તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • At One Time There Were Fighters On The Roads Of Mumbai, On The Instructions Of Bala Saheb Became The Chief Minister Of Maharashtra

નારાયણ રાણેની સફર:એક સમયે મુંબઈના રસ્તા પર ફાઈટર હતા, બાલા સાહેબના નિર્દેશ પર બન્યા હતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી

મુંબઈ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નારાયણ રાણે અને શિવસેનાની વચ્ચે મતભેદ પરિવારવાદના કારણે થયો

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેને મોદીના મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે. શિવસેનાથી પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરનાર રાણે કોંગ્રેસ પાર્ટીમાં લાંબા સમય સુધી રહ્યાં છે. 2018માં તેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો હતો. રાણે એક સમયે બાલા સાહેબની ખૂબ જ નજીકના ગણાતા હતા. રાણે માટે કહેવામાં આવે છે કે રાજકારણમાં આવતા પહેલા તે મુંબઈમાં સ્ટ્રીટ ફાઈટર હતા.

60ના દાયકામાં હરયા-નરયા ગ્રુપ સાથે જોડાયા હતા રાણે
નારાયણ રાણેનો જન્મ 10 એપ્રિલ 1952ના રોજ મહારાષ્ટ્રમાં થયો હતો. અંગ્રેજી ન્યુઝપેપર ડીએનએના જણાવ્યા મુજબ, 60ના દાયકામાં નારાયણ રાણે મુંબઈના ચેમ્બૂર વિસ્તારમાં સક્રિય હરયા-નરયા ગેંગ સાથે જોડાયા હતા. એક ચિકનની દુકાન ચલાવનારા રાણે એક સ્ટ્રીટ ફાઈટર પણ હતા. તેમની વિરુદ્ધ મુંબઈના ઘટલા પોલીસ સ્ટેશનમાં હત્યાનો કેસ નોંધાયો હતો.

આ દરમિયાન હરયા-નરયા જિંદાબાદ નામથી એક ફિલ્મ પણ બની હતી. પોલીસના રેકોર્ડ મુજબ નારાયણ રાણે જ્યારે 14 વર્ષના હતા ત્યારે તમના ગ્રુપ સાથે જોડાયેલા એક અન્ય સક્રિય સભ્ય માધવ ઠાકુરે ખરાબ રીતે મારામારી કરી હતી. સગીર થયા પછી રાણેએ શિવસેના જોઈન કરી અને શાખા પ્રમુખ બન્યા. તે પછી રાણે શિવસેનામાંથી કાઉન્સિલર બન્યા હતા.

નારાયણ રાણેની રાજકીય સફર
નારાયણ રાણે કોંગ્રેસમાં સામેલ થયા તે પહેલા શિવસેનામાં હતા. તાજેતરમાં જ તેમને 65 વર્ષ પુરા થવા પર તેમણે કહ્યું હતું કે બાલાસાહેબ ઠાકરેના કારણે નારાયણ રાણેને ઓળખ મળી.

 • 1968ઃ 16 વર્ષની ઉંમરમાં શિવસેનામાં જોડાયા.
 • 1985થી 1990ઃ શિવસેનાના કાઉન્સિલર બન્યા પછી BESTના અધ્યક્ષ બન્યા.
 • 1990-95ઃ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા. આ દરમિયાન વિધાન પરિષદના સભ્ય પણ બન્યા.
 • 1996-99ઃ શિવસેના-BJPની સત્તામાં રેવન્યુ મંત્રી બન્યા.
 • 1999ઃ બાલા સાહેબના નિર્દેશ પર 7 મહિના સુધી મુખ્યમંત્રી રહ્યાં.
 • 2005ઃ ઉદ્ધવ ઠાકરે સાથેના મતભેદ પછી 3 જુલાઈ 2005ના રોજ શિવસેના છોડીને કોંગ્રેસમાં સામેલ થયા. તે પછી કોંગ્રેસમાં રેવન્યુ મંત્રી બન્યા.
 • 2007ઃ કોંગ્રેસના તત્કાલીન મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખને ટક્કર આપી.
 • 2009ઃ મહારાષ્ટ્રના ઉદ્યોગ મંત્રી બન્યા.
 • 2014ઃ લોકસભા ચૂંટણીમાં પુત્ર નીલેશની હાર પછી મંત્રી પદેથી રાજીનામુ આપ્યું.
 • 2017ઃ કોંગ્રેસને છોડીને પોતાની પાર્ટી બનાવી.
 • 2019ઃ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા.

આ કારણે શિવસેનાથી અલગ
રાજકીય જાણકાર જણાવે છે કે નારાયણ રાણે અને શિવસેનાની વચ્ચે મતભેદ પરિવારવાદના કારણે આવ્યો. વાત 18 વર્ષ પહેલાની છે, જ્યારે નારાયણ રાણે મુખ્યમંત્રી હતા. લગભગ નવ મહિના સુધી CM રહ્યાં પછી રાણે અને બાલા ઠાકરેના પુત્ર ઉદ્ધવની વચ્ચે ખેંચતાણ થવા લાગી.

અન્ય સમાચારો પણ છે...