તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • As Soon As He Landed On The Helipad, Kovind Bowed To His Motherland; Said Did Not Think That A Boy From The Village Would Reach The Highest Position In The Country

પૈતૃક ગામમાં પહોંચીને ભાવુક થયા રાષ્ટ્રપતિ:હેલીપેડ પર ઉતરતા જ જન્મભૂમિ પર નતમસ્તક થયા કોવિંદ; કહ્યું- વિચાર્યું ન હતુ કે ગામનો એક છોકરો દેશના સર્વોચ્ચ પદે પહોંચશે

3 મહિનો પહેલા
પૈતૃક ગામ પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ.
  • ભારતીય સંસ્કૃતિમાં માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવની શિક્ષા આપવામાં આવે છેઃ રાષ્ટ્રપતિ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યુપીના કાનપુર દેહાત સ્થિત પોતાના પૈતૃક ગામ પરાૈંખમાં છે. રવિવારે અહીં પહોંચ્યા પછી તે ભાવુક થઈ ગયા હતા. અહીં હેલીપેડ પર ઉતરીને તેમણે પોતાની જન્મભૂમિને નમન કરીને તેની માટીનો સ્પર્શ કર્યો હતો. તેમણે કહ્યું કે મેં સપનામાં પણ ક્યારેય કલ્પના કરી ન હતી કે ગામનો મારા જેવા એક સામાન્ય બાળકને દેશની આટલી મોટી જવાબદારી મળશે. જોકે આપણી લોકશાહીએ આ વાતને સાકર કરીને બતાવી.

કોવિંદના સંબોધનની મહત્ત્વની વાતો
1. હું ક્યાંય પણ રહુ, મારુ ગામ હમેશાં મારી સાથે
અહીં અભિનંદન સમારંભને સંબોધિત કરતા તેમણે મંચ પરથી જ પોતાના દિલની વાત કહી. તેમણે કહ્યું હું ક્યાંય પણ રહું, મારા ગામની માટીની ખુશ્બ અને મારા ગામના લોકોની યાદ કાયમ મારા દિલમાં જ રહે છે. મારા માટે પરૌંખ માત્ર એક ગામ નથી, તે મારી માતૃભૂમિ છે, જ્યાંથી મને આગળ વધીને, દેશ-સેવાની કાયમ પ્રેરણા મળતી રહે છે.

પૈતૃક ગામ પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ.
પૈતૃક ગામ પહોંચ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ.

2. ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કર્યો
ભારતીય સંસ્કૃતિમાં માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ, આચાર્ય દેવો ભવની શિક્ષા આપવામાં આવે છે. આપણા ઘરમાં પણ આ જ શીખ આપવામાં આવતી હતી. માત-પિતા અને ગુરુ તથા મોટાનું સન્માન કરવું તે આપણી ગ્રામીણ સંસ્કૃતિમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે.

3. બંધારણ-નિર્માતાઓને નમન કર્યું
આજના આ પ્રસંગે દેશના સ્વતંત્રતા સેનાનિયો અને બંધારણ-નિર્માતાઓના અમૂલ્ય બલિદાન અને યોગદાન માટે હું તેમને નમન કરું છું. ખરેખર આજે હું જ્યાં સુધી પહોંચ્યો છું તેનો શ્રેય આ ગામની માટી અને આ ક્ષેત્ર તથા આ બધાના સ્નેહ અને આર્શીવાદને જાય છે.