ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:રામ મંદિર માટે રાજસ્થાનમાં ચાલી રહ્યું છે રામ-કાજ

પિંડવાડા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરે આકાર લેવાનું શરૂ કરી દીધું છે. આ મંદિરને વૈજ્ઞાનિક પદ્ધતિની સાથે પરંપરાગત શૈલીની કોતરણી કરીને સજાવવાનું કામ ચાલુ છે. આ કામ અયોધ્યાથી લઇને રાજસ્થાન સુધી ચાલી રહ્યું છે, જેમાં સેંકડો શ્રમિકોની સાથે ખાસ કૌશલ્ય ધરાવતા શિલ્પકારો પણ છે.

આ કામમાં રામ નામના ભજનો સાથે પથ્થરો કોતરવાનું કામ 24 કલાક ચાલી રહ્યું છે. રાજસ્થાનની ત્રણ કંપનીના 4.5 લાખ ઘટ ફૂટ પથ્થરો અયોધ્યા પહોંચાડવાના છે. આ પૈકી ગર્ભગૃહ માટે એક લાખ ઘન ફૂટ પથ્થરો પહોંચાડી પણ દેવાયા છે. રાજસ્થાનના સિરોહીના પિંડવાડા પહોંચીને ભાસ્કરે આ ‘રામ-કાજ’ની સમીક્ષા કરી હતી.તેના વિશે અમે તમને કેટલીક જરૂરી માહિતી વાકેફ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

પિંડવાડામાં શ્રમિકો અને શિલ્પકારોએ કહ્યું- આ કમાણીનો પ્રોજેક્ટ નથી પણ પુણ્યનું ફળ છે
રામ મંદિર અયોધ્યામાં બની રહ્યું છે, પરંતુ તેની ચમક રાજસ્થાનના સિરોહીના પિંડવાડામાં પણ જોવા મળી રહીછે. કારણ એ છે કે, રામ મંદિરના પાયાથી લઈને શિખર અને દીવાલોના પથ્થર સિરોહીના પિંડવાડા-આબુ રોડ પર ત્રણ સ્થળે તૈયાર કરાઇ રહ્યા છે. અત્યાર સુધી ગર્ભગૃહ સુધીના પથ્થરો કોતરીને મોકલી દેવાયા છે. દિવાળીના શુભ મુહુર્તમાં શિખરના પથ્થરો કોતરવાનું કામ પણ શરૂ થઇ જશે.

આ શ્રમિકોની ધાર્મિક આસ્થા અત્યંત ઊંડી છે. માતેશ્વરી મંદિર કન્સ્ટ્રક્શન પ્રા. લિ.ના મેનેજર નરેશ રોહિત માલવીય કહે છે કે, ભગવાન રામનું મંદિર અમારા માટે કમાણીનો પ્રોજેક્ટ નથી, પરંતુ પાછલા જન્મના પૂણ્યનું ફળ છે. દુનિયાના કરોડો લોકોની આસ્થા સાથે અમારી પણ તેની સાથે શ્રદ્ધા જોડાયેલી છે. ભગવાનના કામમાં અમે પણ યોગદાન આપી રહ્યા છીએ, જેથી અમે ખુશ છીએ. અમારું સૌભાગ્ય છે કે, આ કામ પિંડવાડા અને આબુમાં થઇ રહ્યું છે. અમારા શ્રમિકોની દિનચર્યામાં જાણે ભગવાન રામ ઓતપ્રોત થઇ ગયા છે. શિબિરોમાં મદ્ધમ ધૂનમાં રામચરિત માનસ અને હનુમાન ચાલીસાના પાઠ ગૂંજતા રહે છે. આ કામમાં શિલ્પકારો એટલા મગ્ન છે કે, તેમની ટાંકણી અને હથોડીનો અવાજ પણ ધૂન સાથે તાલ મિલાવતો રહે છે. કોઈ પણ સંજોગોમાં 2024 સુધી કામ પૂરું કરવાનું છે. આ માટે બીજા મંદિરોના પ્રોજેક્ટ લેવાનું પણ બંધ કરી દેવાયું છે.

અયોધ્યાથી જ રોજ ડિઝાઇન મળી રહી છે, નાગર શૈલીમાં પથ્થરો કોતરાઇ રહ્યા છે ઃ અયોધ્યાના આર્કિટેક્ટ પાસેથી જ અમને રોજ કામ કરવાની ડિઝાઇન મળી રહી છે. આ પથ્થરો નાગર શૈલીમાં કોતરાઇ રહ્યા છે. નાગર શૈલી ઉત્તર ભારતીય હિંદુ સ્થાપત્ય કળાની ત્રણ શૈલીમાંની એક છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે, નાગર શૈલીના મંદિરોની ઓળખ તેના આધારથી લઈને સર્વોચ્ચ અંશ સુધી તેનો ચતુષ્કોણીય હોય છે. તેમાં સ્થાનિક વિવિધતામાં મિશ્રણ પણ જોવા મળે છે. ખાસ વાત એ છે કે, અહીં કામ કરનારા કુલ 700 શ્રમિકોમાં મોટા ભાગના નિરક્ષર અને આદિવાસી વિસ્તારના છે, પરંતુ આ કામમાં તેઓ પારંગત છે. મંદિરના સ્તંભ, પાટ, મંડોવર, છત, શિખર, સામરણ અને મોટા મંડપ બંસી પહાડના લાલ પથ્થરો કોતરીને તૈયાર કરાઈ રહ્યા છે.

ગ્રાઉન્ડ ફ્લોરના પથ્થરો કંડારવાનું કામ પૂરું
મંદિરનું કામ કરતા માલવીય ક્રાફ્ટના અશોક માલવીય કહે છે કે, ત્રણેય કંપનીઓને 4.50 લાખ ઘનફૂટ પથ્થરો તૈયાર કરવા ઓર્ડર મળ્યો હતો. એક લાખ ઘનફૂટ પથ્થરો મોકલી દેવાયા છે. હાલ વરસાદને લીધે ખાણમાંથી ઓછા પથ્થર આવી રહ્યા છે. મંદિરના ગ્રાઉન્ડ ફ્લોરના પથ્થરો કંડારી લેવાયા છે, જ્યારે માતેશ્વરી મંદિરના નરેશ લોહારે કહ્યું કે ટ્રસ્ટી ચંપતરાય અને અશોક સિંઘલે મારા પિતાને 1995માં મંદિર માટે પહેલો ઓર્ડર આપ્યો હતો. સોમપુરા સાથે મળીને 2002 સુધી તેમણે આશરે એક લાખ ઘનફૂટ પથ્થર કંડારીને મોકલ્યા હતા. ત્યાર પછી મંદિરની ડિઝાઈન બદલાઈ ગઇ અને તેનું વિસ્તરણ પણ કરાયું.

અન્ય સમાચારો પણ છે...