• Gujarati News
  • National
  • Rama, Seated In The Kitchen, Is Called The King; Even Indira Gandhi Had To Wait Half An Hour

અહીં માત્ર રામ રાજાને સલામી:રસોડામાં બિરાજેલા રામ, કહેવાય છે રાજા; ઈન્દિરા ગાંધીને પણ અડધો કલાક રાહ જોવી પડી હતી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

દુનિયા માટે તેઓ રામ ભગવાન છે, પરંતુ ઓરછામાં તેઓ રાજા છે. તમને જાણીને ખૂબ નવાઈ લાગશે પરંતુ આ હકિકત છે કે, આ એવા રામ છે જેઓ રાજ મહેલથી નહીં પરંતુ રસોડાથી તેમનો રાજપાઠ ચલાવીને તેમની શરણમાં આવેલા ભક્તોને આશિર્વાદ આપે છે. એક વાર ઓરછામાં રામરાજાના દર્શન કરવા આવેલા તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ દરવાજા બંધ હોવાના કારણે અડધો કલાક અહીં રાહ જોવી પડી હતી. એવી માન્યતા છે કે, દિવાળીએ ભગવાન રામદિવસમાં ઓરછામાં વાસ કરે છે અને રાત્રે અયોધ્યામાં આરામ કરે છે. જાણો આ વિશેની ધાર્મિક માન્યતા...

આચાર્ય રાકેશ અયાચીએ જણાવ્યું કે, જૂની કથાઓ પ્રમાણે સંવત 1631માં ઓરછા સ્ટેટના શાસક મધુકર શાહ કૃષ્ણ ભક્ત અને તેમની રાણી કુંનરિ ગણેશી રામભક્ત હતા. રાજા મધુકર શાહે એક વાક રાણી કુંવરિ ગણેશીને વૃંદાવન આવવાનું આમંત્રણ આપ્યું હતું પરંતુ તેમણે અયોધ્યા જવાની જિદ કરી હતી. રાજાએ કહ્યું હતું કે, રામ હકિકતમાં છે તો તેમને ઓરછા લાવીને દેખાડો. મહારાની કુંવરી ગણેશી અયોધ્યા ગયા. ત્યાં તેમણે પ્રભુ રામને પ્રગટ કરવા તપ શરૂ કર્યું. 21 દિવસ પછી પણ કોઈ પરિણામ ના મળતા તેઓ સરયુ નદીમાં કૂદવા ગયા, પરંતુ ભગવાન બાળ સ્વરૂપે તેમના ખોળામાં બેસી ગયા હતા.

અહીં ચારેય પ્રહર આરતી કરવામાં આવે છે
અહીં ચારેય પ્રહર આરતી કરવામાં આવે છે

ભગવાને ઓરછા જવા માટે ત્રણ શરતો મૂકી હતી
શ્રીરામ રાણીના ખોળામાં બેઠા તો મહારાણીએ ઓરછા જવાની વાત કરી હતી. ભગવાને ત્રણ શરતો રાણી સામે રાખી હતી.

  • પહેલી શરત હતી કે ઓરછામાં જ્યાં બેસી જઈશ, ત્યાંથી ઉઠીશ નહીં.
  • બીજી શરત એ છે કે, રાજાના રૂપમાં બિરાજમાન થયા પછી ત્યાં બીજા કોઈની સત્તા નહીં ચાલે.
  • ત્રીજી શરત એ છે કે, તેઓ બાળ સ્વરૂપે ચાલીને પુષ્ય નક્ષત્રમાં સાધુ-સંતોની સાથે ચાલશે.

મહેલની જગ્યાએ રસોડામાં બિરાજ્યા રાજારામ
શ્રીરામની ઓરછા આવવાની ખબર સાંભળીને રાજા મધુકર શાહે તેમને બેસાડવા માટે ચતુર્ભુજ મંદિરનું ભવ્ય નિર્માણ કરાવ્યું હતું. રાણી ઈચ્છતી હતી કે મંદિર એવી જગ્યાએ હોય કે, મહેલથી સીધા ભગવાનના દર્શન કરી શકે, તેથી ચર્તુભુજ મંદિર રાણીના મહેલની એકદમ સામે બનાવ્યું હતું. મંદિરને ભવ્ય સ્વરૂપ આપવાની તૈયારીના કારણે મહારાણી કુંવરિ ગણેશીને રસોડામાં રાખવામાં આવ્યા હતા.
ભગવાન શ્રીરામની શરત હતી કે તેઓ જ્યાં બેસશે, પછી ત્યાંથી ઉભા નહીં થાય. આ જ કારણ છે કે, તે સમયે બનાવવામાં આવેલા મંદિરમાં ભગવાન ના ગયા. તે આજે પણ ખાલી છે અને રાજા રામ મહારાણીના રસોડામાં બિરાજમાન છે. ત્યાં વર્તમાનમાં અલગ મંદિર બનાવવામાં આવ્યું છે. અહીં ભગવાન સાડા 400 વર્ષથી રસોડામાં બિરાજમાન છે.

