તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

રાજસ્થાનના રાજકારણમાં નવો વળાંક:હવે ભાજપની વાડાબંધી; ધારાસભ્યોને ગુજરાત મોકલાયા, સોમનાથ દર્શનનો પ્લાન

જયપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જાલોર, સિરોહી અને ઉદયપુર સંભાગના લગભગ 12 ધારાસભ્યોને અમદાવાદ રિસોર્ટમાં શિફ્ટ કરાયા
  • માનવમાં આવે છે કે 12 ઓગસ્ટથી વાડાબંધી શરૂ થશે, 11 ઓગસ્ટથી હોટલ વગેરે નક્કી કરવાનો પ્લાન

રાજસ્થાનના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ પછી ભાજપે પણ પોતાના ધારાસભ્યોની વાડાબંધી શરૂ કરી છે. જાલોર, સિરોહી અને ઉદયપુર સંભાગના લગભગ 12 ધારાસભ્યોને અમદાવાદના રિસોર્ટમાં શિફ્ટ કરાયા છે. શનિવારે તેઓનો પ્લાન સોમનાથ દર્શને જવાનો છે. બાકીના ધારાસભ્યોની વાડાબંધી જયપુરમાં કરવાની તૈયારી છે.

માનવમાં આવે છે કે 12 ઓગસ્ટથી આ વાડાબંધી શરૂ થશે. 11 ઓગસ્ટથી હોટલ વગેરે નક્કી કરવાનો પ્લાન છે. જોકે ભાજપે આ દાવાનું ખંડન કર્યું છે.

પાર્ટીના સૂત્રોના જણાવ્યા મુજબ 11 ઓગસ્ટના રોજ બસપા ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થવાને લઈને હાઈકોર્ટનો નિર્ણય આવવાનું અનુમાન છે. આવામાં ભાજપ એલર્ટ મોડ પર છે. તે અંતર્ગત હાઈ કમાન્ડના નિર્દેશથી 12 ધારાસભ્યોને ગુજરાત શિફ્ટ કરાયા છે. અલગ-અલગ જિલ્લામાં નેતાઓને જવાબદારી સોપાઈ છે.

ગુજરાત અને ઉદયપુર વચ્ચે અંતર ઓછું હોવાથી તે સંભાગના ધારાસભ્યોને ગુજરાત મોકલવામા આવ્યા છે. વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયા આ ધારાસભ્યોના સંપર્કમાં છે. બીજી ચર્ચા એવી પણ છે કે કોંગ્રેસના અમુક નેતાઓ ભાજપના ધારાસભ્યો સાથે સંપર્કમાં હોવાની ફરિયાદ બાદ પાર્ટીએ આ નિર્ણય લીધો છે.

આ તસવીર 5 ઓગસ્ટની છે. અયોધ્યામા રામ મંદિર ભૂમિપૂજનના કાર્યક્રમ પ્રસંગે ભાજપના નેતાઓ જયપુર પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા.
આ તસવીર 5 ઓગસ્ટની છે. અયોધ્યામા રામ મંદિર ભૂમિપૂજનના કાર્યક્રમ પ્રસંગે ભાજપના નેતાઓ જયપુર પ્રદેશ કાર્યાલય પહોંચ્યા હતા.

12 ઓગસ્ટે બધાને જયપુર બોલાવવાની ચર્ચા
બાકીના ધારાસભ્યોને પણ 14 ઓગસ્ટના રોજ શરૂ થઈ રહેલ વિધાનસભા સત્રના 2-3 દિવસ પહેલા ટ્રેનિંગના નામે વાડાબંધી કરવાની સૂચના છે. ગુજરાત ગયેલા ધારાસભ્યો પણ જયપુર શિફ્ટ થશે. અહીં ધારાસભ્યોને ટ્રેનિંગ અપાશે. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેની ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સાથે દિલ્હીમાં થયેલી મુલાકાતને પણ આની સાથે જોડાવામાં આવે છે. ઓમ માથુર પણ સતત જયપુરનો પ્રવાસ કરી રહ્યા છે.

નડ્ડા સાથે મુલાકાત કરીને વસુંધરાએ નારાજગી જાહેર કરી
વસુંધરાએ જેપી નડ્ડા સાથે મુલાકાત કરીને રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ડ્રામા અંગે વાતચીત કરી હતી. તેમણે તેમની વિરુદ્ધ થયેલા નિવેદનો અંગે નારાજગી જાહેર કરી હતી. છેલ્લા અમુક દિવસોથી નેતાઓએ વસુંધરા અને ગેહલોત વચ્ચે સાંઠગાઠ હોવાના આરોપ લગાવ્યા હતા. પાર્ટીમાં અલગ જૂથ બનવાની વાત પર નારાજગી જાહેર કરીને રાજેએ કહ્યું કે તેમણે સંગઠનને પરિવારથી પણ વધુ મહત્વ આપ્યું છે. પાર્ટી હાઇકમાન્ડે રાજેને દિલ્હી બોલાવ્યા હતાં જેથી પ્રદેશમાં કામ પૂર્ણ કરવા માટે તેમનો સહયોગ મળતો રહે. કેન્દ્ર રાજેને પ્રદેશમાં સક્રિય જોવા માગે છે. વસુંધરા એક બે દિવસમાં જયપુર પરત આવી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો