કોરોના વચ્ચે સંસદના સત્રનો ચોથો દિવસ:ચીન વિવાદ મામલે રાજનાથ સિંહે કહ્યું- લદાખમાં ભારતીય સેનાના જવાનોના પેટ્રોલિંગને દુનિયાની કોઈ તાકાત અટકાવી શકશે નહીં

નવી દિલ્હીએક વર્ષ પહેલા
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે વાતચીત વચ્ચે ચીને 29-30 ઓગસ્ટના રોજ લદાખમાં ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી. - Divya Bhaskar
સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું હતું કે વાતચીત વચ્ચે ચીને 29-30 ઓગસ્ટના રોજ લદાખમાં ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી.
  • ચીને લદાખમાં 35 હજાર વર્ગ કિમીના ભાગ પર કબજો કરી રાખ્યો છેઃ રાજનાથ
  • '130 કરોડ દેશવાસીઓને વિશ્વાસ આપીએ છીએ કે દેશનું માથું નમવા નહીં દઈએ'

કોરોના વચ્ચે સંસદના પ્રથમ સત્ર(ચોમાસુ)નો આજે ચોથો દિવસ છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે પણ રાજ્યસભામાં ચીન મામલે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું, 'દુનિયાની કોઈ તાકાત લદાખમાં ભારતીય જવાનોને પેટ્રોલિંગ કરવાથી રોકી નહીં શકે. ચીનની સાથે સરહદ વિવાદ આજે પણ વણઉકેલાયેલો જ છે. ચીને વાતચીત વચ્ચે 29-30 ઓગસ્ટે લદાખમાં ઉશ્કેરણીજનક કાર્યવાહી કરી હતી. તેનું કહેવું અને કરવામાં ફરક છે.'

રાજનાથના ભાષણની 5 મુખ્ય વાત

1. ચીને સમજૂતી તોડી
રાજનાથે કહ્યું, "ચીનનું વલણ બતાવે છે કે તે બંને દેશો વચ્ચેની સમજૂતીનું સન્માન નથી કરતું. ચીનના સૈન્યએ 1993 અને 1996ની સમજૂતીનું ઉલ્લંઘન કર્યું છે. સરહદ પર શાંતિ જાળવવા LACનું સન્માન કરવું જરૂરી છે."

2. ચીન દ્વારા લદાખમાં 38 હજાર ચોરસ કિ.મી.ના ભાગ પર ગેરકાયદે કબજો
'ચીને ગેરકાયદે રીતે લદાખમાં 38 હજાર વર્ગ કિમીના ભાગ પર કબજો કરી રાખ્યો છે. ચીન- પાકિસ્તાનના 1963ની કાઠી સમજૂતી દ્વારા પાકિસ્તાને તેના કબજાવાળા કાશ્મીર (પીઓકે)ના 5180 વર્ગ કિમી ભાગ પર ગેરકાયદે રીતે ચીનને આપી દીધો છે. ચીન અરુણાચલથી જોડાયેલા 90 હજાર વર્ગ કિમીના વિસ્તાર પર પણ પોતાનો દાવો કરી રહ્યું છે.

3. ચીને સરહદી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન વધાર્યું
'ચીન છેલ્લા ઘણા દશકાઓથી સરહદી વિસ્તારોમાં સૈન્યની તહેનાતી વધારી રહ્યું છે. તેણે કન્સ્ટ્રક્શનની પ્રવૃત્તિમાં પણ વધારો કર્યો છે. અમારી સરકારે સરહદ માળખાગત વિકાસ માટે બજેટ બમણું કર્યું છે. "

4. ચીનના કારણે યુદ્ધ જેવી પરિસ્થિતિ બની
"અમે ચીનની કોઈપણ કાર્યવાહીનો જવાબ આપવા સક્ષમ છીએ. અમે કોઈપણ પડકારથી પીછેહઠ કરીશું નહીં. ચીનની હરકતને કારણે ગલવાન ઘાટીમાં યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ. અમે શાંતિની ઇચ્છા રાખીએ છીએ, પરંતુ દેશની રક્ષા કરવા પાછળ નહીં હટીએ." હું 130 કરોડ દેશવાસીઓને વિશ્વાસ આપું છું કે દેશનું માથું નમવા નહીં દઈએ."

5. તમામ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર
"વિવાદના મુદ્દાઓ અને સૈનિકોની સંખ્યાને લઈને આ વર્ષે પરિસ્થિતિ જુદી છે. અમે હાલની પરિસ્થિતિને શાંતિપૂર્ણ રીતે હલ કરવા માગીએ છીએ. અમે કોઈપણ કટોકટીનો સામનો કરવા પણ તૈયાર છીએ."

