• Gujarati News
  • National
  • The Groom Became The Driver, Said The Father's Life Was On The Camel, There Were 150 Executioners

51 ટ્રેક્ટર પર નીકળી જાન, VIDEO:વરરાજા બન્યો ડ્રાઇવર, કહ્યું- પિતાની જાન ઊંટ પર નીકળી હતી, 150 જાનૈયા હતા

બાડમેર21 દિવસ પહેલા
જાન સેવનિયાલી ગામથી બોડવા ગઈ હતી.

રાજસ્થાનના સેવનિયાલા ગામમાં જ્યારે 51 ટ્રેક્ટરની સાથે વરરાજા જાન લઈને નીકળ્યા તો બધા જોતા જ રહી ગયા હતા. જાનને જોવા માટે લોકો ભેગા થઈ ગયા હતા. લગભગ 1 કિમી લાંબો ટ્રેક્ટરનો કાફલો જ્યારે પસાર થયો ત્યારે લોકો તેને અચરજની સાથે જોતા જ રહ્યા હતા.

સેવનિયાલા ગામના રહેવાસી 22 વર્ષના રાધેશ્યામના લગ્ન બોડવાની રહેવાસી કમલા સાથે 8 જૂનના રોજ થયા હતા. બુધવારે સાંજે 6.30 વાગ્યે જાન બોડવા જવા માટે 51 ટ્રેક્ટર સાથે રવાના થઈ હતી. જોકે જાનની ખાસિયત એ હતી કે એમાં વરરાજા પોતે ટ્રેક્ટરનું ડ્રાઈવિંગ કરીને રવાના થયા હતા. 51 ટ્રેક્ટર પર લગભગ 150 જાનૈયા હતા.

જાન સેવનિયાલી ગામથી બોડવા ગઈ હતી.
જાન સેવનિયાલી ગામથી બોડવા ગઈ હતી.

જાનૈયાઓનું કહેવું છે કે અમે ખેડૂત છીએ, અમારા વડીલો કહેતા હતા કે પહેલાંના સમયમાં ઊંટ ખેડૂતોનું સાથી હતું. જોકે હવે ઊંટ લુપ્ત થઈ ગયા છે. અમે ખેતી ટ્રેક્ટરથી કરીએ છીએ, તો જાન શા માટે ન લઈ જઈ શકીએ? જાન ગામમાં પહોંચી તો આટલાં બધાં ટ્રેક્ટરને એકસાથે જોઈને લોકો વિચારતા જ રહી ગયા હતા. સેવનિયાલા ગામથી જાન 10-15 કિમી દૂર બોડવા ગામ પહોંચી હતી.

વરરાજા જાતે જ ડ્રાઇવિંગ કરીને પહોંચ્યા.
વરરાજા જાતે જ ડ્રાઇવિંગ કરીને પહોંચ્યા.

વરરાજાએ કહ્યું: ખેડૂતની ઓળખ જ ટ્રેક્ટર
વરરાજા રાધેશ્યામનું કહેવું છે કે છેલ્લા એક મહિનાથી અમે લગ્નની તૈયારીમાં લાગ્યા હતા. પિતા સોનારામ કહેતા હતા કે મારી જાન ઊંટ પર નીકળી હતી. મેં વિચાર્યું કે હવે ઊંટ તો છે નહિ. એવામાં ખેડૂતોની ઓળખ એવા ટ્રેક્ટર પર જ જાન કાઢવી જોઈએ. મેં આ વાતને મારા મોટા ભાઈ સાથે શેર કરી તો તેણે હા કહી. પછીથી બુધવારે સાંજે જાન ટ્રેક્ટરથી રવાના થઈ હતી. અમે ખેડૂત છીએ અને ખેડૂતને ટ્રેક્ટર ખેતીથી લઈને બધી જગ્યાએ કામ આવે છે. વધૂ ધો.10 પાસ છે, જ્યારે વર ધો.12 પાસ છે.

જાન માટે લાઈનમાં ગોઠવાયેલાં ટ્રેક્ટર ગ્રામીણો માટે અચરજનો વિષય બન્યાં હતાં.
જાન માટે લાઈનમાં ગોઠવાયેલાં ટ્રેક્ટર ગ્રામીણો માટે અચરજનો વિષય બન્યાં હતાં.

એકસાથે 51 ટ્રેક્ટર જાનમાં નીકળ્યાં
વરરજાએ કહ્યું- અમારા પરિવાર અને સંબંધીઓમાં લગભગ 30 ટ્રેક્ટર છે અને કેટલાંક ટ્રેક્ટર ગામના લોકો લઈને આવ્યા. આમ, કુલ 51 ટ્રેક્ટર પર જાન રવાના થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...