તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • For The First Time In Pilibanga, Vahu Said Goodbye In A Helicopter, Her Father in law Wanted Her To Come In A Helicopter.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાસરીયું પૈસાદાર:પીલીબંગામાં પ્રથમ વખત હેલિકોપ્ટરમાં વિદાય થઈ વહુ, સસરાની ઈચ્છા હતી કે વહુ હેલિકોપ્ટરમાં સાસરે આવે

હનુમાનગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પીલીબંગામાં પ્રથમ વખત કોઈ કન્યા હેલિકોપ્ટરથી સાસરે રવાના થઈ. - Divya Bhaskar
પીલીબંગામાં પ્રથમ વખત કોઈ કન્યા હેલિકોપ્ટરથી સાસરે રવાના થઈ.
  • વિદાઈમાં બંને પક્ષે લગભગ 5 લાખ ખર્ચ કર્યા
  • વરનો પરિવાર રાજકારણ સાથે જોડાયેલો છે, પિતા કાઉન્સિલર, લડી ચૂક્યા છે ધારાસભ્યની ચૂંટણી

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના પીલીબંગામાં વિદાય પછી વધુને હેલિકોપ્ટરમાં બેસાડીને લઈ જવાઈ. તા.29ની રાતે મંડી ડબવાલીના સંદીપ રાકેશ શર્માના લગ્ન પીલીબંગાની મોનિકા શંભૂ રામ શર્મા સાથે ધામધૂમથી થયા હતા. વરના પિતાની ઈચ્છા હતી કે જ્યારે પણ વહુ તેમેના ઘરે આવે ત્યારે તે હેલિકોપ્ટરમાં બેસીને આવે. જાન પંજાબના લંગીમાંથી આવી હતી. તેમનુ ગામ પંજાબનું લંબી છે, જે શિરોમણિ અકાલી દળના પ્રમુખ અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું ગામ છે.

જેવું વહુને લઈને હેલિકોપ્ટર ઉતર્યું તો મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ અને લોકો જોવા માટે પહોંચ્યા. હેલિકોપ્ટરથી વિદાઈ પર બંને પક્ષોના લગભગ 5 લાખ ખર્ચ થયા. તેમાં પ્રશાસનના વિવિધ વિભાગોમાંથી હેલિકોપ્ટરના લેન્ડિંગ અને ટેકઓફની પરવાનગી લેવામાં આવી. તેમાં નોઈડાની હેલી સર્વિસમાંથી હેલિકોપ્ટર મંગાવવામાં આવ્યું. પીલીબંગામાં પ્રથમ વખત કોઈ પુત્રી હેલિકોપ્ટરથી સાસરે વિદાઈ થઈ.

પરિવારના સભ્યો કન્યાને છોડવા હોલીપેડ પર પહોંચ્યા.
પરિવારના સભ્યો કન્યાને છોડવા હોલીપેડ પર પહોંચ્યા.

M.sc, B.Ed પાસ મોનિકા શર્માના પિતા શમ્ભુ શર્મા પીલીબંગામાં ઈલેક્ટ્રિશિયનનું કામ કરે છે. જ્યારે વરના પિતા રાકેશ શર્માનું ડબવાલીમાં રાજકારણમાં મોટુ નામ છે. તેમની પત્ની ત્યાંની કાઉન્સિલર છે, જ્યારે તેઓ પોતે ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યાં છે. રાકેશ શર્મા, સ્વીટ સેન્ટર, મેરેજ પેલેસ અને બેન્કવેટ હોલના માલિક છે.

તા.29 માર્ચે વર હેલિકોપ્ટરથી આવ્યો અને 30ના રોજ વહુને લઈને રવાના થયો.
તા.29 માર્ચે વર હેલિકોપ્ટરથી આવ્યો અને 30ના રોજ વહુને લઈને રવાના થયો.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો