• Gujarati News
 • National
 • Rajnath Said, "Now, If Need Be, The Jawans Cross The Border And Take Action Against The Terrorists."

ભાસ્કર ફેસબુક LIVEમાં રક્ષા મંત્રી:રાજનાથે કહ્યું- હવે જરૂર પડે તો જવાન સરહદ ઓળંગીને આતંકીઓ સામે કાર્યવાહી કરે છે

નવી દિલ્હી2 વર્ષ પહેલા
રાજનાથ સિંહે કહ્યું- આતંકવાદ વિરૂદ્ધ છેલ્લાં 6 વર્ષમાં બદલાવ આવ્યો છે. તે છે તેમના વિરૂદ્ધ ભારતના રિસ્પોન્સનો. પહેલા આતંકી હુમલા થતા હતા, જવાન કાર્યવાહી કરતા હતા - Divya Bhaskar
રાજનાથ સિંહે કહ્યું- આતંકવાદ વિરૂદ્ધ છેલ્લાં 6 વર્ષમાં બદલાવ આવ્યો છે. તે છે તેમના વિરૂદ્ધ ભારતના રિસ્પોન્સનો. પહેલા આતંકી હુમલા થતા હતા, જવાન કાર્યવાહી કરતા હતા

રક્ષા મંત્રી રાજનાથસિંહે ગુરુવારે ફેસબુક લાઈવ સેશન દરમિયાન ભારતની વાત: સરહદ અને આપણા પાડોશી વિષય પર સંબોધન કર્યું હતું. તેઓએ 23 મિનિટના ભાષણમાં પાડોસી દેશો સાથે ભારત અને ભારતીય સેનાના વલણને લઈને વાત કરી હતી. પોતાની વાત શરૂ કરતા પહેલા તેઓએ ભાસ્કરના આ આયોજન માટે શુભકામના પાઠવી હતી.

