ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડના દોષિત એજી પેરારીવલન હવે જેલમાંથી બહાર આવશે. સુપ્રીમ કોર્ટે તેમે છોડવાના આદેશ આપ્યા છે. આ પહેલાં હાઈકોર્ટે દયા અજીને રાષ્ટ્રપતિ પાસે મોકલવાના રાજ્યપાલના નિર્ણયને નકારી દીધો હતો. કોર્ટે કહ્યું હતું કે, બંધારણ વિરુદ્ધ કઈ થતું હોય તો અમે આંખો બંધ ના રાખી શકીએ. હાઈકોર્ટે કેન્દ્રના એ સૂચન ઉપર પણ સહમતી નહતી દર્શાવી કે જેમાં કોર્ટે આ વિશે રાષ્ટ્રપતિનો નિર્ણય આવે ત્યાં સુધી રાહ જોવી જોઈએ.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પુછ્યું હતું કે, 36 વર્ષની સજા કાપી ચૂકેલા એજી પેરારિવલને હવે કેમ છોડી ના શકાય? તમિલનાડુ સરકારે આ વિશે કહ્યું હતું કે, કેન્દ્ર માત્ર કાયદામાં નક્કી કરેલી સ્થિતિને અસ્થિર કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, જ્યારે ઓછી સજા કાપેલા લોકોને છોડવામાં આવે છે તો કેન્દ્ર સરકાર પેરારીવલનને છોડવા માટે કેમ સહમત નથી. આજે હવે સુપ્રીમ કોર્ટે અંતિમ નિર્ણય જાહેર કરતાં પેરારીવલનને છોડવાનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું છે કે, અમે તમને બચવા માટેનો એક રસ્તો આપી રહ્યા છે. આ એક વિચિત્ર તર્ક છે. રાજ્યપાલ પાસે બંધારણના અનુચ્છેદ 161 અંતર્ગત દયા અજી પર નિર્ણય લેવાનો અધિકાર નથી જોકે આ ખરેખર ખૂબ દુખદ વાત છે. રાજ્યપાલ કયા સોર્સ કે જોગવાઈ અંતર્ગત રાજ્ય મંત્રિમંડળના નિર્ણયને રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.