જયપુરમાં નશામા ડૂબેલી એર હોસ્ટેસે પોતાના ફ્રેન્ડ્સની સાથે રેસ્ટોરન્ટમાં હોબાળો કર્યો હતો. યુવક-યુવતીઓ રેસ્ટોરન્ટમાં જમવાનું જમી રહેલી ફેમિલિ સાથે ઝઘડો કર્યો હતો. પછીથી ફેમિલિ ત્યાંથી ખસીને બીજા ટેબલ પર ચાલ્યું ગયું તો ટિપ્પણીઓ કરવા લાગ્યા હતા. પરેશાન થઈને ફેમિલિ બહાર નીકળી તો તેમની ગાડી પર દારૂની બોટલો ફેંકી. આ ઘટના સિંધીકેમ્પ વિસ્તારની છે.
પોલીસે જણાવ્યું કે શ્રદ્ધા બુધવારે રાતે 11.30 વાગ્યે ભાઈ અને દોસ્તની સાથે ટેક્સી ચિકન ઢાબા પર જમવા ગઈ હતી. રેસ્ટોરન્ટમાં બે યુવક અને યુવતીઓ પણ સાથે આવ્યા હતા. યુવક-યુવતીઓ નશામાં હતા. રેસ્ટોરન્ટમાં આવતા જ ફેમિલિ સાથે ઝધડો કરવા લાગ્યા હતા.
રેસ્ટોરન્ટ કર્મચારીઓએ ફેમિલિને બીજા ટેબલ પર બેસાડી તો તેમની પર ટિપ્પણી કરવા લાગ્યા હતા. હેરાન થઈને ફિમિલિ બહાર આવી ગઈ અને ગાડીમાં બેસવા લાગી તો કાર પર બોટલ ફેંકીને કાંચ તોડી નાંખ્યો. ફેમિલિએ વિરોધ કર્યો તો મારપીટ કરવા લાગ્યા. લોકોએ માંડમાંડ તેમને છોડાવ્યા હતા.
પોલીસ સાથે પણ ખરાબ વર્તન કર્યું
નશામાં ખોવાયેલા યુવક-યુવતીઓએ ઘટના સ્થળ પર પહોંચીને પોલીસ સાથે ખરાબ વર્તન કર્યું હતું. લગભગ અડધો કલાક સુધી યુવક-યુવતીઓ પોતે વગ ધરાવતા પરિવારમાંથી આવતા હોવાનું કહીને પોલીસને ધમકાવતા રહ્યાં હતા.
આ દરમિયાન એક યુવકનો મોબાઈલ છીનવીને તેને તોડી નાંખ્યો હતો. આ ઘટના પછી પોલીસ જપ્તા સાથે તમામને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. શાંતિભંગના આરોપમાં ધરપકડ કરીને લોકઅપમાં બંધ કરવામાં આવ્યા હતા.
આ લોકોની થઈ ધરપકડ
જયપુરમાં રહેનાર 27 વર્ષના કાર્તિક ચૌધરી. જયપુરની રહેવાસી 25 વર્ષની નેહા શર્મા, 25 વર્ષના વિકાસ ખંડેલવાલ અને બિહારની રહેવાસી 26 વર્ષની પ્રાચી સિંહને પોલીસે શાંતિભંગના આરોપમાં ધરપકડ કરી છે. કાર્તિક ચૌધરી ગુડગાંવની મલ્ટીનેશનલ કંપનીમાં કમ્પ્યુટર એન્જિનિયર છે. કાર્તિકના પિતા હાઈકોર્ટમાં વકીલ છે. પ્રાચી સિંહ એર હોસ્ટેસ છે. નેહા શર્મા જયપુરમાં પ્રાઈવેટ બેન્કમાં કામ કરે છે. પોલીસે ફરિયાદી પક્ષના પણ બે લોકોની ધરપકડ કરી છે. ગુરુવારે તમામને જામીન મળી ગયા હતા.
પોલીસ સ્ટેશનમાં પણ ઝધડવા લાગ્યા
CI ગુંજન સોનીએ જણાવ્યું કે રેસ્ટોરન્ટમાં આ લોકોની વચ્ચે કમેન્ટ ચાલી રહી હતી. તે પછીથી વાત ગાળા-ગાળી સુધી પહોંચી હતી. આ લોકો મારામારી કરવા લાગ્યા હતા. માહિતી મળવા પર PCR ઘટના સ્થળે પહોંચી હતી. બધાની પૂછપરછ કરવામાં આવી તો આ લોકો પોલીસ સ્ટેશનમાં જ ઝધડવા લાગ્યા હતા. બાદમાં છ લોકોની શાંતિભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી.
યુવક-યુવતીઓએ ગાડીમાં તોડફોડ કરી, છોકરીની ફરિયાદ પર કાર્તિક ચૌધરી, પ્રાચી, નેહા શર્મા અને વિકાસ ખંડેલવાલની વિરુદ્ધ પાંચ ધારાઓને ટાંકીને કેસ નોંધવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.