• Gujarati News
  • National
  • Sibal Files Nomination For Rajya Sabha With SP's Support, Says Party Quits On May 16

કપિલ સિબ્બલે કોંગ્રેસ છોડી:સિબ્બલે સપાના સમર્થનથી રાજ્યસભા માટે નોમિનેશન ફાઇલ કર્યું, કહ્યું- 16 મેથી જ છોડી છે પાર્ટી

નવી દિલ્હીએક મહિનો પહેલા

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પાર્ટી છોડી દીધી છે. બુધવારે તેમણે સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભા માટે નોમિનેશન દાખલ કર્યું છે. સિબ્બલ કોંગ્રેસ હાઈકમાન્ડ પર ખાસ કરીને રાહુલ ગાંધી પર સવાલ ઉઠાવી ચૂક્યા છે, એવામાં એમ માનવામાં આવી રહ્યું હતું કે કોંગ્રેસ તેમને કદાચ જ રાજ્યસભામાં મોકલશે. નોમિનેશન પહેલાં સિબ્બલ સપાની ઓફિસે ગયા હતા અને અખિલેશની સાથે જ રાજ્યસભા ગયા હતા.

નોમિનેશન દાખલ કર્યા પછી સિબ્બલે કહ્યું હતું કે તેઓ 16 મેના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી ચૂક્યા છે. સિબ્બલ હાલ UPમાંથી કોંગ્રેસ કોટામાંથી સાંસદ છે, જોકે આ વખતે યુપીમાં પાર્ટીની પાસે એટલા ધારાસભ્ય નથી, જેને પછીથી રાજ્યસભામાં મોકલી શકાય. સિબ્બલના ફ્યુચરને લઈને ક્યાસ કાઢવામાં આવી રહ્યો હતો, જોકે હવે સમાજવાદી પાર્ટીની ટિકિટ પર નોમિનેશન ફાઈલ કરીને તેમણે તમામ અટકળો પર વિરામ લગાવી દીધું છે.

રસપ્રદ વાત એ છે કે જ્યારે કોંગ્રેસમાં સિબ્બલની ટિકિટ પર સસ્પેન્સ યથાવત્ હતું, એ સમયે 3 મોટા વિપક્ષો તેમને પોતાના કોટાથી રાજ્યસભામાં મોકલવા માટે તૈયાર હતા. ઉત્તરપ્રદેશથી સપા, બિહારથી રાજદ અને ઝારખંડમાંથી ઝામુમો સિબ્બલને રાજ્યસભામાં મોકલવા માટે તૈયાર હતી. જોકે સિબ્બલે અખિલેશની સાથે જવાનું નક્કી કર્યું છે.

કોંગ્રેસથી નારાજ થયેલા સિબ્બલને 3 પાર્ટી રાજ્યસભામાં મોકલવા માગતી હતી? તો ચાલો આ અંગે વિગતે જાણીએ...

1.સપાઃ સિબ્બલને આગળ કરીને આઝમને સાધવાની કોશિશ
પહેલા વાત સપાની કરીએ. તાજેતરમાં જ સપાના વરિષ્ઠ નેતા આઝમ ખાનને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન અપાવીને કપિલ સિબ્બલે મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. જોકે જેલમાંથી બહાર આવ્યા પછી આઝમ સપા સુપ્રીમો અખિલેશ યાદવને હજી સુધી મળ્યાં જ નથી.

સપા સાથે જોડાયેલાં સૂત્રોની વાત માનીએ તો કપિલ સિબ્બલને રાજ્યસભામાં મોકલીને અખિલેશે એક સાથે બે કામ કર્યા છે. એક તો દિલ્હીમાં તેમને કપિલ સિબ્બલ જેવો મજબૂત ચહેરો મળી જશે અને બીજી વાત એ કે તે આઝમ ખાનને પણ સાધી શકશે.

