• Gujarati News
  • National
  • Rajasthan Road Accident VIDEO; Speeding Ambulance Hit 2 Student In Bharatpur, 1 Death

મોત બનીને આવેલી એમ્બ્યુલન્સનો LIVE Video:મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા 2 સ્ટૂડન્ટ્સ, 40 ફૂટ સુધી ઘસડાયા; એકનું મોત

11 દિવસ પહેલા

ફૂલ સ્પીડમાં ફરતા વાહનો મોત બનીને રોડ પર દોડી રહ્યા છે. રાજસ્થાનમાં સતત આવી ગાડીઓના એક્સિડન્ટ થઈ રહ્યા છે અને લોકોના જીવ જઈ રહ્યા છે. તાજેતરમાં જ રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં એક આવી ઘટના બની છે. અહીં એક ફૂલ સ્પીડમાં આવતી એમ્બ્યુલન્સે 2 લોકોને ટક્કર મારી છે, જેમાં એકનું મોત થયું છે. આ ઘટનાના એક દિવસ પહેલાં જ પાલીમાં પણ એક ફૂલ સ્પીડમાં આવતી SUVની ઝપટમાં આવતા એક ખેડૂતનું મોત થયું છે.

મંગળવારે સવારે ભરતપુરના નદબઈ વિસ્તારમાં દારૂના નશામાં એક એમ્બ્યુલન્સ ચલાવતા ડ્રાઈવરે એક 12માં ધોરણના વિદ્યાર્થી અને અન્ય એક વ્યક્તિને ટક્કર મારી હતી. તેમાં ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીનું મોત થયું છે.

આ ઘટનાનો એક સીસીટીવી વીડિયો પણ સામે આવ્યો છે. સ્ટૂડન્ટને ટક્કર મારીને એમ્બ્યુલન્સ આગળ પુલિયાથી અથડાઈ ગઈ હતી. એમ્બ્યુલન્સના ડ્રાઈવરની પોલીસે ધરપકડ કરી લીધી છે.

એક કિમીના અંતરમાં એમ્બ્યુલન્સે 3 લોકોને ટક્કર મારી
એક કિમીના અંતરમાં એમ્બ્યુલન્સે 3 લોકોને ટક્કર મારી

પોલીસે જણાવ્યું કે, અહીં આવેલા નગલા સંતામાં રહેતા 26 વર્ષના લલિત કુમાર સવારે મોર્નિંગ વોક કરવા નીકળ્યા હતા. ત્યારે નદબઈથી જયપુર ફૂલ સ્પીડમાં જતી એમ્બ્યુલન્સે ટક્કર મારી દીધી હતી. ત્યારપછી એમ્બ્યુલન્સે આગળ ચાલતા જતા 17 વર્ષના રામેશ્વસ સિંહ અને 17 વર્ષના વિશાલને પણ ટક્કર મારી હતી. આ એક્સિડન્ટમાં રામેશ્વર સિંહ 40 ફૂટ સુધી ઘસડાયો હતો.

સારવાર દરમિયાન રામેશ્વર સિંહનું મોત થયું છે. ત્યારપછી એમ્બ્યુલન્સે પણ સંતુલન ગુમાવી દીધું હતુ અને તે પલટી ખઈ ગઈ હતી. ઘાયલોને નદબઈ CHCમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અહીંથી તેમને ભરતપુર જિલ્લા હોસ્પિટલ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. અહીં જ સારવાર દરમિયાન રામેશ્વરનું મોત થયું હતું.

નશામાં હતો ડ્રાઈવર
ઘટના સમયે ત્યાં હાજર લોકોએ જણાવ્યું કે, ડ્રાઈવર નશામાં ચૂર હતો. પોલીસે એમ્બ્યુલન્સ જપ્ત કરીને ડ્રાઈવર રાજેશ મીણાની અટકાયત કરી લીધી છે. મીણા જયપુરથી લાવેલા દર્દીઓને નદબઈ મૂકીને પરત જતો હતો.

મૃતક રામેશ્વર
મૃતક રામેશ્વર

ITBPમાં છે રામેશ્વરના પિતા
રામેશ્વરના પિતા મહેન્દ્ર સિંહ જાટ ITBPમાં કોન્સ્ટેબલ છે. તેમણે જણાવ્યું છે કે, રામેશ્વર તેના મિત્ર સાથે સવારે મોર્નિંગવોક માટે ગયો હતો ત્યારે જ આ ઘટના બની હતી. રામેશ્વરે હમણાં જ 12માં ધોરણની એક્ઝામ આપી હતી. તેની બે બહેનો પણ છે. રામેશ્વર ઘરમાં સૌથી નાનો હતો.

અન્ય સમાચારો પણ છે...