તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ram Manohar Was Admitted To Lohia Hospital With Swelling In His Body; CM Yogi Arrived To Meet

UPના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની તબિયત લથડી:શરીર પર સોજા વધતાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા; CM યોગી મળવા પહોંચ્યા

લખનઉ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને કલ્યાણ સિંહ સાથે મુલાકાત કરી હતી. - Divya Bhaskar
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા અને કલ્યાણ સિંહ સાથે મુલાકાત કરી હતી.
  • ડોકટરોના જણાવ્યા પ્રમાણે હાલમાં કલ્યાણ સિંહની તબિયત સ્થિર

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની તબિયત વધુ લથડી છે. શનિવારે સાંજે શરીર પર સોજા વધવાને કારણે તેમને લખનઉની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર મેડિસિન વિભાગના ડોકટરોની દેખરેખ હેઠળ ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રીની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. તબિયત લથડતા હોવાની માહિતી પર રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને મળવા લોહિયા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તેમને ડોકટરો પાસેથી કલ્યાણ સિંહની સ્થિતિ વિશે જાણકારી મેળવી હતી.

આ દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આશરે 10 મિનિટ હોસ્પિટલમાં રોકાયા હતા અને ડોકટરો પાસેથી પૂર્વ સીએમ કલ્યાણ સિંહની તબિયત વિશે પૂછપરછ કરી. આ દરમિયાન તબીબી શિક્ષણ પ્રધાન સુરેશ ખન્ના પણ સીએમ યોગી સાથે હાજર રહ્યા હતા.

ઘણા લાંબા સમયથી બીમાર છે કલ્યાણસિંહ
કલ્યાણસિંહ ઘણા સમયથી બીમાર છે. ગયા અઠવાડિયે પણ કલ્યાણ સિંહને લોહિયામાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રક્ત પરીક્ષણમાં યુરિયા અને ક્રિએટિનિન વધેલ મળી આવ્યા હતા. લોહિયા હોસ્પિટલના પ્રવક્તા ડો.શ્રીકેશસિંહે જણાવ્યું હતું કે ક્રિએટિનિન લેવલમાં વધારો થયો છે, હાલમાં તેમની તબિયત સ્થિર છે.

આવી અહી કલ્યાણસિંહની રાજકીય સફર
કલ્યાણ સિંહ પ્રથમ વખત જૂન 1991માં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. કલ્યાણ સિંહ ભાજપના દિગ્ગજ નેતાઓમાંના એક હતા, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન તરીકે બાબરી મસ્જિદ વિધ્વંસ અંગે ઘણી ચર્ચામાં રહ્યા હતા. બાબરી મસ્જિદ વિધ્વંસ પછી, તેમણે પોતાની નૈતિક જવાબદારી લઈને 6 ડિસેમ્બર 1992ના રોજ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. તે પછી કલ્યાણસિંહ સપ્ટેમ્બર 1997 થી નવેમ્બર 1999 સુધી, ફરીથી ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે બાબરી વિધ્વંસ કેસમાં સીબીઆઈ તપાસનો સામનો કરવો પડ્યો છે. જો કે, બાદમાં વિશેષ સીબીઆઈ કોર્ટે તેમને આરોપોથી નિર્દોષ મુક્ત કર્યા હતા.

રાજસ્થાન અને હિમાચલના રાજ્યપાલ રહ્યા હતા
કલ્યાણ સિંહ યુપીના મુખ્યમંત્રી તેમજ રાજસ્થાન અને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. તેઓ 4 સપ્ટેમ્બર 2014 થી 8 સપ્ટેમ્બર 2019 સુધી રાજસ્થાનના રાજ્યપાલ હતા. પછી જાન્યુઆરી 2015માં હિમાચલ પ્રદેશના રાજ્યપાલનો વધારાનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. તેમણે 12 ઓગસ્ટ 2015 સુધી હિમાચલ પ્રદેશના રાજ્યપાલનું પદ સંભાળ્યું હતું.