રાજનાથસિંહના સંબોધનની મુખ્ય વાતો

 • આજનો વિષણ ઘણો સંવેદનશીલ છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો છે. બધુ જાહેરમાં કહેવું તો મારા માટે શક્ય નથી. છતા પણ હું એટલું જરૂર કહીશ કે જ્યારે આપણે ભારતની સરહદની વાત કરીએ છીએ ત્યારે 7 દેશ સાથે જોડાયેલી સરહદની વાત કરીએ છીએ. છેલ્લા 73 વર્ષમાં ઘણીવાર પડકાર આવ્યા. પરંતુ આપણી સેનાએ સફળતાપૂર્વક તેનો સામનો કર્યો છે.
 • જમ્મુ-કાશ્મીરમાં સેના, પોલીસ, CRPF, ઈન્ટેલીજન્સ એજન્સીઓ વચ્ચે એટલું સારું કોર્ડિનેશન છે કે અમને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવામાં ઘણી હદ સુધી સફળતા મળે છે. કાશ્મીરમાં પણ આતંકવાદ લગભગ ખતમ થઈ જશે. થોડો સમય લાગશે. પહેલા કરતા આતંકવાદમાં ભારે ઘટાડો થયો છે. પાકિસ્તાને આતંકવાદને લઈને તમામ પ્રયાસો કરી લીધા છે.
 • 1999માં કારગિલ, 2001માં મુંબઈ હુમલો, ઉરીમાં 2017નો હુમલો, 2019માં પુલવામા હુમલો. આ બધુ સરહદની પેલી બાજુથી આયોજિત હતું. આ માટે અમારી પાસે પૂરતા પૂરાવા છે.
 • આતંકવાદ સામે છેલ્લા 6 વર્ષમાં ફેરફાર જોવા મળ્યા છે. તે છે તેમની સામે ભારતનો રિસ્પોન્સ. પહેલા આતંકી હુમલો થતો હતો, જવાન કાર્યવાહી કરતા હતા. પૂરાવા કહેતા હતા કે આતંકીઓના તાર પાકિસ્તાન સાથે જોડાયેલ છે. પરંતુ પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓમાં કોઈ ડર ન હતો. તેઓ જાણતા હતા કે આપણે સુરક્ષિત છીએ.
 • ભારત માત્ર આંતરરાષ્ટ્રીય મંચ ઉપર તેને ઉઠાવશે અને ડોઝિયર આપશે. આજે પણ કરીએ છીએ પરંતુ થોડું અંતર છે. જરૂર પડે તો આપણા જવાનો સરહદ પાર કરીને આતંકવાદીઓ સામે કાર્યવાહી કરે છે. બે ઉદાહરણ તમારી સામે છે. ભારતીય સેનાએ આતંકવાદ સામે કડક કાર્યવાહી કરી છે.
 • પાકિસ્તાની ટેરર હવે ધીમે ધીમે ખતમ થઈ રહ્યો છે. હવે તેઓ સરહદ પર સીઝ ફાયરનું ઉલ્લંધન કરે છે. અનુચ્છેદ-370 જ્યારથી સમાપ્ત થઈ ગયો છે ત્યારથી પાકિસ્તાન હવે સમજી ચૂક્યું છે કે હવે તે વધુ કંઈ ઘાટીમાં કરી શકે તેમ નથી. એટલા માટે હવે તે પીઓકે હડફ કરવાની કોશિશમાં છે.
 • ગિલગિટ બાલ્ટિસ્તાનને પોતાનું બનાવવા માટે કામે લાગ્યું છે. હવે તે ડરી રહ્યું છે, એટલા માટે ગેરકાયદેસર રસ્તો અપનાવી રહ્યું છે. ભારતની સંસદમાં પીઓકેને લઈને સર્વ સંમત પ્રસ્તાવ પારિત કરાયો છે.
 • અમે તે પ્રસ્તાવને કોઈ પણ સ્થિતિમાં નહીં ભૂલીએ. જ્યાં સુધી તે નહીં થાય ત્યાં સુધી ભારત-પાક સરહદ વિવાદનો ઉકેલ નહીં આવી શકે. પાકિસ્તાનની સાથે LoC પરમેનેન્ટ બાઉન્ડ્રી નથી.
 • LoC પછી આપણી સામે બીજો પડકાર LACનો છે. ચીનની સાથે. ભારત-ચીનને લઈને એક પરસેપ્શન ડિફરન્સ છે. દરેક સરકારે તેનો સ્વીકાર કર્યો છે. તેમ છતા કેટલીક એવી સમજૂતી છે, પ્રોટોકોલ છે. જેનું પાલન કરતા બંને દેશો LAC પર પેટ્રો લિંક કરે છે. આ સિલસિલો શરૂઆતથી જ ચાલ્યો આવે છે.
 • સમસ્યા ત્યારે આવે છે જ્યારે ચીનની સેનાઓ દ્વારા એગ્રીડ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવે છે. PLAને યુનિ લેટ્રલ રીતે LAC પર એકશન કરવાની મંજૂરી અમે કોઈ પણ રીતે ન આપી શકીએ. અમારી સરકારે સરહદ પર સેનાઓને સંપૂર્ણ રીતે છૂટ આપી રાખી છે.
 • LAC પર કોઈ પણ પ્રકારના બદલાવને સાંખી નહીં લઈએ. ગલવાનમાં તે દિવસે ભારતીય સેનાએ આ જ કર્યું હતું. નીડરતાની સાથે તેમનો સામનો કર્યો અને તેમને પીછેહટ કરવા પર મજબૂર કરી દીધા. આ સાચું છે કે આપણાં કેટલાંક જવાનો શહીદ થયા હતા. પરંતુ તે બાજુ કેટલા થયા તે અંગે હું કંઈ જ કહેવા નથી માગતો. આપણાં જવાનોએ બલિદાન આપીને આપણી માતૃભૂમિની રક્ષા કરી છે. જે વાત આપણે કદી નહીં ભૂલી શકીએ.
 • ભારતની સરહદ હિમાલયમાં નેપાળ અને ભૂટાન સાથે સંલગ્ન છે. આ બંને દેશોની સાથે આપણાં સંબંધો ઘણાં જ સારા છે. બંને દેશના નાગરિકો કોઈપણ જાતની અડચણ વિના એક બીજાના દેશમાં આવનજાવન કરી શકે છે. બંને શાંતિ પ્રિય દેશ છે. અમારી ચિંતા છે કે આ બંને દેશોમાં ચીનનો વધતો જતો પ્રભાવ. બંને દેશો સૉવરેન દેશ છે. તેઓ કોઈ પણ દેશની સાથે સંબંધ રાખવા માટે સ્વતંત્ર છે.
 • પરંતુ સંબંધોની આડમાં આ દેશોની સરહદની સાથે છેડછાડ થાય તે યોગ્ય વાત નથી, તેમજ ભારતને સ્વીકાર્ય પણ નથી. હું ડોકલામની ચર્ચા કરવા માગુ છું. ડોકલામમાં જે સ્ટેન્ડ ઓફ હતું. તે ભૂટાનમાં ચીનના વધતા પ્રભાવને કારણે થયું હતું. હાલ નેપાળમાં પણ પણ ચીન સરહદે કેટલાંક નિર્માણ કાર્યોને લઈને વિરોધ પ્રદર્શનો થયા.
 • નેપાળની સાથે ભારતનો રોટી-બેટીનો સંબંધ છે. સાંસ્કૃતિક સંબંધો છે. આપણાં પારિવારિક સંબંધો છે. સાથે જ રક્ષાની દ્રષ્ટીએ નેપાળી ગુરખા સમાજની સાથે આપણો અતૂટ સંબંધ છે.
અન્ય સમાચારો પણ છે...