તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rallied On Bullock Carts In Protest Of The Price Hike; Mumbai Congress President Bhai Jagtap Fell Down When The Bullock Cart Broke

નેતાજી ધડામ:પેટ્રોલનાં ભાવ વધારાનાં વિરોધમાં બળદગાડામાં રેલી કાઢી; ગાડું તૂટતા મુંબઇ કોગ્રેસ અધ્યક્ષ નીચે પડ્યા

મુંબઇ24 દિવસ પહેલા
  • બળદગાડુ સંપૂર્ણ રીતે તૂટી ગયુ, એક બળદને પગે સામાન્ય ઇજા

મહારાષ્ટ્ર સહિત પૂરા દેશમાં પેટ્રોલ અને ડિઝલનાં વધી રહેલા ભાવના વિરોધમાં કોગ્રેસ અલગ-અલગ અંદાજમાં વિરોધ પ્રદર્શનો કરી રહી છે. આજ કારણોસર મુંબઇ કોગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ ભાઇ જગતાપના નેતૃત્વ હેઠળ શનિવારે શહેરનાં એન્ટોપ હિલનાં ભરણીનાકા વિસ્તારમાં બળદગાડા પર રેલી નિકળી હતી. રેલી વખતે સૌથી આગળની હરોળમાં ચાલી રહેલ બળદ ગાડામાં કોગ્રેસનાં પ્રદેશ અધ્યક્ષ ભાઇ જગતાપ તેમના ડઝન સાથીઓ સાથે ઊભા હતા. અચાનક જ ગાડામાં વજન વધી ગયું અને લાકડાનું ગાડુ તૂટી ગયું હતું. જેમાં ભાઇ જગતાપ તેમના સમર્થકો સાથે નીચે પડ્યા હતા.

ભાઇ જગતાપને સમર્થકોએ હાથ પકડીને ઉભા કર્યા હતા. સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઇને ઇજા થઇ નથી. જોકે બળદગાડુ સંપૂર્ણ રીતે તૂટી ગયુ હતુ. એક બળદના પગ પર ઇજા થઇ છે. કોગ્રેસની આ રેલી એન્ટોપ હિલ થી અંદાજે બે કિલોમીટર સુધી જવાની હતી. આ દુર્ઘટના પછી પણ કોગ્રેસે કેંન્દ્ર સરકારનાં વિરોધમાં પ્રદર્શન ચાલુ રાખ્યુ હતું.

ગત સપ્તાહે પ્રોટેસ્ટ દરમિયાન કેસ દાખલ
આવી જ એક ઘટના છેલ્લા કેટલાક દિવસો પહેલા ઘટી હતી, જેમાં મુંબઈ પોલીસે શહેરમાં ફ્યુઅલની કિંમતોમાં વૃદ્ધિ અંગે વિરોધ પ્રદર્શન કરતા સમયે કોવિડ નિયમ ભંગનો કરવાનો આરોપ કોગ્રેસ પ્રમુખ જગતાપની સાથે 40 પાર્ટી કાર્યકર્તાઓ પર લગાવ્યો હતો. નિયમ ભંગ બાદ આ તમામ કાર્યકર્તાઓ સામે કેસ દાખલ કરાયો હતો. અત્યારે પણ પહેલા જેવી જ સ્થિતિનું નિર્માણ થયુ છે, કાર્યકર્તાઓ કોવિડ ગાઇડલાઇનનો ભંગ કરીને પ્રદર્શન કરી રહ્યા છે.

મુંબઈમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 106 પ્રતિ લીટરને પાર
મે મહિનામાં મુંબઈ શહેરમાં પેટ્રોલનો ભાવ રૂ. 100 પ્રતિ લીટર હતો, જ્યારે ડીઝલનો ભાવ રૂ. 92.17 રૂપિયા પ્રતિ લીટર હતો. બીજી બાજુ, દિલ્હીમાં મે મહિના દરમિયાન પેટ્રોલનો ભાવ રૂ.93.94 પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ રૂ. 84.89 પ્રતિ લીટર નક્કી કરાયો હતો. 10 જુલાઈએ મુંબઈમાં પેટ્રોલ રૂ. 106.93 અને ડીઝલ રૂ. 97.46 પ્રતિ લીટરે વેચાઈ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...