સંસદનું ચોમાસુ સત્ર:રાજનાથ આજે ચીન સાથેની અથડામણ અંગે નિવેદન આપશે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ. - Divya Bhaskar
સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ.

સંસદમાં ચાલી રહેલા ગતિરોધને ખતમ કરવા સરકારે બુધવારે સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. તેમાં સંસદનું સત્ર નાનું હોવાથી સમયના અભાવે વિધેયકો પર ચર્ચા કરાઈ હતી. બેઠક પછી નક્કી થયું હતું કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુરુવારે બપોરે 12 વાગે ભારત-ચીન સરહદે ચાલી રહેલી અથડામણ અંગે રાજ્યસભામાં નિવેદન આપશે. મંગળવારે તેઓ લોકસભામાં આ મુદ્દે નિવેદન આપી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે ચીને તમામ સમજૂતીનું ઉલ્લંઘન કરી એલએસી પર યથા સ્થિતિને એક તરફી બદલવાનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષ તરફથી કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા કહ્યું કે બેઠકમાં ચીન અંગે કોઈ ચર્ચા થઈ નથી.

અન્ય સમાચારો પણ છે...