• Gujarati News
  • National
  • In The Extra marital Affair, The Teacher Was Stripped Naked And Shaved, And Later The Car Was Also Mutilated.

જૈસલમેરમાં 15 યુવકોની હેવાનિયત:એક્સ્ટ્રા મેરિટલ અફેઅરમાં ટીચરને ન્યૂડ કરીને મુંડન કર્યું, બાદમાં કારનો પણ કચ્ચરઘાણ કાઢ્યો

જૈસલમેર7 દિવસ પહેલા

રાજસ્થાનના જૈસલમેરના સદર વિસ્તારમાં એક્સ્ટ્રા મેરિટલ અફેઅરનો આરોપ લગાવીને ટીચર સાથે યુવકોએ હેવાનિયત કરી છે. પહેલા તો તેમને ઢોર માર માર્યો, પછી ન્યૂડ કરીને તેમના વાળ કાપી નાખ્યા. તેમની કારને પણ ન છોડી. એક યુવક બોનેટ પર તો બીજો યુવક છત પર ઊભા થઈને અનેક વખત કૂદ્યાં. કારના કાચ પણ તોડી નાખ્યા. કારનો કચ્ચરઘાણ વાળીને પણ યુવકોનો ગુસ્સો ઠંડો ન થયો. બધાંએ મળીને કારને રસ્તા પર જ ઊંધી કરી નાખી. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે 15 યુવકો વિરૂદ્ધ FIR દાખલ કરી છે. એક યુવકની ધરપકડ પણ કરવામાં આવી છે. પીડિત સરકારી સ્કૂલમાં તૈનાત છે.

સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ દેવ કિશને જણાવ્યું કે મામલો એક્સ્ટ્રા મેરિટલ અફેઅરનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. પીડિત ટીચર પરણિત છે. તેમના 2 બાળકો પણ છે. તેઓ કેસુઓની વસતિમાં રહે છે. આરોપી યુવક સદર વિસ્તારના સોજિયોંની ઢાણી ચાંધનના રહેવાસી છે. બંને ગામ વચ્ચે લગભગ 90 કિલોમીટરનું અંતર છે. પ્રાથમિક તપાસમાં આવી જાણકારી સામે આવી છે. જે ગામના આ યુવક છે, તે ગામમાં એક મહિલાના ઘરે ટીચરની અવરજવર હતી. ઘણાં દિવસોથી તે ગામના યુવકો તેમના પર વોચ રાખી રહ્યાં હતા. થોડાં દિવસ પહેલાં ટીચર યુવકોના ગામની એક મહિલાને મળવા ગયા હતા. પાછા ફરતી વખતે લગભગ 15 જેટલાં યુવકોએ તેમને ઘેરી લીધા. પહેલાં તેમને ઢોરમાર માર્યો. પછી તેમના કપડાં ઉતારી નાંખ્યા, અને માથાના વાળ કાપી નાખ્યા. ટીચરે કરગરતા રહ્યાં, પણ તેમનું કોઈએ ન સાંભળ્યું. તે પછી તેમની કારમાં જોરદાર તોડફોડ કરી અને રસ્તા પર ઊંધી કરી દીધી.

વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી
સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. ગુરુવારે FIR થઈ છે. રિપોર્ટ પીડિત ટીચરના કાકાના છોકરાએ નોંધાવી હતી. આરોપીઓની હેવાનિયતનો વીડિયો બનાવવામાં આવ્યો છે. જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે. વીડિયો સામે આવ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. એક યુવક સવાઈ ખાનની ધરપકડ કરવામાં આવી છે.

20 જૂનની રાત્રે મહિલાએ બોલાવ્યા હતા
સૂત્ર જણાવે છે કે પેરા ટીચરને મહિલાએ 20 જૂનની રાત્રે બોલાવ્યા હતા. ટીચર મહિલાના ગામે ગયા હતા. ત્યાંથી નીકળ્યા તો 2 કારમાં આરોપીઓ આવીને તેમનું અપહરણ કર્યું. તેમને ગામની બહાર લઈ આવ્યા અને હેવાનિયત કરી. પેરા ટીચર પોતાના સાળાની કારમાં ગામડે આવ્યા હતા. ત્રણ મહિના પહેલાં જ આ કાર ખરીદવામાં આવી હતી. આરોપી યુવક મહિલાના સંબંધીઓ છે.

અન્ય સમાચારો પણ છે...