• Gujarati News
  • National
  • Ram Rahim Speaks After Life Sentence In Murder Case I Am Very Philanthropic, I Am Allowed To Make Videos In Jail

ભાસ્કર એક્સક્લૂઝિવ:મર્ડર કેસમાં આજીવનકેદની સજા પછી રામ રહીમ બોલ્યો- હું ઘણો જ પરોપકારી છું, મને જેલમાં વીડિયો બનાવવાની મંજૂરી મળે

નવી દિલ્હીએક મહિનો પહેલાલેખક: હેમંત અત્રી
  • કૉપી લિંક
  • કોઈ પણ નિર્ણય જેલ ઓથોરિટી કે રાજ્ય સરકારનો હોય છે તેમ કહી જજે રામ રહીમની માગ ફગાવી

રણજીત સિંહની હત્યા મામલે આજીવન કેદની સજા બાદ પણ રામ રહીમની વિચિત્ર માગ યથાવત જ છે. સુનાવણી દરમિયાન રામ રહીમે જેલમાં વીડિયો મેસેજ બનાવવાની માગ કરી હતી. રામ રહીમે કહ્યું કે, 'હું ઘણો જ પરોપકારી છું. લાખો લોકોને નશામાંથી મુક્ત કરાવ્યા છે. તેથી મને મંજૂરી મળે કે હું જેલની અંદર જ મારા ઉપદેશોનો વીડિયો બનાવીને મારા લાખો-કરોડો ભક્તોને પરોપકારનો સંદેશ આપી શકું.'

રામ રહીમની આ માગ પર જજે કહ્યું, મારું કામ આ કેસમાં આજ દિવસ સુધી જ હતું. કેદી રાજ્યનો મુદ્દો હોય છે અને જેલ મેન્યુઅલ મુજબ ગાઈડ થાય છે. આ અંગે કોઈ પણ નિર્ણય જેલ ઓથોરિટી કે રાજ્ય સરકારનો હોય છે. આ સાથે જ જજે રામ રહીમની માગ ફગાવી દીધી હતી.

જજે સંભળાવી આજીવન કેદની સજા
રણજીત સિંહ હત્યાકાંડમાં CBIના જજે રામ રહીમ સહિત 5 અન્ય દોષિતોને આજીવન કેદની સજા સંભળાવી. આ કેસમાં રામ રહીમ ઉપરાંત બાકીના ચાર દોષિત જસબીર, અવતાર, કૃષ્ણલાલ અને સબદિલ છે. સાથે જ રામ રહીમ પર 31 લાખ રૂપિયાનો દંડ પણ ફટાકરવામાં આવ્યો છે, જેમાં 30 લાખ રૂપિયા રણજીતની ફેમિલીને આપવામાં આવશે.

બાકીના ચાર દોષિતોને પર પણ 50-50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. રામ રહીમને આ પહેલાં પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યા કેસમાં પણ આજીવન કેદની સજા થઈ છે. આ ઉપરાંત બે સાધ્વીઓના યૌન શોષણ મામલે પણ રામરહીમને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી.

CBI જજને પત્ર લખીને ધમકી આપી
રામ રહીમ વિરૂદ્ધ રણજીત સિંહ હત્યાકાંડની સુનાવણી કરી રહેલા સ્પેશિયલ CBI જજ સુશીલ ગર્ગને પત્ર લખીને ધમકી આપવામાં આવી હતી. CBI જજે રામ રહીમના કેસની સુનાવણી દરમિયાન આ વાત કરી. રામ રહીમ સોમવારે રોહતકની સુનારિયા જેલથી વીડિયો કોન્ફરન્સિંગથી હાજર થયો હતો. આ દરમિયાન પંચકૂલાના CBI જજ સુશીલ ગર્ગે રામ રહીમને કહ્યું, 'મને ચિઠ્ઠી લખવામાં આવી છે. કોઈ મોહિત ગુપ્તાએ પત્ર લખીને ધમકી આપી છે. શું લખવામાં આવ્યું છે, તે હું ન જણાવી શકું.'

રામ રહીમ બોલ્યો- પત્રની CBI તપાસ થાય
આ અંગે રામ રહીમે જજને કહ્યું, મારો મોહિત ગુપ્તા સાથે કોઈ જ સંબંધ નથી. પહેલાં પણ તેને આવું કર્યું હતું. ત્યારે હાઈકોર્ટે 50 હજાર રૂપિયાનો દંડ મને ફટકાર્યો હતો. હું નિવેદન કરું છું કે આ ચિઠ્ઠીની CBI તપાસ કરાવવામાં આવે. રામ રહીમની માગનો CBIના વકીલ એચપીએસ વર્મા અને ડિફેન્સના વકીલ અજય બર્મને પણ સમર્થન કર્યું. જો કે જજે આ અંગે કોઈ નિર્ણય આપ્યો ન હતો.