તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વસ્તુની જેમ વાંરવાર વેચાતી રહી યુવતી:સારા ઘરમાં લગ્ન કરાવવાની લાલચ આપી પડોશી પતિ-પત્નીએ યુવતીને 2 વાર વેચી, અલગ અલગ શહેરોમાં થયો રેપ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનની છોકરીને ઉત્તરપ્રદેશમાં વેચવાની અને તેની સાથે વારંવાર રેપ થયો હોવાની ઘટના સામે આવી છે. પીડિતાએ હનુમાનગઢ જિલ્લાના પીલીબંગા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અપહરણ, સામૂહિક દુષ્કર્મ અને એસસી-એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધી લીધી છે.

રિપોર્ટમાં પીડિતાએ પીલીબંગાથી પડોશમાં રહેતી ઉર્મિલા ઉર્ફે રચના અને તેના પતિ મનોજ કુમાર પર તેને ઉત્તરપ્રદેશમાં વેચવાનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ જણાવ્યું હતું કે બંને તેને એક મહિના પહેલાં સારા ઘરમાં લગ્ન કરાવવાના બહાને યુપી લઈ ગયા હતા. ત્યાં તેમણે પીડિતાને બબૂલ નામની વ્યક્તિને વેચી દીધી હતી. કેટલી રકમમાં વેચી તે પીડિતાને પણ ખબર નથી. બબુલે પીડિતાને અજાણ જગ્યાએ રાખી હતી. ત્યાં તેની સાથે કેટલીવાર રેપ કરવામાં આવ્યો. પીડિતાએ જણાવ્યું હતું કે હું ત્યાંથી સતત ભાગવાના પ્લાન બનાવતી હતી, પરંતુ તે બધાની નજર મારા પર રહેતી. મેં તેમની સામે હાથ જોડ્યા, દયાની ભીખ માગી, તેમ છતાં તેમણે મારી એકપણ વાત ના સાંભળી. ત્યાર પછી ઉર્મિલા અને મનોજે પીડિતાને કમલ નામના યુવકને તેને ફરી વેચી. કમલ સંબંધમાં ઉર્મિલાનો ભાઈ હતો. કમલે પણ તેની સાથે ઘણી વખત રેપ કર્યો. વિરોધ કરતાં તેની સાથે મારઝૂડ પણ કરતો.

પરિવારે છોડાવી
પોલીસના જણાવ્યા પ્રમાણે 15 માર્ચે યુવતી ઘરેથી ગુમ થઈ ગઈ હતી. મોડી રાત સુધી ઘરે પરત ના આવી તો પરિવારજનોને ચિંતા થવા લાગી. પડોશમાં રહેતાં પતિ-પત્ની ઉર્મિલા અને મનોજ પણ તે દિવસથી ગાયબ હતા. 16 માર્ચે પરિવારજનોએ દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર પછી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે ઉર્મિલાની ફોન કોલ ડિટેલ્સ ચેક કરી તો યુપીનું લોકેશન મળ્યું. પરિવારજનો પોલીસ સાથે ત્યાં પહોંચ્યા તો તેમને યુવતી મળી અને પછી પીડિતાએ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ કર્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી
પોલીસ હાલ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. નામજોગ આરોપીઓની શોધ કરવામાં આવી રહી છે. રાવતસરના સર્કલ ઓફિસર રણવીર મીણા સમગ્ર ઘટનાની તપાસ કરી રહ્યા છે. એ ઉપરાંત મહિલા પાસેથી પણ અન્ય માહિતી મેળવવામાં આવી રહી છે.