત સપ્તાહે રાષ્ટ્રીય ઓપન માસ્ટર્સ એથેલેટિક્સ ચેમ્પિયનશિપ (એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા દ્વારા આયોજિત) ચેમ્પિયનશિપમાં તેઓ આ ઉંમરે પણ એટલી ઝડપથી દોડ્યાં કે 100 મીટરની રેસ 45.40 સેકન્ડમાં જ પૂરી કરી લીધી. તેમની પહેલાં આ રેકોર્ડ માન કૌરના નામે હતો, જેમને 74 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી.

પરદાદીની જીતથી કાદમા ગામમાં ખુશીનું વાતાવરણ છે. પરિવારમાંથી આ ઉંમરે રમતગમતમાં નામ બનાવનાર રામ બાઈ એકમાત્ર નથી પરંતુ તેમના પરિવારના અન્ય સભ્યો પણ ગોલ્ડ મેડલ જીતી ચુક્યાં છે. આ પહેલાં રામ બાઈ એક જ હરિફાઈમાં 100,200 મીટર દોડ, રિલે દોડ, લાંબી કૂદમાં 4 ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ બનાવી ચુક્યાં છે.

ખેતરના કાચા રસ્તા પર દોડીને પ્રેક્ટિસ કરે છે દાદી રામબાઈ.
ખેતરના કાચા રસ્તા પર દોડીને પ્રેક્ટિસ કરે છે દાદી રામબાઈ.

ઉડનપરી દાદીના નામથી ફેમસ
મહેન્દ્રગઢની સરહદ પાસે આવેલા ચરખી દાદરી જિલ્લાનું છેવાડાનું ગામ કાદમા રાષ્ટ્રીય સ્તરની રમતગમત સ્પર્ધામાં અનેક ગોલ્ડ મેડલથી જાણીતું છે. હવે અહીંના રામ બાઈએ 105 વર્ષની ઉંમરમાં દોડીને નવો રેકોર્ડ બનાવીને પ્રદેશની સાથે ગામનું નામ પણ રોશન કર્યું છે. આ પહેલાં નવેમ્બર, 2021માં થયેલી સ્પર્ધામાં તેમને 4 ગોલ્ડ મેડલ જીત્યાં હતા. રામ બાઈ ગામના સૌથી વૃદ્ધ મહિલા છે અને બધાં તેમને ઉડનપરી પરદાદી કહીને જ બોલાવે છે.

સામાન્ય રીતે રામ બાઈ ખેતરમાં અને ઘરમાં જ કામ કરતા જોવા મળે છે. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ અને આ ઉંમરે પણ દરરોજ 5થી 6 કિલોમીટર દોડે છે.

સાથે દોડનારું કોઈ ન મળ્યું
રામ બાઈએ આ પહેલાં ગુજરાતના વડોદરામાં પણ એક સ્પર્ધામાં ભાગ લીધો હતો, પરંતુ ત્યાં 85ની ઉંમરથી વધુના એક પણ રેસર તેમની સાથે દોડવા પહોંચ્યા ન હતા. તેમ છતાં તેઓ મેદાનમાં દોડ્યાં અને ગોલ્ડ મેડલ જીતીને પરત ફર્યા હતા.

સવારે 4 વાગ્યે ઊઠીને ચાલવાનો અભ્યાસ કરે છે
1 જાન્યુઆરી, 1917નાં રોજ જન્મેલા કાદમા નિવાસી રામ બાઈ વૃદ્ધ એથેલેટિક્સ ખેલાડી છે. તેમને નવેમ્બર, 2021માં વારાણસીમાં થયેલી માસ્ટર્સ એથેલેટિક મીટમાં ભાગ લીધો હતો. 105 વર્ષની આયુએ પણ પોતાની વૃદ્ધાવસ્થાની ચિંતા કર્યા વગર રમતને જીવન સાથે વણીને સખત મહેનતથી આગળ વધી રહ્યાં છે. વૃદ્ધ એથેલીટ રામ બાઈએ ખેતરના કાચા ર્તા પર રમતની પ્રેક્ટિસ કરે છે. તેઓ સવારે 4 વાગ્યે ઉઠીને પોતાના દિવસની શરૂઆત કરી છે. સતત દોડીને અને ચાલીને પ્રેક્ટિસ કરે છે. આ ઉપરાંત તેઓ આ ઉંમરે પણ 5-6 કિલોમીટર સુધી આરામથી દોડી લે છે.

દરરોજ 250 ગ્રામ ઘી ખાય છે
સામાન્ય રીતે 80ની ઉંમર સુધી પહોંચેલા લોકો ખાટલો પકડી લેતા હોય છે. એટલે કે ચાલવા-ફરવાનું મુશ્કેલ થઈ જાય છે. તેનાથી વિપરીત રામ બાઈ 105 વર્ષની ઉંમરે પણ એક ઉદાહરણરૂપ છે, અને રમતગમતમાં ભાગ લઈ રહ્યાં છે. તેમનું કહેવું છે કે શરીરમાં આટલી સ્ફૂર્તિ એમ જ થોડી આવે છે. તેઓ ચૂરમું, દહીં ખાય છે અને મોટા પ્રમાણમાં દૂધ પીવે છે. 250 ગ્રામ ઘી દરરોજ રોટલી કે ચૂરમા સાથે ખાય છે અને અડધો કિલો દહીં દરરોજ જમવામાં લે છે.

રામબાઈના પુત્રવધૂ ભતેરી અને પુત્ર મુખ્ત્યાર સિંહ પણ રમતગમતમાં આગવું નામ ધરાવે છે.
રામબાઈના પુત્રવધૂ ભતેરી અને પુત્ર મુખ્ત્યાર સિંહ પણ રમતગમતમાં આગવું નામ ધરાવે છે.

પુત્ર-પુત્રવધૂ પણ ચેમ્પિયન
કાદમાના રામબાઈનો આખો પરિવાર રમતગમતમાં પ્રસિદ્ધિ મેળવી ચૂક્યો છે. તેમની દીકરી 62 વર્ષના સંતરા દેવી રિલે દોડમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યાં છે. રામ બાઈના પુત્ર 70 વર્ષના મુખ્ત્યાર સિંહે 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પુત્રવધૂ ભતેરી પણ રિલે દોડમાં ગોલ્ડ અને 200 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગામ અને પ્રદેશનું નામ રોશન કરી ચુક્યાં છે.

અન્ય સમાચારો પણ છે...