તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajinikanth Came Into Politics Under The Pressure Of BJP, He Had Realized That There Is No Place For Him In Politics; Retreat For Health Reasons

ભાસ્કર ઓરિજિનલ:રજનીકાંત ભાજપના દબાણથી રાજકારણમાં આવ્યા હતા, તેઓ કળી ચૂક્યા હતા કે રાજકારણમાં તેમના માટે જગ્યા નથી; આરોગ્યનું કારણ ધરી પીછેહઠ

ચેન્નઇ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તમિલ સુપરસ્ટાર રજનીકાંત આખરે રાજકારણથી કેમ તોબા પોકારી ગયા...
  • ફોરમ બેઠકમાં રજનીકાંતે કહ્યું- રાજકારણમાં યુ-ટર્ન લેવા બદલ ખૂબ જ પીડા અનુભવી રહ્યો છું

રજનીકાંતે કોરોના અને બીમારીનું કારણ આગળ ધરીને રાજકીય યાત્રા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે કહ્યું કે રાજકીય ફોરમ રજની મક્કલ મંદરમ ફેન ક્લબ તરીકે જારી રહેશે. બંધબારણે 20 મિનિટ લાંબી બેઠકમાં રજનીકાંતે જણાવ્યું કે રાજકારણમાં યુ-ટર્ન લેવા બદલ તેઓ ભારે પીડા અનુભવી રહ્યા છે.

ચૂંટણી લડવા કે ચૂંટણીપ્રચાર કરવા પોતાનો જીવ જોખમમાં મૂકીને સેવા કરવા તૈયાર છે પણ તેમની આ યાત્રામાં જોડાનારા લોકો બલિનો બકરો બને એ તેમને સ્વીકાર્ય નથી. તેમણે કાયમ માટે રાજકારણ છોડવાનો નિર્ણય કેમ લીધો તે અંગે રાજકીય સમીક્ષક રંગરાજન કહે છે કે 2017ની 31 ડિસેમ્બરે તેમણે તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું પણ પછી ગ્રાઉન્ડ લેવલે કોઇ વર્કપ્લાન ન ઘડ્યો. તેમનો પક્ષ 3 વર્ષ સુધી માત્ર કાગળ પર જ રહ્યો. તેઓ ભલે નાદુરસ્ત તબિયતનું કારણ આપતા હોય પણ આ દરમિયાન ભ્રમ અને દબાણમાં જ દેખાયા.

એ હકીકત છે કે ભાજપે રાજકીય લાભ માટે તેમને રાજકારણમાં આવવા દબાણ કર્યું હતું. રજનીકાંત તમિલનાડુની ઓળખ દ્રવિડ વિચારધારાના બદલે ભાજપ-સંઘની નજીક દેખાયા. ત્યાં સુધી કે મોદી-શાહને કૃષ્ણ અને અર્જુન પણ કહ્યા. બધાએ જોયું કે કેવી રીતે ભાજપના ટોચના નેતાઓએ તેમના ઘરે લાઇન લગાવી અને ચર્ચા કરી.

તેઓ દ્રવિડ પક્ષો અને તેમના નેતાઓના પાયાના સ્તરે કનેક્શન અને લોકપ્રિયતાથી વાકેફ હતા અને વર્ષો સુધી આ કારણથી જ રાજકારણમાં આવતા ખચકાતા રહ્યા.

અન્ય સમાચારો પણ છે...