• Gujarati News
  • National
  • Rajeev Rai Is The National Secretary Of SP, Varanasi Team Raided. All Akhilesh's Special

UPમાં ઇન્કમટેક્સના દરોડા:ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પહેલાં અખિલેશ યાદવની પાર્ટીના ત્રણ ફાઇનાન્સરનાં ઘરે ITની તપાસ; પોલીસનાં ધાડાં ઉતારાયાં, સમર્થકોની BJP વિરુદ્ધ નારાબાજી

એક મહિનો પહેલા
મઉમાં રાજીવ રાયના ઘરે આઇટીની ટીમ સવારે 7 વાગે પહોંચી હતી, બહાર તેમના સમર્થકોની ભીડ.

ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીના 3 મોટા નેતાનાં ઘરે એકસાથે ઈન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. મઉમાં સપાના રાષ્ટ્રીય સચિવ રાજીવ રાય, લખનઉમાં જૈનેન્દ્ર યાદવ અને મૈનપુરીમાં મનોજ યાદવનાં ઘરે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. આ ત્રણેય નેતા સપા-અધ્યક્ષ અખિલેશ યાદવના ખાસ માનવામાં આવે છે. આ પાર્ટીના ફાઈનાન્સર માનવામાં આવે છે. જૈનેન્દ્ર યાદવ અખિલેશ મુખ્યમંત્રી હતા ત્યારે OSD પણ રહી ચૂક્યા છે. ચૂંટણી પહેલાં આ પ્રમાણેના દરોડાને રાજકીય એંગલથી પણ જોવામાં આવે છે.

રાજીવ રાયની દુબઈ અને બેંગલુરુમાં એન્જિનિયર અને મેડિકલ કોલેજ
સૌથી પહેલા શનિવારે સવારે 7 વાગે રાજીવ રાયના મઉમાં શહાદતપુરામાં આવેલા ઘરે દરોડા પાડવામાં આવ્યા. રાય 2014માં લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે. રાયના દુબઈ અને બેંગલુરુમાં મેડિકલ કોલેજ છે. ઈન્કમટેક્સના દરોડાની માહિતી મળતાં જ તેમના સમર્થકો મોટી સંખ્યામાં તેમના ઘરે પહોંચી ગયા હતા. તેઓ ભાજપ સરકારના વિરોધમાં નારેબાજી કરી રહ્યા છે.

રાયે ઘોસીથી ચૂંટણી લડવાની તૈયારી કરી

રાજીવ રાય સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ છે અને અખિલેશના ખાસ માનવામાં આવે છે.
રાજીવ રાય સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય સચિવ છે અને અખિલેશના ખાસ માનવામાં આવે છે.

રાજીવ રાય શરૂઆતથી જ સપા સાથે જોડાયેલા છે. ભૂમિહાર નેતા તરીકે તેમને ઓળખવામાં આવે છે. મઉ, બલિયા અને ગાઝીપુર વિસ્તારમાં તેઓ ભૂમિહાર સમાજમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. તેઓ મૂળ બલિયાના છે. અખિલેશ યાદવ રાજીવ રાયને ઘોસીથી ચૂંટણી લડાવવા માગતા હતા. તેના માટે તેઓ ત્રણ મહિના પહેલાં જ મઉ શિફ્ટ થયા છે. ત્યાં હમણાં જ તેમણે ઘર લીધું છે અને તેમની ઓફિસ શરૂ કરી છે.

અખિલેશના OSD રહી ચૂક્યા છે જૈનેન્દ્ર યાદવ

જૈનેન્દ્ર સમાજવાદી પાર્ટીના ફાઈનાન્સર માનવામાં આવે છે. તેઓ પણ અખિલેશના ખાસ છે
જૈનેન્દ્ર સમાજવાદી પાર્ટીના ફાઈનાન્સર માનવામાં આવે છે. તેઓ પણ અખિલેશના ખાસ છે

લખનઉમાં જૈનેન્દ્ર યાદવના ગોમતી નગરવાળા ઘરે પણ ઈન્કમટેક્સની ટીમ પહોંચી છે. તેઓ અખિલેશના ખાસ હોવાના કારણે તેમના OSD બન્યા હતા. ત્યાર પછી જૈનેન્દ્ર યાદવે રિયલ એસ્ટેટસમાં પ્રવેશ કર્યો હતો. આગ્રા, લખનઉ અને અન્ય ઘણાં મોટાં શહેરોમાં જૈનેન્દ્રની ઘણી જમીન છે. એ સિવાય તેમની મિનરલ પાણીની ફેક્ટરી પણ છે.

મનોજ યાદવ લખનઉના મોટા વેપારી

મૈનપુરીમાં સમાજવાદી પાર્ટીના નેતા મનોજ યાદવના આ જ ઘરે ઈન્કમટેક્સની ટીમ પહોંચી છે.
મૈનપુરીમાં સમાજવાદી પાર્ટીના નેતા મનોજ યાદવના આ જ ઘરે ઈન્કમટેક્સની ટીમ પહોંચી છે.

મૈનપુરીમાં મનોજ યાદવના ઘરે દરોડા પાડવામાં આવ્યા છે. તેઓ RCL ગ્રુપના ચેરમેન છે. તેઓ ઘણા સમયથી મૈનપુરીમાં જિલ્લા પંચાયત અધ્યક્ષ પર કાર્યરત છે. મનોજ સપા અધ્યક્ષ અખિલેશની કોર ટીમના સભ્ય માનવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...