પેગાસસ વિવાદ, ખેડૂતો અને મોંઘવારીએ મુદ્દા પર સંસદમાં આજે પણ હોબાળો યથાવત રહ્યો છે. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી બીજી વખત સ્થગિત કરવામાં આવી છે. સંસદ પહેલા 12 વાગ્યા સુધી અને પછી 2:30 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ તરફ વિપક્ષે સંસદની કાર્યવાહી શરૂ થયા પહેલા સરકારને ઘેરવાની રણનીતિ પર ચર્ચા કરી હતી. આ મારે રાજયસભાના વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ 16 વિપક્ષી પાર્ટીના નેતાઓની સાથે બેઠક કરી હતી. તેમાં રાજ્યસભા અને લોકસભાના નેતાઓ હાજર રહ્યા હતા.
રાજ્યસભાના આ નેતા ઉપસ્થિત રહ્યા-
મલ્લિકાર્જુન ખડગે, આનંદ શર્મા, જયરામ રમેશ, કેસી વેણુગોપાલ (કોંગ્રેસ), સુખેન્દુ શેખર રોય (TMC). તિરુચી શિવા અને આરએસ ભરતી (DMK), ઇ કરીમ (CPM), વિશંભર નિષાદ (SP), વંદના ચૌહાણ અને ફૌજીયા ખાન (NCP), વિનય વિશ્વમ (CPI), સંજય રૌત (શિવસેના), એમવી શ્રેયાંશ કુમાર(LJD), શ્રી વાઇકો (MDMK)
લોકસભાના આ નેતાઓ ઉપસ્થિત રહ્યા-
અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગાઈ, સુરેશ કોડીકુનિલ, માણિક ટાગોર (કોંગ્રેસ), ટીઆર બાલુ (DMK), હુસેન મસૂદી )નેશનલ કોન્ફરન્સ), એ એમ આરીફ (CPM), એ શંસુદ્દીન (IUML), એનકે પ્રેમચંન્દ્રન (RSP), થોમસ જી (કેરળ કોંગ્રેસ-એમ), સી રવિકુમાર (VCK), સૌગત રોય (TMC), શ્યામ સિંહ યાદન (BSP)
સંસદની કાર્યવાહી શરૂ થયા પહેલા કોંગ્રેસ સંસદ માણિક ટાગોતરે કહ્યું હતું કે સરકાર સંસદમાં વિપક્ષને બોલવા નથી દઈ રહી. ટાગોરે કહ્યું કે વિપક્ષની વાત સાંભળવી જોઈએ અને વડાપ્રધાન કે ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં પેગાસસ મુદ્દા પર ચર્ચા થવી જોઈએ.
આ પહેલા ગુરુવારે પણ સંસદમાં હોબાળો ચાલુ જ રહ્યો હતો. હોબાળને કારણે બંને ગૃહમાં કાર્યવાહી બપોર બાદ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. હો કે હોબાલા વચ્ચે લોકસભામાં બે બિલને ચર્ચા કર્યા વિના જ પસાર કરી દેવામાં આવ્યા હતા. એવું જ રાજ્યસભામાં પણ થયું. આ પહેલા લોકોસભાની કાર્યવાહી શરૂ થવા પર અધ્યક્ષ ૐ બિરલાએ વિપક્ષના નેતાઓના અભદ્ર વ્યવહાર પર નારાજગી વ્યક્ત કરી હતી.
પ્રથમ સપ્તાહમાં માત્ર 4 કલાક જ થયું કામકાજ
ચોમાસુ સત્રના પ્રથમ સપ્તાહમાં સંસદના બંને ગૃહમાં વિપક્ષના નેતાઓએ ત્રણ નવા કૃષિ કાયદ આને પેગાસસ જાસૂસી મુદ્દા સહિત અનેક મુદ્દાઓ પાર્ટ ભારે હોબાળો કર્યો. ગયા સપ્તાહે માત્ર મંગળવારે રાજ્યસભામાં ચાર કલાક માત્ર થોડાક કલાકો જ કામકાજ થયું હતું, જ્યારે કોરોનાના કારણે દેશની સ્થિતિ પર બધી જ પાર્ટીઓ વચ્ચે થયેલી સંમતિના આધારે ચર્ચા થઈ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.