• Gujarati News
  • National
  • Rajasthan Zayka Special Story; Jodhpur Chaturbhuj Gulab Jamun History, It Is About 120 Old Dishes From Rajasthan How To Make It

ચાસણી વગરનાં ગુલાબજાંબુ જોયાં છે?:વાત છે રાજસ્થાનની 120 જૂની વાનગીની, જેના ભાવમાં શેરબજારની જેમ વધઘટ થાય છે

9 દિવસ પહેલા

શું તમે એવાં સમોસાં ખાધાં છે, જેમાં બટાકા ન હોય, શું તમે એવી મેગી ખાધી છે, જેમાં મસાલા ન હોય. તો પછી તમે ચાસણી વગરનાં ગુલાબજાંબુનું નામ જ નહીં સાંભળ્યું હોય. ચાલો, અમે તમને આ અંગે જણાવીએ. રાજસ્થાનની 120 વર્ષ જૂની વાનગી અંગે અમે તમને આજે જણાવીશું. જોધપુરમાં ચતુર્ભુજનાં ગુલાબજાંબની માગ ન માત્ર દેશમાં છે, પણ વિદેશમાં પણ એટલી જ છે. દેશના ગૃહમંત્રી અમિત શાહથી લઈ ખુદ મુખ્યમંત્રી અશોક ગેહલોતને પણ એનો સ્વાદ દાઢે વળગી ચૂક્યો છે. પૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર અને ઈરફાન પઠાણ સહિત ઘણા સેલિબ્રિટીઓ એનો સ્વાદ ચાખી ચૂક્યા છે. સેન્સેક્સની જેમ એના ભાવમાં રોજ વધઘટ થાય છે. જોધપુરના પુંગલપાડા રોડ પર આ દુકાન આવેલી છે. અહીં બે પ્રકારનાં ગુલાબજાંબુ મળે છે, એક ચાસણીવાળાં અને બીજા ચાસણીવગરનાં.

ચતુર્ભજ ગુલાબજાંબુ....
દુકાન-માલિક રાહુલ અગ્રવાલ જણાવે છે, તેમના પૂર્વજો 1890થી દુકાન ચલાવે છે. અહીં બનનારાં ગુલાબજાંબુનો સ્વાદ 120 વર્ષમાં આજે પણ નથી બદલાયો. એનું રાજ છે એની સિક્રેટ રેસિપી. તમામ સામગ્રીનું મિશ્રણ, ગુલાબજાંબુની સાઇઝ અને તમે એને દબાવો તો ચાસણીનું એક ટીપું પણ ન પડે. આ તમામ વાતનું ધ્યાન ચતુર્ભુજ અગ્રવાલની પાંચમી પેઢી રાખી રહી છે.

શેરબજારની જેમ ભાવ વધઘટ થાય છે
રાહુલના પિતા રમેશચંદ્ર જણાવે છે, ચતુર્ભુજ તેના દાદા હતા. એ વખતે તેઓ 4 રૂપિયે કિલો ગુલાબજાંબુ વેચતા હતા, હવે ભાવ 480 રૂપિયા છે. ભાવમાં વધઘટ થતી રહે છે, એ પણ સેન્સેક્સની જેમ. દરેક દિવસે તમને ગુલાબજાંબુનો ભાવ અલગ જોવા મળશે. બધી વાત દૂધના ભાવ પર આધાર રાખે છે.

ચાસણી મેનેજમેન્ટ
તેઓ આગળ જણાવે છે, ગુલાબજાંબુનો સમગ્ર માલ તેઓ પોતાની દેખરેખ હેઠળ તૈયાર કરે છે. ગુલાબજાંબુ આમ તો બે પ્રકારનાં બને છે, પનીર અને માવાના. તેમને ત્યાં માત્ર માવા અને ખાંડમાં તૈયાર થાય છે. દરેક જગ્યાએ ચાસણીમાં ડૂબેલાં ગુલાબજાંબુ હોય છે, પરંતુ અહીં એટલી જ ચાસણી મેળવવામાં આવે છે જેટલી ગુલાબજાંબુની અંદર રહે. આ જ કારણે લોકો અહીંનાં ગુલાબજાંબુ વધારે પસંદ કરે છે.

કરોડોનો વેપાર
રમેશચંદ્રના જણાવ્યા મુજબ, દરરોજ 250 કિલો ગુલાબજાંબુનું વેચાણ થાય છે. એક કિલોનો ભાવ 450થી 480 વચ્ચે હોય છે. એક અનુમાન મુજબ, દર વર્ષે 4 કરોડ રૂપિયાનો વેપાર છે.

અન્ય સમાચારો પણ છે...