• Gujarati News
  • National
  • Rakesh Tiket Said There Are Still Many Issues Of Farmers, Memorial Of Martyred Farmers And Guarantee Law Of MSP Should Be Made.

લખનઉમાં મહાપંચાયત LIVE:રાકેશ ટિકૈતે કહ્યું- હજી ખેડૂતોના મુદ્દાઓ અનેક, શહીદ ખેડૂતોનાં સ્મારક અને MSP ગેરંટી એક્ટ બનાવવામાં આવે

લખનઉ16 દિવસ પહેલા
  • ત્રણેય કૃષિ કાયદા સિવાય પણ ખેડૂતોના હજુ પણ અન્ય ઘણા મુદ્દાઓ

આજે લખનઉમાં ખેડૂતોની મહાપંચાયત મળી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તરફથી ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કર્યા બાદ આ પ્રથમ મહાપંચાયત છે. લખનઉના ઇકો ગાર્ડનમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત પણ પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે ત્રણેય કૃષિ કાયદા સિવાય પણ ખેડૂતોના હજુ પણ અન્ય ઘણા મુદ્દાઓ છે. આંદોલનમાં શહીદ થયા છે તે ખેડૂતોનું શું? શહીદ ખેડૂતો માટે સ્મારક બનાવવું જોઈએ. MSP ગેરંટી એક્ટ બનાવવો જોઈએ અને ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાને બરતરફ કરવા જોઈએ. સરકાર સાથે ટેબલ પર બેસીને વાતચીત કર્યા બાદ જ તેઓ ઘરે પરત ફરશે.

રાકેશ ટિકેતે અસદુદ્દીન ઓવૈસીના તે નિવેદન સામે પણ નિસાન સાધ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે CAA કાયદો પરત લેવામાં આવે નહીં તો યુપીને શાહીન બાગ બનાવી દઇશું. ટિકૈતે કહ્યું હતું કે ઓવૈસી અને ભાજપ વચ્ચે કાકા-ભત્રીજાવાળું બ્રાન્ડિંગ છે. તેમણે આ બાબતે ટીવી પર વાત ન કરવી જોઈએ, તેઓ સીધા જ પૂછી શકે છે.

મોરચા સાથે જોડાયેલા નેતાઓની એવી પણ દલીલ છે કે તેઓ શિયાળુ સત્રમાં બિલ રદ થાય તેની રાહ જોશે. લખનઉની મહાપંચાયત સાથે મોરચાના લોકો આ અંગે સરકાર પર વધુ દબાણ લાવવાની તૈયારી કરી રહ્યા છે.

ઇકો ગાર્ડન ખાતે બનાવવામાં આવેલું કિસાન મોરચાનું સ્ટેજ.
ઇકો ગાર્ડન ખાતે બનાવવામાં આવેલું કિસાન મોરચાનું સ્ટેજ.

એક વર્ષમાં જેટલી પણ ઘટનાઓ બની તે બાબતે વાત કરે સરકાર
રાકેશ ટિકૈતે કહ્યું હતું કે એક વર્ષમાં જેટલી પણ ઘટનાઓ બની તે બાબતે સરકાર વાત કરે અને એક સ્પષ્ટ પત્ર બહાર પાડે. તેઓ આજે તેઓ દેશની સંપત્તિ, મંડીઓની જમીન વેચી રહ્યા છે, તે બાબતે કોણ વાત કરશે? ત્રણ કાયદા સિવાય બીજા પણ ઘણા પ્રશ્નો છે. આ આંદોલન એક વર્ષથી ચાલી રહ્યું છે. આ આંદોલન માત્ર ત્રણ કૃષિ કાયદાઓ પર જ નથી પરંતુ MSP અને વીજળી સુધારા બિલ પર પણ છે. જ્યાં સુધી મંત્રણા નહીં થાય ત્યાં સુધી ખેડૂત પરત હટશે નહીં.

મોડી રાતથી જ ખેડૂતો લખનઉ પહોંચી રહ્યા છે.
મોડી રાતથી જ ખેડૂતો લખનઉ પહોંચી રહ્યા છે.

200થી વધુ ખેડૂત સંગઠનો સામેલ થશે
જણાવવામાં આવી રહ્યું છે કે આંદોલનમાં અત્યાર સુધીમાં નાના-મોટા 200થી વધુ ખેડૂત સંગઠનો સામેલ થશે. બધા જ સંગઠન સંયુક્ત કિસાન મોરચા હેઠળ એક મંચ પર આવી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહાપંચાયતમાં પંજાબ, હરિયાણા, હિમચાલ પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ સહિત અનેક રાજયોના લોકો સામેલ થવા માટે પહોંચી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...