તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajya Sabha To Discuss Private Member Bill On Population Control Debate Likely On 6th August

જનસંખ્યા નિયંત્રણ:કાયદો લાવવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, છ ઓગસ્ટે રાજ્યસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ પર થશે ચર્ચા

22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજેપી સાંસદ રાકેશ સિન્હાની જનસંખ્યા નિયંત્રણ વિશે પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરી ચૂક્યા છે

કેન્દ્ર સરકાર દ્વારા જનસંખ્યા નિયંત્રણ કાયદો લાગુ કરવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. 6 ઓગસ્ટે પ્રાઈવેટ મેમ્બર બિલ પર રાજ્યસભામાં ચર્ચા કરવામાં આવશે. બીજેપી સાંસદ રાકેશ સિન્હાનું જનસંખ્યા નિયંત્રણ વિશે પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરી દેવામાં આવ્યું છે. 6 ઓગસ્ટે રાકેશ સિન્હાના પ્રાઈવેટ મેમ્બર બિલ પર ચર્ચા થઈ શકે છે. આ જ વિષયમાં રાજ્યસભાના સભ્ય અનિલ અગ્રવાલનું પ્રાઈવેટ મેમ્બર બિલ પણ આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે, ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલી શકે છે. આ સમયગાળામાં 19 બેઠક થઈ શકે છે. કોવિડના જોખમને ધ્યાનમાં રાખીને ચોમાસુ સત્ર માટે તે પ્રમાણે જ તૈયારી કરવામાં આવી છે. 18 જુલાઈએ ગૃહના ફ્લોર રીડરની બેઠક કરવામાં આવશે. ત્યારપછી ગૃહની કાર્યવાહી ચલાવવા માટે બિઝનેસ એડ્વાઈઝરી કમિટીની બેઠક કરવામાં આવશે.

આજ મુદ્દાને ધ્યાનમાં રાખીને ઉત્તરપ્રદેશ સરકારે જનસંખ્યા નિયંત્રણની નીતિ રજૂ કરી છે. આસામ સરકારે આસામના મુખ્યમંત્રી હિમંત વિસ્વાએ કહ્યું છે કે, આ વિશે ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે. બીજી બાજુ રાજ્યસભા સાંસદો દ્વારા ગૃહમાં પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરીને એક એવો દાવ રમવામાં આવી રહ્યો છે કે જે કાયદો બનાવવા તરફ આગળ વધારવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે, આ જ સત્રમાં લોકસભાના અડધો ડઝન સાંસદ પણ આ જ મુદ્દે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવી શકે છે.

વિપક્ષનું સમર્થન લેવાના પ્રયત્નો કરાશે
ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી, હરનાથ સિંહ યાદવ અને અનિલ અગ્રવાલે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું છે. માનવામાં આવે છે કે, ટૂંક સમયમાં જ શરૂ થનાર ચોમાસુ સત્રમાં આ વિશે ચર્ચા કરવામાં આવશે. તે માટે છ ઓગસ્ટનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે અને ત્યારે વોટિંગ પણ કરાવવામાં આવશે. નિષ્ણાતોનું કહેવું છે કે, ભલે કાયદા મંત્રાલય હોય કે ગૃહ મંત્રાલય કોઈ બિલ લાવશે અથવા પ્રાઈવેટ મેમ્બર બિલ તેમાં કોઈ અંતર નહીં હોય.

હું પણ બિલ પર વિપક્ષ પાસેથી સમર્થન માંગીશ- સાંસદ, અનિલ અગ્રવાલ
પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરનાર રાજ્યસભા સાંસદ અનિલ યાદવે મીડિયા સાથે વાત કરતાં કહ્યું છે કે, વડાપ્રધાન પહેલાં જ 15 ઓગસ્ટ 2019ના રોજ લાલકિલ્લાની પ્રાચીરથી જનસંખ્યા નિયંત્રણ વિશે તેમની વાત રજૂ કરી ચૂક્યા છે. હવે સમય આવી ગયો છે કે, જનસંખ્યા નિયંત્રણની નીતિનો અમલ કરવામાં આવે અને દરેક પાર્ટી રાજનીતિથી ઉપર આવીને રાષ્ટ્રીય મુદ્દે એક સાથે આવે . તેમણે કહ્યું છે કે, જનસંખ્યા વિસ્ફોટ જે રીતે વિકાસ માટે અડચણ બની રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને દરેક વિપક્ષી પાર્ટીઓ એક સાથે આવશે. અમે 3 સાંસદોએ મળીને આ વિશે પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યું છે. આમ તો રાજ્યસભામાં અમારી પાસે પૂર્ણ બહુમત નથી તેથી અમે વિપક્ષ પાસેથી પણ સમર્થન મેળવવાનો પ્રયત્ન કરીશું.

રાકેશ સિન્હાએ પણ 2019માં આ રીતનું બિલ રજૂ કર્યું હતું
આ પહેલાં 2019માં આરએસએસ વિચારક અને રાજ્યસભાના સાંસદ રાકેશ સિન્હા પણ જવસંખ્યા વિનિયમન બિલ 2019માં રજૂ કરી ચૂક્યા છે અને જે હજી પેન્ડિંગ છે. તેમાં પણ બેથી વધારે બાળકો ધરાવનાર અધિકારીને દંડ અને સરકારી લાભમાંથી વંચિત રાખવાની વાત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...