રાણી કુંવરી ગણેશીના રસોડામાં ભગવાનને રાખવામાં આવ્યા હતા
રાણી કુંવરી ગણેશીના રસોડામાં ભગવાનને રાખવામાં આવ્યા હતા

દિવસમાં 4 વાર ગાર્ડ ઓફ ઓર્નર
આચાર્ય રાકેશ અયાચીનું કહેવું છે કે, ઓરછામાં રામરાજા સરકારનું જ આયોજન ચાલે છે. ચારેય પ્રહારમાં આરતી થાય છે. સશસ્ત્ર સલામી આપવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા અહીં સશસ્ત્ર ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં કમરબંધ માત્ર સલામી આપનાર જ બાંધે છે. આ જવાનોને અંદાજે 2 લાખ પ્રતિમાસનું વેતન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ઓરછાની ચાર દિવાલોમાં કોઈ પણ વીવીઆઈપી હોય, રાષ્ટ્રપતિ હોય કે વડાપ્રધાન.... તેમને સલામી આપવામાં આવતી નથી. આ રામરાજાને સલામી વાળા રામ પણ કહેવામાં આવે છે.

ઈન્દિરા ગાંધીએ અડધો કલાક રાહ જોઈ હતી
31 માર્ચ 1984માં સાતાર નદીના તટ પર ચંદ્રશેખર આઝાદની પ્રતિમા અનાવરણ કાર્યક્રમ માટે તે સમયના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી ઓરછા પહોંચ્યા હતા. ત્યારે તેઓ આ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા, પરંતુ ત્યારે બપોરના 12 વાગી ગયા હતા અને ભગવાને થાળ ધરાવવામાં આવ્યો હતો. પુજારીએ દરવાજા બંધ કરી દીધા હતા. ઓફિસરોએ કપટ ખોલવાની વાત કરી હતી. તે સમયે ક્લર્ક લક્ષ્મણ સિંહે ઈન્દિરા ગાંધીને નિયમોની જાણ કરી હતી. ત્યારપછી ઈન્દિરા ગાંધીએ અંદાજે 30 મિનિટ રાહ જોવી પડી હતી.

રામરાજા પ્રાગંણમાં સાવનભાદૌના બે સ્થંભ
રામરાજા પ્રાગંણમાં સાવનભાદૌના બે સ્થંભ

રામરાજા પ્રાંગણમાં સાવન ભાદૌના બે સ્થંભ
આચાર્ય રાકેશ અયાચીએ જણાવ્યું કે, રામરાજા પ્રાંગણમાં સાવન ભાદૌના બે સ્થંભ છે. તે ખૂબ આશ્ચર્યજનક સ્થંભ છે. કિવંદતિ રાજા વીર સિંહના સમયમાં સાવન ભાદો નામના બે પ્રેમી-પ્રેમિકા હતા. આ પ્રેમી પંખીડાનું ઓનર કિલિંગ કરવામાં આવ્યું હતું. મોત પછી પણ લોકોએ આ જોડાને મળતા જોયા હતા. તેથી આ પ્રેમી પંખીડાની યાદમાં સૂફી સંતના કહેવાથી સાવન ભાદૌ નામના બે સ્થંભ બનાવવામાં આવ્યા હતા. એવું પણ કહેવામાં આવે છે કે, આ બંને સ્થંભ એક બીજાને મળી જાય છે. જોકે આવું કદી કોઈએ જોયુ નથી.

ભગવાન રામની સ્થાપના માટે આ મંદિર બનાવવામાં આવ્યું હતું, હવે આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે
ભગવાન રામની સ્થાપના માટે આ મંદિર બનાવવામાં આવ્યું હતું, હવે આ વિષ્ણુ ભગવાનનું મંદિર છે
અન્ય સમાચારો પણ છે...