વિદેશ રાજ્ય મંત્રીએ કહ્યું- પાકિસ્તાન પોતાની જમીન પરના આતંકવાદને રોકે
રાજનાથ સિંહ પહેલા વિદેશ રાજ્યમંત્રી વી.મુરલીધરને રાજ્યસભામાં એક સવાલના લેખિત જવાબમાં કહ્યું, ભારત ઈચ્છે છે કે પાકિસ્તાનની સાથે સામાન્ય પાડોશી જેવા સબંધ રહે. અમે ઇચ્છીએ છીએ કે ભારત- પાકિસ્તાન વચ્ચેના મુદ્દાઓ શાંતિ અને આતંકવાદ મુક્ત વાતાવરણમાં ઉકેલ આવે. તે પાકિસ્તાનની જવાબદરી છે કે તે આવું વાતાવરણ તૈયાર કરે અને આતંકવાદ માટે પોતાની જમીનનો ઉપયોગ થતો અટકાવે..

કોંગ્રેસે કહ્યું- કોરોના મામલે સરકાર મોડી જાગી
રાજ્યસભામાં કોરોના પર ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, "સરકારે કોરોના રોકવાના ગોલ્ડન મહિનાને બરબાદ કર્યા હતા. WHOએ ગત વર્ષે ડિસેમ્બરમાં જ સતર્ક કર્યા હતા. ચીન આપનો પાડોશી દેશ છે, માટે આપણે પહેલાથી જ એલર્ટ રહેવું જોઈતું હતું. રાહુલ ગાંધીએ પણ કહ્યું હતું કે મહામારીનો ખતરો મંડરાઈ રહ્યો છે."

સંજય રાઉતે કહ્યું- મુંબઈના ધારાવીમાં કોરોના કાબૂમાં છે
શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું કે, "મારા માતા અને ભાઈ કોરોનાથી સંક્રમિત છે. મહારાષ્ટ્રમાં ઘણા દર્દીઓ સજા પણ થઈ રહ્યા છે. આજે ધારાવીમાં પરિસ્થિતિ કાબૂમાં છે. WHO એ BMCના પ્રયાસોના વખાણ કર્યા હતા. આ વાતો એટલા માટે જણાવવા માંગુ છું, કેમકે કેટલાક લોકો મહારાષ્ટ સરકાર સામે સવાલ ઉઠાવી રહ્યા છે."

રાઉતે કેન્દ્રીય મંત્રી મેઘવાલ પર ટિપ્પણી કરી

રાઉતે કહ્યું, "હું પૂછવા માંગુ છું કે ઘણા લોકો સજા કેવી રીતે થઇ ગયા, શું તેઓ ભાભીજીના પાપડ ખાઈને સજા થઇ ગયા? આ રાજનીતિની લડાઈ નથી, પણ લોકોની જિંદગીને બચાવવાની લડાઈ છે."

રાઉતે આ ટિપ્પણી કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ પર કરી હતી. મેઘવાલનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ભાભીજીની બ્રાન્ડના પાપડ હાથમાં પકડીને કહી રહ્યા છે કે આ પાપડ મહામારી સામે લડવામાં મદદગાર સાબિત થશે."

રાજનાથ મુખ્ય નેતાઓને ચેમ્બરમાં બોલાવી લદાખ વિશે માહિતી આપે
રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ ગુરુવારે રાજનાથને સલાહ આપી હતી કે તેઓ મુખ્ય નેતાઓને તેમની ચેમ્બરમાં બોલાવી તેમને લદાખ વિશે સ્થિતિની માહિતી આપે. નાયડુએ આ સલાહ એવા સમયે આપી હતી જ્યારે રાજનાથ રાજ્યસભાને સંબોધી રહ્યા હતા. સંરક્ષણમંત્રી રાજનાથ મંગળવારે આ મુદ્દે લોકસભામાં માહિતી આપી ચૂક્યા હતા. તેમણે રાજ્યસભામાં અનેક વાતોનું પુનરાવર્તન કર્યુ હતું. ચીનનું બિલ્ડ અપ પહેલીવાર ગત એપ્રિલમાં જોવા મળ્યુ હતું. ત્યારે તેણે એલએસી પર એકતરફી સ્થિતિ બદલવાનો પ્રયાસ શરૂ કરી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...