તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajasthan Kota Boat Accident: Chambal River News Today Updates | 30 People Drown As Boat Capsizes Today In Chambal River In Rajasthan Etawah Area

દુર્ઘટના:કોટા નજીક ચંબલ નદીમાં નાવ પલટતાં 11નાં મોત, હોડી 25 લોકોનો ભાર ઉપાડી શકતી હતી પરંતુ તેમાં 40 લોકો હતા-14 બાઈક પણ બાંધી હતી

10 મહિનો પહેલા
બુધવારે સવારે ચંબલ નદીમાં આ ઘટના બની હતી.
  • ગ્રામીણોએ ડૂબતા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઘણા લોકો પાણીના વહેણમાં તણાઈ ગયા
  • ઘટના ઈટાવા વિસ્તારના ખતોલી ગામ પાસે બની છે, હોડીમાં મોટા ભાગના લોકો કમલેશ્વર ધામ જવા માટે બેઠા હતા

કોટા જિલ્લાના ઈટાવા પાસે બુધવારે સવારે 9 વાગ્યે ચંબલ નદીમાં નાવ પલટી ખાતાં 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 8 લોકો ગુમ થયા છે. માનવામાં આવે છે કે હોડીમાં ક્ષમતા કરતાં વધારે લોકો બેઠા હોવાથી અને સામાન પણ વધારે હોવાથી હોડી પલટી ગઈ છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, હોડીમાં 30 લોકો હતા. 7 લાશો નદીમાંથી મળી આવી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે, હોડીમાં 14 બાઈક પણ મૂકવામાં આવી હતી.

ઘટના પછી તરત જ હાજર ગ્રામીણ લોકોએ ડૂબતા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાથી અમુક લોકો તણાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો કમલેશ્વર ધામ જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા મોટા ભાગના લોકો ગોઠડા કલામાં રહેતા હતા.

આ ફોટો ઘટનાસ્થળનો છે, આ છોકરી પણ હોડીમાં હતી અને બચી ગઈ.
આ ફોટો ઘટનાસ્થળનો છે, આ છોકરી પણ હોડીમાં હતી અને બચી ગઈ.

ઘટના ચાણદા અને ગોઠડા ગામની વચ્ચે બની છે. સારી વાત એ છે કે ઘટનાસ્થળે ઘણા લોકો હાજર હોવાથી તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘણા લોકોના જીવ બચી ગયા.

સ્થાનિક ગ્રામીણોએ નદીમાંથી એક મહિલાને ડૂબતી બચાવી.
સ્થાનિક ગ્રામીણોએ નદીમાંથી એક મહિલાને ડૂબતી બચાવી.

લોકોએ જણાવ્યું હતું કે લાકડાંની હોડીની સ્થિતિ પહેલેથી જ થોડી ખરાબ હતી. તેમ છતાં ક્ષમતા કરતાં વધારે લોકોને બેસાડવામાં આવ્યા હતા. એ સાથે જ નદી પાર કરાવવા માટે હોડીમાં બાઈકો પણ બાંધવામાં આવી હતી. પરિણામે, હોડી વજન સહન ન કરી શકી અને પલટી ગઈ.

લોકોને બચાવવા માટે બીજી હોડી મોકલવામાં આવી.
લોકોને બચાવવા માટે બીજી હોડી મોકલવામાં આવી.

કોટાના સાંસદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશાસન પાસેથી માહિતી લીધી છે. બીજી બાજુ, કોટાથી CDRFની ટીમને ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે.

સ્થાનિક ગ્રામીણોએ બચાવ અને રાહતકાર્યમાં ખૂબ મદદ કરી.
સ્થાનિક ગ્રામીણોએ બચાવ અને રાહતકાર્યમાં ખૂબ મદદ કરી.
8 લોકો પાણીના વહેણમાં તણાયા હોવાની શક્યતા.
8 લોકો પાણીના વહેણમાં તણાયા હોવાની શક્યતા.
અન્ય સમાચારો પણ છે...