બ્લાસ્ટ સાથે આગ લાગી:જીવતા સળગેલા યુવકનો લાઈવ VIDEO, એક રીબાઈ-રીબાઈને મૃત્યુ પામ્યો, બીજો ગંભીર રીતે દાઝી ગયો

સાંચૌર3 મહિનો પહેલા

રાજસ્થાનના સંચૌરમાં કોસ્મેટિકના ગોડાઉનમાં બ્લાસ્ટની સાથે લાગેલી આગમાં બે યુવકો જીવતા સળગ્યા હતા. એક યુવકનું સળગવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતુ, જ્યારે બીજો યુવક લાંબો સમય સુધી તડપતો રહ્યો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ગોડાઉનના શટરના ટુકડા લગભગ 150 ફુટ દુર સુધી પડ્યા હતા. આ ઘટના જાલોરના સંચૌરમાં સોમવારે મોડીરાતે બની હતી.

શહેરના PWD રોડ પર રાવણા રાજપૂત સમાજની ધર્મશાળાની બહાર બનેલા ગોડાઉનમાં મોડીરાતે 11 વાગ્યે જોરદાર બ્લાસ્ટની સાથે આગ લાગી હતી. તેના કારણે ગોડાઉનની બહાર ઉભેલા છોગારામ અને પ્રવીણ નામના બંને યુવકો દાઝી ગયા હતા. જ્યારે ઘટના સ્થળે લોકો પહોંચ્યા તો દાઝેલી સ્થિતિમાં બંને યુવક તડપી રહ્યાં હતા. લોકોએ માટી નાંખીને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે વધુ દાઝી જવાના પગલે છોગારામનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે પ્રવીણને ગંભીર સ્થિતિમાં ગુજરાતના પાલનપુરમાં રીફર કરવામાં આવ્યો છે.

બંને યુવકો ગોડાઉનમાં જ કામ કરતા હતા. જોકે હજી સુધી આગ કેમ લાગી તે અંગેનો કોઈ ખુલાસો થયો નથી. ઘટનાની માહિતી પછી SDM શૈલેંન્દ્ર સિંહ, ડેપ્યુટી રૂપ સિંહ ઈંદા સહિત અન્ય અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા.

મૃતક છોગારામ બિશ્વોઈ.
મૃતક છોગારામ બિશ્વોઈ.

પાડોશીઓએ આગમાંથી બહાર કાઢ્યા હતા
ઘટના બની તે સમયે ધર્મશાળાથી થોડા અંતરે શિક્ષક રમેશ પી ખાનવત અને રાજેન્દ્ર હિંગડા જમીને વોક પર નીકળ્યા હતા. તેમને અચાનક જ દુરથી બ્લાસ્ટનો અવાજ સંભળાયો હતો. તે પછી જ્યારે તેઓ ઘટના સ્થળે પહોંચ્યા તો ગોડાઉનનું શટર તૂટી ગયું હતુ અને અંદરથી આગની જવળા દેખાઈ રહી હતી. બીજી તરફ દુકાનની બહાર બંને યુવક સળગી રહ્યાં હતા. બાદમાં આગને માટી નાંખીને ઓલવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...