2.રાજદઃ કાયદાકીય દાવપેચમાં ફસાયેલા લાલુ પરિવાર માટે પણ સિબ્બલ જરૂરી
ઘાસચારાકૌભાંડમાં લાલુ યાદવનો કેસ લડી રહેલા કપિલ સિબ્બલને રાજદ બિહારથી રાજ્યસભામાં મોકલવાનો મૂડ બનાવી રહ્યો હતો. રાજદને બિહારમાં આ વખતે રાજ્યસભાની 2 સીટ મળવાનું નક્કી છે. એવામાં એક સીટ પર પાર્ટી સિબ્બલને ઉચ્ચ સદનમાં મોકલવા માગતી હતી. એનું મોટું કારણ લાલુ પરિવાર કાયદાકીય દેવપેચમાં ફસાયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

3. ઝામુમો: ખતરામાં પડેલી CMની ખુરશીને બચાવવામાં લાગ્યા હેમંત
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન છેલ્લા થોડા દિવસોથી મુશ્કેલીમાં ઘેરાયેલા છે. તેમની પર મંત્રી રહેવા દરમિયાન માઈન્સની લીઝ લેવાનો આરોપ છે. આ મામલામાં સભ્યપદ રદ કરવાનો કેસ ચૂંટણી આયોગની પાસે વિચારાધીન છે. એની સાથે જ આ મામલો કોર્ટમાં પણ ગયો છે. કોર્ટમાં સોરેન તરફથી આ મામલાની રજૂઆત કપિલ સિબ્બલ કરી રહ્યા છે.

5. રાજ્યોમાં હાર પછી ગાંધી પરિવારની વિરુદ્ધ ખૂલ્યો હતો મોરચો
UP, પંજાબ સહિત 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર પછી કપિલ સિબ્બલે ગાંધી પરિવારની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો. એક ઈન્ટરવ્યુમાં સિબ્બલે કહ્યું હતું કે ઘરકી કોંગ્રેસ નહિ સબકી કોંગ્રેસ હશે. તેમણે કહ્યું- કોંગ્રસમાં અધ્યક્ષ ન હોવા છતાં રાહુલ ગાંધી નિર્ણય લઈ રહ્યા છે. જોકે હારની જવાબદારી કોઈ જ લેતું નથી. રાહુલના રહેવા દરમિયાન પણ કોંગ્રેસ ઘણી ચૂંટણી હારી ગઈ છે. એવામાં નવા લોકોને નેતૃત્વ આપવું જોઈએ.

10 સીટ માટે કોંગ્રેસમાં ઉમેદવારોની લાંબી લાઈન
રાજ્યસભા ચૂંટણીમાં આ વખતે 10 સીટ પર કોંગ્રેસ જીતે એવી શક્યતા છે. એમાં રાજસ્થાન-છત્તીસગઢના 2-2, ઝારખંડ, મધ્યપ્રદેશ, હરિયાણા, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તામિલનાડુની એક-એક સીટ સામેલ છે. જોકે 10 સીટ માટે દાવેદારોની લાંબી લાઈન છે, તેમાં પી ચિદમ્બરમ, ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, કપિલ સિબ્બલ, અવિનાશ પાંડે, અંબિકા સોની, વિવેકા તન્ખા, સુબોધ કાંત સહાય અને રણદીપ સુરજેવાલ જેવા પ્રમુખ નેતા સામેલ છે. એવામાં કોંગ્રેસ હાઈકમાન્ડ માટે સિલેક્શન કરવું મુશ્કેલ હશે.

સિબ્બલ નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલની રજૂઆત કરે છે
કપિલ સિબ્બલ 2004થી લઈને 2014 સુધી મનમોહન સિંહની સરકારમાં કેન્દ્રીય મંત્રી રહ્યા હતા. સિબ્બલ વીપી સિંહની સરકારમાં એડિશનલ સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે, જ્યારે 2016માં કોંગ્રેસે તેમને UPમાંથી રાજ્યસભામાં મોકલ્યા હતા. સોનિયા-રાહુલ ગાંધી પર ચાલી રહેલા નેશનલ હેરાલ્ડ કેસમાં પણ સિબ્બલ રજૂઆત કરે છે. નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા-રાહુલ સહિત 5 નેતા પર આરોપ છે કે હેરાલ્ડની સંપત્તિનો ગેરકાયદે ઉપયોગ કર્યો, જેમાં દિલ્હીનું હેરાલ્ડ હાઉસ અને અન્ય સંપત્તિઓ સામેલ છે. આ મામલામાં સોનિયા-રાહુલ જામીન પર છે.

અન્ય સમાચારો પણ છે...